________________
(૨) સંઘને તરછોડતાં. (૩) સંઘનું અપમાન કરતાં ઉત્તમ સદાચારી મનુષ્યોની નિરંતર
(હંમેશા) ખોદણી કરતાં. (૭) પુરૂષદ બાંધવાના ૪ કારણો છે. (૧) સ્વદારા સંતોષી હોય.
બીજા ગુણીને જોઇને તેમજ સુખીને જોઇને ઇર્ષ્યા ન કરે. (૩) કષાયો અલ્પ કરતો જાય.
(૪) અંતરથી જૈનધર્મનું આરાધન કરે. (૮) સ્ત્રીવેદને બાંધવાના પાંચ કારણો છે. (૧) ઇન્દ્રિયોના વિષયાદિકમાં લોલુપતા.
અસત્ય વચનો બોલવા. (૩) વક્રતાધારણ કરવી. (૪) ઇર્ષ્યા કરવી. અને
(૫) પરસ્ત્રીનાં વિકાસોને તેના પ્રેમને જોવા. (૯) નપુંસક વેદ બાંધવાના ૪ કારણો છે. (૧) સ્ત્રી અને પુરૂષ બન્ને ઉપર આસકિત રાખે.
ભાંડ ચેષ્ટા કરે.
સ્ત્રી આદિના વ્રતોનો ભંગ કરે. (૪) ક્રોધાદિ તીવ કષાયોને ધારણ કરે.
પ્રત્યેક સકર્મ એટલે કર્મવાળા જીવોને એક ચિત્તવૃત્તિ રૂપી (મનની વૃત્તિઓ રૂપી) મહા અટવી = જંગલ છે. તેમાં પાંચ પ્રમાદ સ્થાનો રૂપી (વ્યસન-વિષય-કષાય-વિકથા અને નિદ્રા) પ્રમત્તતા એટલે પ્રમાદોથી યુકત નદી આવેલી છે. મદ્યાદિ પ્રમાદોનાં આસેવનરૂપ તેને વિલાસ કરનારો તે નામનો પુલિન એટલે પુલ છે. પ્રમાદના ત્યાગના ઉપદેશ ઉપર અશ્રધ્ધાન એટલે શ્રધ્ધાના ત્યાગ વાળો ચિત્ત વિક્ષેપ મંડપ આવેલો છે. વૃધ્ધાવસ્થામાં પણ વિરતિને અંગીકાર ન કરવા દેવા રૂપ તૃષ્ણા રૂપી વેદિકા આવેલી છે. કેવલ યત્નના અભાવે ધનાદિનો નાશ થાય છે તે વિપર્યાસ વિન્ટર છે. ગુર્વાદિએ નિવારણ કરવા છતાં ભોગવેલા-ત્યાગ કરેલા એવા ભુકત ઉચ્છિષ્ટ ભોગોને વિષે પ્રવૃત્તિ કરવા રૂપ તે અવિદ્યા ગાત્ર યષ્ટિ (લાકડી) છે. સન્નિપાત તે મહામોહ રૂપે રહેલો છે.
મહામોહના સમાન ગુણવાળી મહા મોહની ડાબી બાજુએ બેઠેલી મહા મૂઢતા નામની મહાદેવી છે. તેની નજીક જ અત્યંત કૃષ્ણ વર્ણવાળો સર્વાધિકારી મિથ્યાદર્શન નામનો મંત્રી છે. જમણી બાજુએ મહામોહનો રાગ કેશરી નામનો મોટા પુત્ર છે. તેની જ નજીક લાલવર્ણવાળા દ્રષ્ટિરાગ-સ્નેહરાગ અને કામરાગ નામના તેનાં ત્રણ મિત્રો છે. રાગ કેશરીના સમાન ગુણવાળી મૂઢતા નામની તેની ભાર્યા છે. ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લોભ રૂપ તેના આઠ પુત્રો છે. ડાબી બાજુએ મહા મોહનો નાનો પુત્ર તેષ ગજેન્દ્ર અને એની ભાયા અવિવેકિતા છે. ચાર પ્રકારના ક્રોધ અને ચાર પ્રકારના માન એ આઠ તેના પુત્રો છે. મહામોહની પેઠે લાલ વર્ણવાળા પુરૂષવેદ-સ્ત્રીવેદ-નપુંસક્વેદ નામના ત્રણ પુરૂષોથી યુકત અને રતિ ભાર્યા (પત્ની) થી પરિવરેલો કંદર્પ (કામ) નામનો મંડલિક છે. એની નજીક મૂર્ચ્છતા નામની ભાર્યાથી
Page 93 of 325