________________
(રામપાત્ર)ની જેમ વધ્યા કરે છે. સર્વ પાપમાં જેમ હિસા, સર્વ કર્મમાં જેમ મિથ્યાત્વ અને સર્વ રોગમાં જેમ રાજ્યસ્મા (ક્ષયરોગ) તેમ સર્વ કષાયોમાં લોભ મોટો છે.
આભૂષણ, ઉદ્યાન અને વાપિકા વિગેરેમાં મૂર્છાવાળા દેવતાઓ પણ ત્યાંથી ચ્યવને તેજ ઠેકાણે પૃથ્વીકાય વિગેરેમાં ઉત્પન્ન થાય છે. મુનિજનો પણ ક્રોધાદિકનો વિય કરીને ઉપશાંતમોહ નામના અગીઆરમા ગુણઠાણાને પ્રાપ્ત થયા છતા એક લોભના અંશમાત્રથી પતિત થઇ જાય છે. લેશમાત્ર ધનલોભથી સહોદર ભાઇઓ પણ એક માંસના લવની ઇચ્છાએ બે કુતરાઓ લડે તેમ પરસ્પર યુદ્ધ કરે છે. ગ્રામ્યન, અધિકારી અને રાજાઓ ગામ વિગેરેના એક સીમાડાની બાબતમાં લોભ કરી સૌહદભાવને છોડી દઇને પરસ્પર વૈર બાંધે છે.
લોભરૂપી ખાડો જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતો જ જાય છે એ મોટું આશ્ચર્ય છે. કદિ જળવડે સમુદ્ર પૂરી શકાય, પણ ઐલાકયનું રાજ્ય મળે તોપણ તે પૂરી શકાતો નથી. ભોક્ત, વસ્ત્ર, વિષય અને દ્રવ્યનો સંચય અનંતીવાર એકઠો કરીને ભોગવ્યા છતાં પણ લોભનો એક અંશ પણ પૂરાતો નથી, મોટી બુદ્ધિવાળા પુરૂષે એક લોભના ત્યાગને માટેજ પ્રયત્ન કરવો. સદબુદ્ધિવાળા પુરૂષે લોભના પ્રસરતા એવા ઉઢેલ સાગરને સંતોષના સેતુબંધવડે રોક્યો. તૃણની શય્યા ઉપર સુનારા પણ સંતોષીઓને જે સુખ થાય છે તે સખ રૂની શય્યા પર સનારા પણ સંતોષ વગરના પુરૂષોને થતું નથી. અસંતોષી ધનવાન પુરૂષો સમર્થ પુરૂષોની પાસે તૃણ સમાન લાગે છે, અને સંતોષી પુરૂષોની પાસે સમર્થ પુરૂષો પણ તણ સમાન લાગે છે. ચક્વર્તીની અને ઇંદ્રાદિકની સંપત્તિ પ્રયાસજન્ય અને નશ્વર છે; પરંતુ સંતોષથી થયેલું સુખ આયાસ રહિત અને નિત્ય છે. માટે સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વે દોષના સ્થાનરૂપ લોભને દૂર કરવાને માટે અદ્વૈત સુખના ગૃહરૂપ સંતોષનો આશ્રય કરવો.
લોભના પર્યાય વાચી શબ્દો નીચે પ્રમાણે છે. (૧) લોભ = તૃષ્ણા પુદગલ પદાર્થોની આશા.
ઇચ્છા = અભિલાષા. મૂચ્છ = મોહ. મળેલા પદાર્થો પ્રત્યેનો મોહ. કાંક્ષા = અપ્રાપ્ત. નહિ મળેલા પદાર્થોની ઇચ્છા.
ધ્ધિ = પ્રાપ્ત એટલે મળેલા પદાર્થોની આસકિત. તૃષ્ણા = મળેલા પદાર્થોનો વ્યય ન થાય તેવી ઇચ્છા. ભિધ્યા = વિષયોના પદાર્થોનું ધ્યાન અભિધ્યા = ચિત્તની ચલમાન સ્થિતિ. કામાશા = ઇષ્ટ શબ્દાદિની આશા કર્યા કરવી. , ભોગાશા = ઇષ્ટ-ગંધાદિની આશા. (૧૧) જીવિતાશા = જીવવાની આશા. (૧૨) મરણાશા = મરણની આશા.
નન્દી = સમૃધ્ધિમાં આનંદ રાખીને જીવવા તે અને (૧૪) સ્નેહ = રાગ. સ્નેહ રાખીને જીવવું તે. આ ચૌદ ભેદોમાંથી કોઇને કોઇ ભેદવાખા પરિણામ રાખીને જીવવું તે લોભ કહેવાય છે.
અપ્રત્યાખ્યાનાદિ ક્રોધ-માન-માયા-લોભન વણન,
(૭).
Page 88 of 325