________________
હોય તો તેને ઉલટાં વધારે છે. ઓ મન, વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે તેમનો મોક્ષ થતો નથી; પણ જેઓ મન, વચન અને કાયાથી સર્વત્ર સરલ છે તેનો મોક્ષ થાય છે.
આ પ્રમાણે કુટિલ પુરૂષોની અતિ ઉગ્ર એવી કર્મની પણ કુટિલતાને વિચારીને સારી બુદ્ધિવાળા પુરૂષે મોક્ષની ઇચ્છાથી સરલતાનોજ આશ્રય કરવો.
માયાના પર્યાયવાચી ૧૭ નામો છે. (૧) માયા = કપટ હૈયું મેલું રાખવું તે.
ઉપધિ = કોઇને ઠગવા માટે વંચક ભાવ ધારણ કરવો. (૩) નિકૃતિ = આદરપૂર્વક બીજાની વંદના કરવી.
વલય = વક્ર સ્વભાવ વાંકુ વાંકુ બોલવું તે. ગહન = ન સમજાય તેવી વચન જાળ રચવી. નૂમ = ઠગવા માટે નીચતાનો આશ્રય કરવો. કલ્ક = હિસાદિ નિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય. કુરૂક = (કુરૂપ) ભૂંડા ચાળા કરવા તે.
દંભ = ઠાઠ માઠ કરીને ઠગવો. (૧૦) કૂડ = કપટ જાલ. (૧૧) હમ = વંચના માટે દંભતા કરવી. (૧૨) કિલ્બિષ = ખરાબ જાતિ જેવી યોગ્ય માયા.
અનાચરણતા = વંચના માટેનું આચરણ કરવું તે. (૧૪) ગૃહનતા = સ્વરૂપ છૂપાવવું તે. (૧૫) વંચનતા = છેતર પિડી. (૧૬) પ્રતિકુંચનતા = વારંવાર છલ કર્યા કરવું તે. (૧૭) સાતિ યોગ = ઉત્તમની સાથે હલકાની મિલાવટ કરવી. આ માયાના પ્રકારોમાંથી કોઈપણ પ્રકારની માયાનું સેવન કરવું તે અનંતાનુબંધિ માયા કહેવાય.
અનંતાનુબંધિ લોભ ઈદશં દ્રવ્યાદિમૂરછ હેતુઃ કર્મ અનંતાનુબંધિ લોભ: I અનંત સંસારના પૂલનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભવના અનુબંધના સ્વભાવવાળા, માવજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનારા સમ્યકત્વને રોકનારા, એમજ દ્રવ્યાદિની મૂચ્છના હેતુરૂપ જે કર્મ તે અનંતાનુબંધિ લોભ કહેવાય છે.
લોભની શરૂઆત - અતિ ઉના ધીથી ચોપડેલું અનાજ ખાવા માટે મલતું હોય. સાંધા વિનાનું અંગ ઢાંકવા કપડું મલતું હોય અને રહેવા માટે ઝુંપડા જેવું ઘર મલતું હોય તો એનાથી અધિક મેળવવાની ઇચ્છા કરવી તે લોભની શરૂઆત કહેવાય છે. આ લોભ કેવા પ્રકારનો હોય છે તે જણાવે છે.
સર્વ દોષોની ખાણ, ગુણનો ગ્રાસ કરવામાં રાક્ષસ, વ્યસરૂપી લતાનું મૂળ અને સર્વ અર્થને બાધ કરનાર લોભ છે. નિર્ધન સોને, સોવાળો સહસ્રને, સહસ્ત્રાધિપતિ લક્ષને, લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણાને, રાજા ચક્રવર્તીપણાને, ચક્વર્તી દેવપણાને અને દેવ ઇંદ્રવને ઇચ્છે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થતાં પણ ઇચ્છા નિવૃત્તિ પામતી નથી; તેથી મૂળમાં લઘુપણે રહેલો એ લોભ કુંભારના ચક્રપર રહેલા શરાવલા
Page 87 of 325