________________
(૬)
અનંતાનુબંધિ માન diદેશ નમ્રતા વિરહ પ્રયોજક કર્મ અનંતાનુબંધિ માન અનંતા સંસારના મૂલનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા અનંતભવના અનુબંધના સ્વભાવવાળા, માવજીવની સ્થિતિવાળા નરકગતિને દેનારા, સમ્યકત્વને રોકનારા, તે રીતે નમ્રતાના વિરહને પ્રેરનાર કર્મ તે અનંતાનુબંધિ માન કહેવાય છે.
- વિનય, શ્રત, શીલ તથા ત્રિવર્ગ (ધર્મ-અર્થ અને મોક્ષ) નો ઘાત કરનાર માન, પ્રાણીના વિવેક રૂપી લોચનનો (આંખનો) લોપ કરીને તેને બંધ કરી નાંખે છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુતનો મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું તીનપણું પ્રાપ્ત કરે છે. માન કષાયના- ૧૧ ભેદો પર્યાય રૂપે કહેલા છે.
માન = અભિમાન કરવું તે. મદ = મૂઢતા હૃદય કપટપણે રાખવું તે. દર્પ = અહંકાર અભિમાન કરતાં કાંઇક ફેર રૂપે જાણવાં. સ્તંભ = અનમન નમાર ન કરવો તે. આત્મોત્કર્ષ = પોતાની બડાઇ માર્યા કરવી.
ગર્વ = અનુશય. (૭). પર પરિવાદ = બીજાની નિદા કરવી તે.
આક્રોશ = બીજાનો તિરસ્કાર કરવો તે. (૯) અપકર્ષ = (પરિભવ) અભિમાનથી પોતાના અથવા બીજાના કોઇ કાર્યથી વિરત થવું. (૧૦) ઉન્નય = અભિમાનથી નીતિનો ત્યાગ કરવો તે. (૧૧) ઉન્નામ = અભિમાનથી પ્રતિનમન = નમન ન કરવું તે એટલે કે વારંવાર નમન ન કરવું તે.
અનંતાનુબંધિ માયા ઈદક સરલતા ભાવ પ્રયોજs કર્મ અનંતાનુબંધિ માયા અનંત સંસારના મૂલનું કારણ મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભાવના અનુબંધના સ્વભાવવાળા, ચાવજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનારા, સમ્યકત્વને રોનારા, તે રીતે સરલતાના અભાવનું કારણ કર્મ અનંતાનુબંધિ માયા કહેવાય છે.
હવે માયાનું સ્વરૂપ કહે છે. અસત્યની માતા, શીલરૂપ વૃક્ષને કાપવાની ફરસી અને અવિદ્યાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયાવડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષો જગતને વંચતા પોતાના આત્માનેજ વંચે છે. રાજાઓ ખોટા ષગુણના યોગથી છળ અને વિશ્વાસઘાતવડે અર્થલોભને માટે સર્વ ગતને છેતરે છે. બ્રાહ્મણો તિલક, મદ્રા, મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઇ લોકોને ઠગે છે. માયાના ભાજન વણિક લોકો ખોટા તોલા અને માનમાપથી તથા દાણચોરી વિગરેથી ભોળા લોકોને વંચે છે. પાખંડીઓ અને નાસ્તિકો ટા, મીંજી, શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વિગેરે ધારણ કરીને શ્રદ્ધાવાળા મુગ્ધાને ઠગે છે. વેશ્યાઓ અરાગી છતાં હાવભાવ, લીલા, ગતિ અને કટાક્ષ વડે કામીજનોનું મનોરંન કરતી સર્વ જગતને ઠગે છે. ઘુતકારો તથા દુ:ખે પેટ ભરવામાં તત્પર લોકો ખોટા સોગનથી અને ખોટા નાણાથી ધનવાનને વંચે છે. જે સરલપણે આલોચના કરે છે તે સર્વ દુષ્કર્મ ખપાવે છે, અને જે કટિલપણે આલોચના કરે છે તે થોડાં દુષ્કર્મ
Page 86 of 325