________________
અનંતા સંસારના મૂલનું શરણ મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા અનંતભવના અનુબંધના સ્વભાવવાળા-ચાવજીવની સ્થિતિવાળા નરકગતિને દેનારા-સમ્યક્ત્વને રોકનારા-અનંતાનુબંધિ ક્રોધ કહેવાય છે. પ્રીતિના અભાવને ઉત્પન્ન કરનાર કર્મ અનંતાનુબંધિ ક્રોધ છે.
આ ક્રોધ નામે કષાય ઉપપાત કરનાર, વૈરનું કારણ, દુર્ગતિને આપનાર અને સમતા સુખને અટકાવનાર ભોગરૂપ છે. તે ઉત્પન્ન થતાં જ અગ્નિની પેઠે પ્રથમ પોતાના આશ્રયને તો લાગે જ છે પછી બીજાને બાળે છે અથવા નથી પણ બાળતો - આઠ વર્ષે ચારિત્ર લઇ ન્યૂન પૂર્વક્રોડ વર્ષો સુધી ચારિત્ર અને તપ કરેલું હોય તો તેને પણ ક્રોધ રૂપી અગ્નિ ક્ષણવારમાં દહન કરી નાખે છે. પૂર્વના પુણ્ય સંભારથી ભેગું કરેલું સમતા રૂ૫ દૂધ, ક્રોધ રૂ૫ વિષના સંપર્કથી (સંયોગથી) તત્કાળ અસેવ્ય એટલે ન સેવવા લાયક (ઝેર રૂપે) થઇ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી, ચારિત્ર રૂપ ચિત્રની રચના (ચિત્રશાળી) ને ક્રોધરૂપ ધુમાડો પ્રસરીને અત્યંત મલીન કરી નાંખે છે.
ક્રોધાંધ પુરૂષો પિતાને, માતાને, ગુરૂને, મિત્રને, ભાઇને અને સ્ત્રીને તેમજ પોતાના આત્માને પણ નિર્દય થઇને હણી નાંખે છે એવા ક્રોધરૂપ અગ્નિને જલ્દીથી બુઝાવવાને માટે ઉત્તમ પુરૂષોએ સંયમ રૂપ બગીચાને વિષે નીકરૂપ એક ક્ષમાનો જ આશ્રય કરવો.
- અપકાર કરનાર પુરૂષની ઉપર થયેલો ક્રોધ બીજી રીતે રોકી શકાતો નથી પણ સત્વના માહાભ્ય વડે જ રોકી શકાય છે. જો તારો એવો આશય હોય કે જે મારા અપારી છે તેની ઉપર તો હું કોપ કરીશ તો તેને નિરંતર દુ:ખ આપવામાં ખરેખરા કારણભૂત તારા કર્મની ઉપર શા માટે કોપ કરતો નથી ? શ્વાન ઢેરું નાખનારને નહીં કરવા જતાં ઢેફાને બચકાં ભરે છે. પણ કેસરી સિહ બાણને કંઇ કરતો નથી પણ બાણ નાંખનારને જ મારે છે માટે ક્રોધ કરનારે વિચાર કરવો કે જે મારાં ક્રૂર કર્મોએ પ્રેરેલો શત્રુ મારી ઉપર કોપ કરે છે તે કર્મોની ઉપેક્ષા કરીને હું બીજા પર ક્રોધ કરું છું તેથી ખરેખર હું શ્વાનની રીતિનોજ આશ્રય કરું છું.
ક્રોધાંધ મુનિ અને પ્રચંડ ચંડાળ તે બેની વચ્ચે કાંઇપણ અંતર નથી. તેથી સારી બુધ્ધિવાળા પુરૂષ સર્વ ઇન્દ્રિયોને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કોપ રૂપી સર્પને ક્ષમારૂપી જાંગુલી વિદ્યાવડે જીતી લેવો.
ક્રોધનાં બીજા પર્યાયવાચી દશ નામો છે.
(૫)
(૧) ક્રોધ - જેથી કૃત્યા કૃત્યનું ભાન ન રહે તે.
કોપ - સ્વભાવથી ચલિત થવાય તે. (૩) રોષ - ક્રોધની પરંપરા ચાલે છે.
દ્વેષ - પોતાને કે બીજાને જેનાથી દૂષણ અપાય તે. અક્ષમા - સહન શીલતા ન રહે તે. સંજ્વલન - વારંવાર ક્રોધથી અંતરમાં બળાપો કર્યા કરવો તે.
hહ - મોટેથી બૂમ પાડીને બોલવું તે. (૮)
ચાંડિક્ય - રૌદ્ર સ્વરૂપે આકાર બનતાં રહે તે.
લંડન - લાકડીથી લડ્યા કરવું તે. (૧૦) વિવાદ - વિરોધથી પક્ષ-પ્રતિપક્ષ ભાવને ગ્રહણ કરીને બોલવું તે.
Page 85 of 325