________________
દુર્ભાગ્ય-અયશકીતિ-નીચગોત્ર આદિ નામ કર્મ પણ આપે છે. એથી તે તે પાપ મેદોમાં અતિ વ્યાપ્તિ ન જાય માટે દુઃખ વિશેષ શબ્દ મૂક્યો છે. આથી એ અર્થ નીકળે છે કે ઉદર શીર્ષ એટલે માથું વગેરે આદિના શુલ, ભગંદર, કાસ, શ્વાસ, જવરાદિથી થતાં વિશેષ દુઃખો લેવા કે જેથી અશાતા વેદનીયનું લક્ષણ બીજા પાપ તત્વમાં જઇ ન શકે. મિથ્યાત્વ મોહનીય કર્મ
જો આ ભેદનો નાશ થાય તો જ જીવનો અનંતા પુદગલ પરાવર્તનાત્મક સંસાર કપાઈ જાય છે. વધારેમાં વધારે જો જીવનો સંસાર બાકી રહે તો અર્ધપુદગલ પરાવર્તન કાળ જેટલો જ બાકી રહે. અનાદિ સંસાર રૂપ આ મજબુત મહાલયની સ્થાયી સ્થિતિ મિથ્યાત્વ રૂપ સ્તંભના (થાંભલાના) આધારે છે. જો કે આ સંસાર રૂપ પ્રાસાદ (મહેલ) મિથ્યાત્વ -અવિરતિ-કષાય અને યોગ એ ચાર સ્તંભોથી (થાંભલાથી) સ્થિર મનાય છે. એ છતાં તેને મુખ્ય સ્તંભ કહીએ તો અતિશયોકિત નથી કારણકે મિથ્યાત્વનો સ્તંભ તૂટતાં આખો સંસાર પ્રસાદ જમીન દોસ્ત થઇ જાય છે. બાકીના ત્રણ સ્તંભોને સ્થિર રહેવાની શકિત મિથ્યાત્વ જ અર્પણ કરતું હતું. આથી સિદ્ધ થયું કે પાપની સમસ્ત એટલે સઘળી પ્રકૃતિઓમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જ ભારેમાં ભારે (જબરસ્ત) પાપ પ્રકૃતિ છે. કે જ અનંત કાળથી અનંતા સંસારમાં રખડાવે છે. લક્ષણ
તત્વાર્થ શ્રધ્ધા પ્રતિબન્ધકં કર્મ મિથ્યાત્વ મોહનીયમ્ |
વાસ્તવિક અર્થોની શ્રધ્ધાને રોક્નાર કર્મને મિથ્યાત્વ કર્મ કહેવાય છે. અને એ બીજા તમામ પાપ પ્રકારોની જડ છે.
છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા કરાવે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયક રૂપે બુધ્ધિ પેદા કરાવે તે મિથ્યાત્વ કહેવાય છે.
સામાન્ય રીતે આ મિથ્યાત્વના બે ભેદો છે.
(૧) લૌકિક મિથ્યાત્વ અને (૨) લોકોત્તર મિથ્યાત્વ (૧) લૌકિક મિથ્યાત્વ :- ઇતર દર્શનના દેવ દેવીની દેવ તરીકેની માનતા રાખવી. ઇતર સન્યાસીઓની ગુરૂ તરીકેની માનતા રાખવી અને ઇતર ધર્મને ધર્મની બુધ્ધિથી માનતા માનીને સેવન કરતાં આલોક્ના સુખની ઇચ્છાથી, આવેલા દુ:ખોના નાશની ઇચ્છાથી અને પરલોકના સુખોની ઇચ્છાથી માનવા તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. (૨) લોકાર મિથ્યાત્વ :- જૈન શાસનનાં અરિહંત દેવ-તેમની આજ્ઞાથી વિચરતાં સુગુરૂઓને તથા તેમણે કહેલા ધર્મને આલોક્ના સુખના પદાર્થોની ઇચ્છાથી, આ લોકમાં આવેલા દુ:ખોના નાશની ઇચ્છાથી તથા પરલોકના સુખોની ઇચ્છાથી માનતા માની સેવવા એ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વના ઉદયકાળથી અભવ્ય-દુર્ભવ્ય. ભારે કર્મી ભવ્ય જીવો ધર્મની આરાધના કરનારા હોય છે.
જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ભાવથી સાડાનવપૂર્વનું જ્ઞાન ભણે છે છતાં તે જ્ઞાન પોતાના આત્માને માટે, આ મિથ્યાત્વના કારણે અજ્ઞાન રૂપે પરિણમે છે. અનંdigબંધિ ક્રોધ
અનન્તાનુબધેિનશ્રાનંત સંસાર મૂલ નિદાન મિથ્યાત્વ હેતુકા અનન્તભાવાનુબન્ધ સ્વભાવ: આ જન્મ ભાવિનો નરકગતિ પ્રદાયિન: સમ્યકત્વ ઘાતિન: એવં ભૂત પ્રીત્યભાવોત્પાદક કર્માનન્તાનુબલ્પિ ક્રોધ: |
Page 84 of 325