________________
એક શો ભોગ્ય ભોગો યથા કસમાદય: I અનેક શો ભોગ્યમુપ ભોગો યથા વનિતા દર્ય: I
એક્વાર ભોગવવામાં આવનારી વસ્તુઓ ભોગ કહેવાય છે. જેમ કસમ વગેરે અને અનેક વખત ભોગવવામાં આવતી વસ્તુઓ ઉપભોગ કહેવાય છે. જેમ સ્ત્રી વગેરે.
એકવાર ભોગવવા યોગ્ય જે પદાર્થો લાભાન્તરાયના ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થયેલ હોય છતાંય જીવો તે ભોગવી ન શકે એટલે તે ભોગવવામાં અંતરાય નડે અને તેવી જ રીતે વારંવાર ભોગવવા યોગ્ય પદાર્થો લાભાંતરાયના ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થયા હોય છતાંય જીવો તેને ભોગવી ન શકે તેમાં અંતરાય પ્રાપ્ત થયા કરે તે કર્મોને ભોગાંતરાય અને ઉપભોગવંતરાય કર્મો કહેવાય છે. ભવાંતરમાં એટલે ભૂતકાળમાં કોઇ કોઇ જીવોને ભોગવવામાં તથા વારંવાર ભોગવવામાં અંતરાય કરેલો હોય તેના કારણ આ ભવમાં એ કર્મો ઉદયમાં આવતાં જીવને અંતરાય નડતો હોય છે. (૫) વીચારાય કર્મ
પીનાંગસ્વાપિ કાર્યકાલે સામર્થ્ય વિરહપ્રયોજકે કર્મ વીર્યાન્તરાય: I
પુષ્ટ એવા પણ મનુષ્યને કાર્ય વખતે શકિતના અભાવને કરનારૂં કર્મ વીર્યાન્તરાય કહેવાય છે. નિર્બળ હોવાથી વીર્ય શકિત નથી એમ કોઇ ન માને એટલે પીનાંગસ્યાપિ પદ મુક્યું છે. વળી કાર્ય ન હોય તો વીર્યવાળા પણ તેનો પ્રયોગ કરતાં નથી તેટલા માટે કાર્યકાલે પદ મુક્યું છે.
આ વીર્ય શકિત ત્રણ પ્રકારની હેલી છે. નિરોગી શરીર છતાં-યુવાન છતાં-બળવાન હોય છતાં-સંસારીક કાર્યો ન કરી શકે તે બાળ વીર્યાન્તરાય કર્મ. દેશવિરતિના પાલનની ચાહના હોવા છતાં પાલન નકરી શકે તે બાલપંડિત વિયંતરાય કર્મ કહેવાય છે અને સમ્યગ્દષ્ટિ સાધુ મોક્ષની ચાહના રાખતો છતો પણ તે માટેની જે ક્રિયાઓ તે ન કરી શકે તે પંડિત વિયંતરાય કહેવાય છે. નીચય કર્મ
ાતને અમાપ પરિતાપ પમાડનાર નીચગોત્રને વર્ણવ્યું છે. આ કુળમાં પેદા થવાથી જીવને અનેક તરેહનાં એટલે અનેક પ્રકારનાં કષ્ટો અનુભવવા પડે છે. આ વાતની સાબીતિ ચિત્ર અને સંભૂતના દ્રષ્ટાંતથી આપણને સારી રીતે મળે છે. મહાન ત્યાગમાં ઝૂલી રહેલી એવી આ વ્યકિતઓ ઉપર પણ નીચ કુળમાં જન્મ આપનાર નીચ ગોત્ર નામનો ભેદ ભયંકર તિરસ્કાર ઉત્પન્ન કરાવે છે તેનું લક્ષણ આ પ્રમાણે
નીચકુલ ન્મ નિદાને તિરસ્કાર ઉત્પાદક કર્મ નીચે ગોત્રમ્ | નીચ કુળમાં જન્મના કારણરૂપ અને તિરસ્કાર પેદા કરનાર કર્મ નીચગોત્ર તરીકે કહેવાય છે.
જો તિરસ્કાર ઉત્પાદક કર્મ નીચૅર્ગોત્રમ્ એમ કહીએ તો દુર્ભાગ્ય અયશકીતિ આદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે નીચકુલ જન્મ નિદાનમ્ એ વિશેષણ આપવામાં આવ્યું છે અને જો કેવલ વિશેષણ જ મૂકીએ તો ગત્યાદિ કર્મમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે વિશેષણ પદ મુકયું છે. આથી આની વ્યાખ્યા કરી છે કે અધર્મ અને અનીતિના કારણથી જે કુલની ચિરકાળ પ્રસિધ્ધિ થયેલ હોય તે નીચગોત્ર કર્મથી થયેલ કહેવાય છે. અશidi વેદળીયા
દુ:ખ વિશેષની પ્રાપ્તિનું કારણ કર્મ અશાતાવેદનીય કહેવાય છે. ઉપરના લક્ષણમાં દુ:ખ વિશેષોપલબ્ધિ કારણે કર્મ અશાતા વેદનીયમ |
કેવલ દુ:ખ શબ્દ ન મૂકતા વિશેષ શબ્દની સાથે મૂક્યો છે. તેનો હેતુ એ છે કે દુ:ખતો
Page 83 of 325