________________
ન સમજે તે માટે અસમવધાન નામનું બીજું વિશેષણ મુક્યું છે.
દાન દેવાની સામગ્રી છે. આપે તો ખૂટે નહિ એ રીતની સામગ્રી પાસે છે. સામે સુપાત્ર પણ છે. છતાં પણ દાન દેવાની રૂચિ પેદા ન થાય- આપવાનું મન પણ ન થાય તે દાનાંતરાય કર્મ કહેવાય છે. આ દાનાંતરાયને તોડવા માટે આગળના કાળમાં એવો પુરૂષાર્થ શેઠીયાઓ કરતાં હતાં કે જે કોઇ કામ કરવા જેવું લાગે તે બીજા સ્નેહી સંબધી કે મિત્ર વર્ગને કહી દે તને ઠીક લાગે તે પ્રમાણે તું કામ કરી લેજે. જેમકે સાધર્મિક વાત્સલ્ય-સુપાત્ર ને વિષે- અનુકંપાને વિષે-જીવદયાને વિષે કે સાત ક્ષેત્રોમાંથી જેમાં જરૂર હોય તેમાં લાભ લેજે અને પછી મને જે બીલ થાય તે આપી દેજે તેમાં હું ક્યાય કાપકૂપ કરીશ નહિ. કારણકે હું પોતે તે જોઇ શકતો નથી અને મારાથી ખર્ચી શકાતું નથી. તો આ રીતે કરતાં કરતાં મારો દાનાંતરાય જે છે તે તૂટી જાય અને હું દાન દેતો થાઉં એ માટે આ રીતે પણ પ્રયત્ન કરતા હતા.
આવી પ્રવૃત્તિથી પણ દાનાંતરાય તૂટી શકે છે. જ્ઞાનીઓ કહે છે કે સારા ભાવથી જો ખર્ચેલ હશે તો એવું પુણ્ય બંધાય છે કે જે પુણ્ય અહીં ઉદયમાં આવીને પણ સમૃધ્ધિ વધારે છે અને તે સમૃધ્ધિના કાળમાં વિરાગભાવ પેદા થવા દેતો નથી. (૧) લાભicરાય કર્મ
સમ્યગુયાચિતેડપિ દાસકાશા દલાભ પ્રયોજકે કર્મ લાભાન્તરાય: I
ભલી પ્રકારે યાચના કરે છે તે પણ દાતારથી લાભના અભાવને પ્રેરણા કરનારુકર્મ તે લાભાંતરાય કહેવાય છે. લાભનો અભાવ સર્વને અનિષ્ટ છે માટે આ પાપ પ્રકૃતિ છે. કોઇ એમ ન સમજે કે માગનારને યાચતાં નહોતું આવડતું માટે ન મળ્યું. તેટલા માટે લક્ષણમાં સમ્યગુયાચિતે એ વિશેષણ મુકવામાં આવ્યું છે. લાભ મલવાનો પુરો વિશ્વાસ હોય બધે જ બરાબર લાગતું હોય જ્યાં હાથ નાંખે ત્યાંથી જરૂર મલે એવું લાગતું હોય છતાંય આ કર્મના ઉદયથી જ્યાં જ્યાં હાથ નાંખવા જાય ત્યાં ત્યાં લાભ નજીક આવવાને બદલે દૂર દૂર થતો જાય અને ઉપરથી નુકસાન વધતું જાય તે લાભાન્તરાય કર્મ કહેવાય છે. આજે મોટો ભાગ આ કર્મના ઉદયથી રીબાય છે. આ કર્મને દૂર કરવા પ્રયત્ન કરતાં જાય છે તેને માટે જે ઠીક લાગે તે કરવા તૈયાર થાય છે. જે કોઇ જે બતાવે તે બધોજ પ્રયત્ન કરે છે છતાંય ધાર્યા લાભની સફળતાને બદલે નુકશાન થતું જાય એમ પણ બને છે. પણ જીવોને ખબર નથી કે ભૂતકાળમાં કોઇનો લાભ ઝુંટવી લીધો હશે ? બીન હજું પડાવી લીધું હશે ? કોઇને લાભ મળતો દેખાય તો તેને લાભ ન થાય એવા પ્રયત્નો
ર્યા હશે ? માટે આ અંતરાય ઉદયમાં આવ્યો છે માટે તેને સમતા રાખી સારી રીતે વેઠી લઇશ તોજ કલ્યાણ થશે. એ રીતે પ્રયત્ન કરવાથી લાભાંતરાય તુટી જાય છે માટે આ કર્મને તોડવામાં બીજા પ્રયત્નો કરવા કરતાં સમતા ભાવ રાખી પ્રયત્ન કરવો હિતાવહ છે. આવા કર્મનો ઉદય તે લાભાંતરાય કહેવાય છે. (૩) લોમાક્તરાય કર્મ
(૪)ઉપભોગાન્તરાય કર્મ અનુપમત અંગચાપિ સ સામગ્રી કસ્યાપિ ભોગ અસામર્થ્ય હેતુ: કર્મ ભોગાન્તરાય: I
સકલ અંગોપાંગ સહિત સક્લ સામગ્રી સહિત એવા પુરૂષમાં પણ ભોગના અસામર્થ્યનું કારણ કર્મ ભોગાન્તરાય કહેવાય છે. આ લક્ષણમાં અંગોપાંગની ખામી અથવા સામગ્રીનો અભાવ હેત રૂપે નથી એમ બતલાવવા બે વિશેષણો મૂક્યા છે. આથી સિદ્ધ થાય છે કે કેવળ ભોગાંતરાય કર્મ જ ભોગની અસમર્થતામાં પ્રેરક છે.
સક્લ અંગોપાંગ સહિત સકલ સામગ્રી સહિત એવા પુરૂષમાં પણ ઉપભોગના અસામર્થ્યનું કારણ કર્મ ઉપભોગાન્તરાય કહેવાય છે.
Page 82 of 325