________________
છે.
આ નિદ્રાનો ઉદયકાળ જ્યાં સુધી પ્રમાદ હોય છે ત્યાં સુધી જ હોય છે માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી આનો ઉદય હોય છે. આ નિદ્રાના ઉદયકાળ વાળા જીવોને જ્ગાડતા ઘણી મહેનત પડે છે. જલ્દીથી ઉઠી શકતા નથી. વારંવાર ગાડવાનો પ્રયત્ન કરાય ત્યાર બાદ આ જીવો નિદ્રામાંથી જાગી શકે છે. ગીતાર્થ ગુરૂ ભગવંતોને આવી નિદ્રા હોતી નથી. જેના અંતરમાં સ્વાધ્યાયનો રસ પેદા થઇ જાય તે રસના કારણે ભણેલું યાદ રાખવા માટે જેટલો વિશેષ પ્રયત્ન થાય તેનાથી આ નિદ્રા ઓછી થઇ શકે છ.
પ્રચલા
ઉપવિષ્ટસ્ય ઉત્થિતસ્ય વા ચૈતન્યા વિસ્પષ્ટતા પાદક કર્મ પ્રચલા ।
બેઠેલા તથા ઉભેલાના ચૈતન્યની અવિસ્પષ્ટતાને પેદા કરનાર કર્મ તે પ્રચલા કહેવાય છે.
નિદ્રાના ઉદય કરતાં આ નિદ્રા કાંઇક વિશેષ રૂપે ગણાય છે. કારણકે બેઠા બેઠા કે ઉભા ઉભા જ્યારે આ નિદ્રાનો ઉદયકાળ પેદા થાય છે ત્યાર જીવોનો જે ઉપયોગ ચાલતો હોય છે તે સદંતર નષ્ટ કરી નાંખે છે અને જરાક વારમાં ઉંઘ ઉડી જાય એટલે શું વિષય ચાલે છે-ક્યાં છું એની ખબર પણ પડતી નથી. જ્યારે નિદ્રાના ઉદયકાળમાં જીવને ધીમે ધીમે નિદ્રાના કેફની અસર થાય છે. આ નિદ્રાનો ઉદયકાળ નિદ્રાના ઉદયકાળની જેમ જાણવો.
પ્રચલા - પ્રચલા
ચંક્ર્મમાણસ્ય ચૈતન્યાવિસ્પષ્ટતા પાદર્ક કર્મ પ્રચલા પ્રચલા ।
ચાલતા પ્રાણીના ચૈતન્યને ગુમ કરનાર કર્મ પ્રચલા પ્રચલા વ્હેવાય છે.
ચાલતા ચાલતા જીવોને ઉંઘ આવે એ ઉંઘના કારણે જીવના જ્ઞાન અને દર્શનનો ઉપયોગ આવરણ રૂપે કરે છે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. છ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. પ્રચલાના ઉદય કરતાં આ તીવ્રરૂપે ગણાય છે.
થીણધ્ધી - અથવા સ્થાન ધિ
જાગૃદવસ્થાધ્યવસિતાર્થ સાધન વિષય સ્વાપાવસ્થા પ્રયોજકં કર્મ સ્થાનધ્ધિ: ।
જાગતિ વખતે વિચારેલા અર્થ સાધનનો વિષય કરનાર નિદ્રા અવસ્થાનું પ્રેરક કર્મ ત્યાનધ્ધિ
કહેવાય.
જે નિદ્રાનો ઉદય કાળ, જાગૃતવસ્થામાં વિચારેલ વિચારનું કાર્ય પૂર્ણ થયેલ ન હોય અને રાતના તે વિચારમાં સુઇ જાય તો તેવા જીવો આ નિદ્રાના ઉદયકાળમાં ઉભા થઇ તે કાર્ય પૂર્ણ કરી આવે તે સ્ત્યાનધ્ધિ નિદ્રા કહેવાય છે. આ નિદ્રાના ઉદયકાળમાં પોતાના બળ કરતાં આઠગણું બળ પેદા થાય છે. આ નિદ્રાના ઉદયવાળા જીવો પ્રાય: કરીને નરક્શામી હોય છે એટલે નરકે જ્વાવાળા હોય છે. અંતરાય કર્મનું વર્ણન
તેના પાંચ ભેદો છે.
(૧) દાનાન્તરાય ક
સામગ્રી સમવધાના સમવધાને સતિ દાન સામર્થ્ય ભાવ પ્રયોજકં કર્મ દાનાન્તરાય:।
સામગ્રી સમવધાનમાં અથવા અસમવધાનમાં દાન સામર્થ્યના અભાવને પ્રેરનારૂં કર્મ દાનાન્તરાય કહેવાય છે. સામગ્રી ન હોવાથી નથી આપતો એમ કોઇ ન સમજી લે એટલા માટે લક્ષણમાં સામગ્રી સમવધાન એ વિશેષણ મુક્વામાં આવ્યું છે અને સામગ્રીના અભાવવાળામાં દાનાન્તરાય નથી એમ કોઇ
Page 81 of 325