________________
છદમસ્થ જીવાને અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તેની પહેલા સામાન્ય બોધ રૂપે અવધિદર્શનનો ક્ષયોપશમ ભાવ અવશ્ય પેદા થાય છે. તેનાથી ગતમાં રહેલા રૂપી દ્રવ્યોને સામાન્ય બોધથી જાણી શકે છે. તે આત્મ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. આ ક્ષયોપશમ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યામાં મનુષ્યોને અને તિર્યંચોને થાય છે તે ક્ષયોપશમ ભાવને આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અવધિજ્ઞાનની જેમ અવધિદર્શનનાં પણ અસંખ્યાતા ભેદો થાય છે.
કેવલદર્શનાવરણીય સમસ્ત લોકાલોક વતિમૂર્તામૂર્ત દ્રવ્ય વિષયક ગુણ ભૂત વિશેષ સામાન્ય રૂ૫ પ્રત્યક્ષ પ્રતિરોધક કર્મ કવલ દર્શનાવરણમ્
સક્લ લોક અને અલોકમાં રહેલ મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને વિષય કરનાર તથા વિશેષ ધર્મોને ગૌણ કરનાર અને સામાન્ય ધર્મોને પ્રધાનપણે જોનાર પ્રત્યક્ષ જ્ઞાનને રોક્નાર કર્મ કેવલ દર્શનાવરણ કહેવાય.
જીવને ચારઘાતી કર્મોનો ક્ષય થતાં પહેલા સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ હોય છે અને બીજા સમયે કેવલ દર્શનનો ઉપયોગ હોય છે. આ રીતે સાદિ અનંતકાળ સુધી કેવલજ્ઞાન- કેવલદર્શનનો ઉપયોગ ચાલ્યા જ કરે છે. કેવલજ્ઞાનમાં દેખાતાં પદાર્થો કેવલદર્શનનાં કાળમાં જ્ઞાનને એટલે વિશેષ જ્ઞાનન ગૌણ કરી સામાન્યપણાની પ્રધાનતા રાખીને સામાન્યપણે જે દેખાય તે કેવલદર્શન કહેવાય. એ દર્શનને આવરણ કરનાર કર્મને કેવલદર્શનાવરણ કર્મ કહેવાય છે.
નિદ્રા - ચૈતન્યાવિસ્પષ્ટતા માદક સુખ પ્રબોધ યોગ્યવસ્થા જનકે કર્મ નિદ્રા I. ચૈતન્યને દબાવનાર સુખથી ગાવવા લાયક અવસ્થાને ઉત્પન્ન કરનાર કર્મ નિદ્રા કહેવાય છે.
ચૈત્યજને દબાવનાર એટલે જીવ જ્ઞાન અને દર્શનનો ઉપયોગવાળો અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત રૂપે જે રહે છે તે ઉપયોગને દબાવનાર એટલે તંદ્રા રૂપે સુષમ અવસ્થા રૂપે ઉપયોગને બનાવવો તે દબાવનાર કહેવાય છે. છતાંય એ સુષુપ્ત અવસ્થામાંથી જલ્દી જાગી જવાય અર્થાત્ ત સુષુપ્ત અવસ્થા જલ્દી નાશ કરી શકાય એવી જે અવસ્થા તે નિદ્રા કર્મ કહેવાય છે.
આ નિદ્રાનો ઉદય બારમા ગુણસ્થાનના ઉપાત્ય સમય સુધી કહેલો છે. મતાંતરે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરનાર જીવને આનો ઉદય હોતો નથી પણ ઉપશમ શ્રેણિવાળા જીવોને ઉદય હોય છે. એમ કેટલાક આચાર્યો કહે છે. આથી અગ્યાર ગુણસ્થાનક સુધી આ નિદ્રાનો ઉદય ગણાય છે.
આ નિદ્રાના ઉદય કાળને નાશ કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓને, છેલ્લે ભવે સંયમનો સ્વીકાર કરે છે ત્યારે અભિગ્રહ હોય છે કે જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પગ વાળીને બેસવું નહિ. એટલે કે પલાઠી વાળીને બેસતા નથી. આથી શ્રી ઋષભદેવ ભગવાન ને એક હજાર વરસ સુધીના સંયમ પર્યાયમાં ખડે પગે રહી માત્ર એક અહોરાત્ર એટલે ચોવીશ ક્લાની નિદ્રા આવી ગઇ હતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને સાડા બાર વરસના સંયમ પર્યાયમાં એક અંતર્મુહૂર્ત એટલે અડતાલીશ મિનિટની ઉંઘ એટલે નિદ્રા આવી ગઈ હતી તે પણ ઉભા ઉભા જેટલો કાળ ઝોકું આવેલ હોય તે ભેગા કરીને ગણતરી કરતાં એટલી નિદ્રા થાય તો આ દોષને કાઢવા આટલો પુરૂષાર્થ કરવો પડે તો આપણી સ્થિતિ શું એ વિચાર કરવા જેવો છે.
નિદ્રા નિદ્રા - ચૈતન્યાવિસ્પષ્ટતા પાદકં દુ:ખ પ્રબોધ્યાવસ્થા હેતુ: કર્મ નિદ્રાનિદ્રા | ચૈતન્યને આક્રમણ કરનાર દુ:ખથી જગાડવા લાયક અવસ્થાનું હેતુભૂત કર્મ તે નિદ્રા નિદ્રા કહેવાય
Page 80 of 325