________________
સંયોગ થતો સદંતર અટકી જાય છે. પછી સયોગી કર્મ પુદ્ગલોનો નાશ કરી જીવ સંપૂર્ણ કર્મ રહિત બની સિધ્ધાવસ્થા રૂપે બને છે.
દર્શના વરણીયક્મ - ચક્ષુદર્શનાવરણીય
ચક્ષુષા સામાન્ય અવગાહિ બોધિ પ્રતિરોધકં કર્મ ચક્ષુ દર્શના ચક્ષુથી ઉત્પન્ન થનારા સામાન્ય બોધને રોક્વાર કર્મ ચક્ષુદર્શનાવરણ હેવાય છે.
વરણમ્ ।
સામાન્ય રીતે દરેક જીવોને પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ સત્તામાં લબ્ધિ રૂપે રહેલો હોય છે. તેમાંથી જ્યારે જીવો ચઉરીન્દ્રિય કે પંચેન્દ્રિય પણાને પ્રાપ્ત કરે ત્યારે તે જગતમાં રહેલા પદાર્થોને જોઇ શકે એવો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે ઉપયોગ રૂપે કામ કરતો હોય છે. એ બોધ પેદા થવામાં અંતરાય કર્મ (આવરણ કરનાર કર્મ) તે ચક્ષુ દર્શનાવરણીય.
ચઉરીન્દ્રિય જીવોનાં ક્ષયોપશમ ભાવથી શરૂ કરીને બારમા ગુણસ્થાનના અંત સમય સુધી ક્ષયોપશમ ભાવ હોય છે તે ઘન્યથી ઉત્કૃષ્ટ સુધી તે રૂપે ગણાય છે. બાકીના જીવોને પહેલા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનક સુધી મધ્યમ ગણાય છે.
આ ક્ષયોપશમ ભાવથી ગતમાં રહેલા રૂપી પુદ્ગલોને જોઇને આત્મામાં સામાન્ય બોધ એટલે (જ્ઞાન) પેદા કરાવનાર થાય છે. એ જ્ઞાનથી પુદ્ગલોમાં રાગ, દ્વેષ વધારે પેદા કરીને પાછો એ ક્ષયોપશમનો નાશ પણ કરી શકે છે અને સંખ્યાત-અસંખ્યાત અને અનંતોકાળ ક્ષયોપશમ-ભાવ ન થાય અને રૂપી દ્રવ્યોનાં દર્શન પેદા ન થાય એવું કર્મ બાંધી જન્મ મરણ કર્યા કરે છે જેમકે તલાવમાં રહેલ દેડકો પૂનમના દિવસે તળાવના પાણી ઉપરનું લીલુનું પડળ ખસી જ્વાથી ચંદ્રમાના દર્શન કરી આનંદ પામ્યો અને પોતાના પરિવારને દર્શન કરાવવા તેડવા માટે ગયો પણ હવાના કારણે લીલનું પડળ પાણી ઉપર ફરી વળવાથી તે જગ્યા ભૂલી જ્વાથી ફરીથી પાછો ક્યારે દર્શન પામે ? એની જેમ સમજવું. અચક્ષુ દર્શનાવરણીય
તભિન્ન ઇન્દ્રિયેણ મનસા ચ સામાન્ય અવગાહિ બોધ પ્રતિરોધકં કર્મ અચક્ષુદર્શનાવરણમ્ | ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયો અને મનવડે ઉત્પન્ન થતાં સામાન્ય જ્ઞાનને રોક્વાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહ્યું છે પૂર્વોકત દર્શનાવરણીયના વ્યવચ્છેદના માટે તભિàતિ પદ સમવું.
ચક્ષુ સિવાયની બાકીની સ્પર્શના-રસના-ઘાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિયોનાં ક્ષયોપશમ ભાવની તરતમતા પેદા થાય છે તેમાં અંતરાય એટલે આવરણ કરનાર કર્મ તે અચક્ષુદર્શનાવરણીય હેવાય. એકેન્દ્રિય જીવોથી સ્પર્શેન્દ્રિયના ક્ષયોપશમથી બારમા ગુણસ્થાનકના અંત સુધી ક્ષયોપશમ ભાવ હોય છે.
બેઇન્દ્રિય જીવોથી-રસનેન્દ્રિય જીવોથી બારમાના અંત સુધી. તેઇન્દ્રિય જીવોથી ઘાણેન્દ્રિય ના ક્ષયોપશમથી બારમાના અંત સુધી. ચઉરીન્દ્રિય જીવોથી ચક્ષુરીન્દ્રિયના ક્ષયોપશમથી અને પંચેન્દ્રિય જીવોને થ્રોન્દ્રિયના ક્ષયોપશમથી બારમાના અંત સુધી ક્ષયોપશમ ભાવની તરતમતા હોય છે એ ક્ષયોપશમને આવરણ કરનાર કર્મ તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
અવધિદર્શનાવરણીય
મૂર્ત દ્રવ્ય વિષયક પ્રત્યક્ષ રૂપ સામાન્ય અર્થ ગ્રહણ આવરણ હેતુ:કર્મ અવધિદર્શનાવરણમ્ । મૂર્ત દ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષ રૂપ સામાન્ય અર્થના ગ્રહણમાં આવરણના હેતુરૂપ ર્ક્સ અવધિ દર્શનાવરણ વ્હેવાય છે. અહીં પણ પૂર્વની માફક માત્રપદ સમજ્યું .
Page 79 of 325