________________
ત્યાર પછી ૪૪૦૧ થી ૫૪૦૦ સુધીની સંખ્યાવાળી વર્ગણાઓ શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે. પ૪૦૧ થી શરૂ કરી પપ૦૦ સુધીની વર્ગણાના પુદ્ગલો શ્વાસોચ્છવાસ વર્ગણાને ગ્રહણ યોગ્ય બને છે.
ત્યાર પછી પ૫૦૧ થી ૬૫૦૦ સુધીની સંખ્યાવાળી જે વર્ગણાઓ થાય તે ભાષા ને અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલો રૂપે ગણાય છે. અને ૬૫૦૧ થી ૬૬૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે ભાષા વર્ગણાઓ ભાષા ગ્રહણ યોગ્ય રૂપે બને છે. આ વર્ગણાઓના પગલો બેઇન્દ્રિય જીવોથી શરૂ થાય-ભાષા રૂપે પરિણમાવે અને વિસર્જન કરે છે. એ વિશ્લેન્દ્રિય જીવો અને સમુચ્છિમ પંચેન્દ્રિય જીવો એ ભાષા વર્ગણાના પુદગલો ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવે છે અને વિસર્જન કરે છે તે પુદગલોને કેવલી ભગવંતો જોઇ શકે છે પણ શબ્દ રૂપે વ્યકત એટલે પ્રગટ કરી શકતા નથી.
ત્યાર પછી ૬૬૦૧ થી ૭૬૦૦ સુધીની સંખ્યા જેટલી વર્ગણાઓ જે થાય તે મન અગહણ યોગ્ય વર્ગણા રૂપે થાય છે. જ્યારે ૭૬૦૧ થી ૭૭૦૦ સુધીની વર્ગણાઓ થાય તે મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આપણે અત્યારે વિચાર કરવા માટે જે પુગલોને ગ્રહણ કરીએ છીએ તે આ વર્ગણાના પુદગલો ગ્રહણ કરી વિચાર રૂપે પરિણાવી વિસર્જન કરીએ છીએ. તે પુદગલો વિચાર રૂપે પરિણમે છે તે અનુભવીએ છીએ પણ તે પુદગલોને જોઈ શકતા નથી.
ત્યાર પછી ૭૭૦૧ થી ૮૭૦૦ સુધીની જે વર્ગણાઓ થાય છે તે કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે ગણાય છે. જ્યારે ૮૭૦૧ થી ૮૮૦૦ સુધીની જેટલી વર્ગણાઓના પુદગલો થાય છે તે કાર્મણ ગ્રહણ યોગ્ય રૂપે બને છે અને તે પગલોને જીવો ગ્રહણ કરીને સાતકર્મ રૂપે કે આઠ કર્મ રૂપે પરિણામ પમાડે છે. આ રીતે જીવો છેલ્લી આ કાર્પણ વર્ગણાના પુદગલોને સમયે સમયે ગ્રહણ કરતા જ જાય છે.
એકેન્દ્રિય જીવો આ આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાના પગલોમાંથી ઔદારિક ગ્રહણ યોગ્ય. શ્વાસોચ્છવાસ-તૈક્સ અને કાર્મણ ગ્રહણ યોગ્ય એમ ચાર વર્ગણાઓના પુદગલોને સમયે સમયે ગ્રહણ કરતાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય-અસત્રી પંચેન્દ્રિય જીવો ઔદારિક-તૈક્સ-શ્વાસોચ્છવાસ-ભાષા અને કાશ્મણ ગ્રહણ યોગ્ય એમ પાંચ ગ્રહણ યોગ્ય વર્ગણાઓના પુદગલોને ગ્રહણ કરતાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
સન્ની મનુષ્યો અને તિર્યંચો-દારિક-તૈસ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન અને કર્મણ એમ છ વર્ગણાઓનાં ગ્રહણ યોગ્ય પગલોને ગ્રહણ કરી કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે અને તેમાં કેટલાક જીવો વૈક્રીય લબ્ધિને પ્રાપ્ત કરી વૈક્રીય શરીર બનાવતી વખતે વૈક્રીય વર્ગણાઓના પુદગલોને પણ ગ્રહણ કરતાં જાય છે અને કેટલાક ચૌદપૂર્વી મનુષ્યો આહારક લબ્ધિ પેદા કરીને આહારક વર્ગણાના પગલોને ગ્રહણ કરી આહારક શરીર બનાવતા જાય છે.
દેવતા અને નારકીના જીવો વૈકીય-તૈક્સ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન અને કર્મણ એમ છ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુગલોને ગ્રહણ કરી પોતાનું જીવન જીવતાં જાય છે.
આ રીતે અનાદિકાળથી ભટકતાં જીવો પુગલોની પરવશતાથી શકિત પેદા કરી શક્તિને ક્ષીણ કરી જન્મ મરણ કર્યા જ કરે છે. જ્યારે જીવ પોતાના સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપને પેદા કરે એટલે સજ્જ કર્મથી રહિત બને ત્યારે પુગલોની સહાય વગર જીવન જીવી શકે. તેરમાં ગુણ સ્થાનક સુધી જીવો મુગલોની સહાયથી જીવે છે જ્યારે યોગનો નિરોધ કરી અયોગી બને છે ત્યારે કર્મનો સંયોગ એટલે પુગલનો
Page 78 of 325