________________
હવે સાતમું જે અનંતાનંતુ છે તેનાથી અનંત ગુણા અધિક સંખ્યા જેટલા આઠમા અનંતાની સંખ્યા જેટલા ગતમાં ભવ્ય જીવો હોય છે.
એક કંદમૂળના, સોયના અગ્રભાગ ઉપર લીધેલ ક્ર્મમાં કે જે આંખેથી જોઇ શકાય છે તે ણમાં તેમાં અસંખ્યાતા શરીરો રહેલા છે તે દરેક એક એક શરીરને વિષે આઠમા અનંતાની સંખ્યા જેટલા ભવ્ય જીવો રહેલા હોય છે. આખા બટાકામાં પણ આઠમા અનંતા જેટલા ભવ્ય જીવો હોય છે કારણકે આ અનંતાના અનંતા ભેદો હોય છે.
માટે કહેવાય છે કે એક પાણીના ટીપામાં અકાયના અસંખ્યાતા જીવો અને જગતનું સર્વ પાણી, સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ સઘળું પાણી ભેગું કરીએ તો પણ અકાયના જીવો અસંખ્યાતા જ થાય છે. કારણકે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોય છે. આ કારણથી જ કંદમૂળ ખાવાનો નિષેધ જૈન શાસનમાં હેલો છે કારણકે જૈન શાસન અહિંસા પ્રધાન ધર્મ છે માટે જેટલી બને એટલી ઓછી હિંસાથી ગૃહસ્થ પોતાનું જીવન જીવે કે જેથી પાપ ઓછું લાગે. ઓછી સિાથી થતા ખાવાના પદાર્થો ગતમાં બને છે
મલે છે માટે આટલી હિસાનો નિષેધ હેલો છે.
ગતમાં રહેલા સઘળાંય જીવો જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તે અભવ્ય જીવો કરતાં અનંત પરમાણુઓ અધિક અને સિધ્ધ પરમાત્માના જીવોની સંખ્યા કરતાં અનંતભાગ હીન પુદ્ગલોને ગ્રહણ કરે છે. આથી અભવ્યથી અનંત ગુણ પરમાણુઓથી ઓછા પરમાણુઓ વાળી વર્ગણાઓ જીવોને ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે ગણાય છે.
અસત્ ક્લ્પનાથી ૯૦૦ની સંખ્યા એ અભવ્ય જીવોની સંખ્યા ગણીએ ત્યાંથી અનંત ગુણા અધિક પરમાણુઓ વાળી વર્ગણાઓ અસત્ક્લ્પનાથી ૧૦૦૦ ની સંખ્યા રૂપે ગણીએ ત્યાં સુધીની વર્ગણાના પુદ્ગલો એ ઔદારિક અગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. તેમાં એક પરમાણુ અધિક કરીએ તો ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાની શરૂઆત થાય. તે ૧૦૦૧ થી અસત્ ક્લ્પનાથી શરૂ કરવી તે ૧૧૦૦ સુધી એટલે એક એક પરમાણુ અધિક વાળી એવી ૧૦૦ પરમાણુઓ અધિક સુધીની, ૧૧૦૦ ની સંખ્યા સુધીની ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ ગણાય છે. શાસ્ત્રોમાં જે ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાં જેટલા પરમાણુઓ હોય તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓની સંખ્યા જેટલા એક એક પરમાણુઓ અધિક વાળી વર્ગણાઓ ગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે.
ત્યાર પછી એક પરમાણુ અધિક્વાળી એટલે ૧૧૦૧ થી શરૂ કરી ૨૧૦૦ સુધીનાં અધિક પરમાણુઓ વાળી વર્ગણાઓ ઔદારિને માટે અગ્રહણ યોગ્ય બને છે કારણકે પરમાણુઓ અધિક થયેલ છે માટે અને વૈક્રીય શરીરને માટે અગ્રહણ યોગ્ય બને છે કારણકે પરમાણુઓ આછા પડે છે. ત્યાર પછી ૨૧૦૧ થી વૈક્રીય શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે તે ૨૨૦૦ ની સંખ્યા સુધી વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ ગણાય છે.
ત્યાર પછી ૨૨૦૧ થી ૩૨૦૦ સુધીનાં પરમાણુ અધિક વાળી વર્ગણાઓ આહારક શરીરને માટે અગ્રહણ યોગ્ય બને છે. જ્યારે ૩૨૦૧ પરમાણુઓ વાળી વર્ગણાની સંખ્યા શરૂ થાય ત્યારથી આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાની શરૂઆત થાય છે તે ૩૩૦૦ ના આંક સુધીની ગ્રહણ યોગ્ય સમજ્વી.
ત્યાર પછી ૩૩૦૧ થી ૪૩૦૦ સુધીની વર્ગણાઓ તૈફ્સ શરીર અગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય છે જ્યારે ૪૩૦૧ થી શરૂ થાય ત્યારથી ચોથી ટૈસ ગ્રહણ યોગ્ય વર્ગણા બને છે તે ૪૪૦૦ ની સંખ્યા સુધી ગ્રહણ યોગ્ય ગણાય છે.
Page 77 of 325