________________
જે અસંખ્યાતમો ભાગ તે સમય કહેવાય છે.
(૨) જીર્ણ થયેલું કપડું-તે કપડાના કોઇ જુવાન નિરોગી માણસ એક ઝાટકે બે ટુકડા કરે તેમાં જેટલો કાળ પસાર થાય તેમાં પણ તે કપડાનાં એક તાંતણાથી બીજો તાંતણો તૂટતાં એટલે એક દોરાથી બીજો દોરો તૂટતાં અસંખ્યાતા સમયો પસાર થાય છે તેનો જે અસંખ્યાતમો ભાગ તે એક સમય રૂપે કહેવાય છે.
આવી રીતે જગતમાં રહેલા યુગલો જે છે તેમાંથી જીવો ક્યા પુદ્ગલોને ગ્રહણ કરી જીવે છે તે જણાવવા માટે અનંતાનું વર્ણન છે તે જણાવાય છે.
ચોથું જઘન્યયુક્ત અસંખ્યાતુ જે પ્રાપ્ત થયું તેમાં જેટલા દાણા છે તેટલા દાણાવાળા તેટલા તેટલા ઢગલા કરવા અને તેને પરસ્પર ગુણાકાર કરવો. ગુણાકાર કરતાં જે છેલ્લી સંખ્યા આવે તે સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું કહેવાય. તેમાંથી એક દાણો ઓછો કરીએ તે છઠ્ઠું ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાતું કહેવાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમું મધ્યમ યુકત અસંખ્યાતું આવે છે. આ પાંચમા મધ્યમ યુક્ત અસંખ્યાતાની શરૂઆત જઘન્ય યુકત અસંખ્યાતામાં એક દાણો ઉમેરીએ ત્યારથી શરૂ થાય
હવે સાતમું જે અસંખ્યાત અસંખ્યાત પ્રાપ્ત થયું તેમાં જેટલા દાણાની સંખ્યા છે તેટલા દાણાની સંખ્યા જેટલા તેટલા તેટલા ઢગલા કરવા તેને પરસ્પર ગુણાકાર કરતાં છેલ્લે જે સંખ્યા આવે તે પહેલું જઘન્ય પરિત્ત અનંત કહેવાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે નવમ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું આવે છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું જે સાતમું છે તેમાં એક દાણો અધિક કરીએ તે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતા રૂપે આઠમાં અસંખ્યાતાની શરૂઆત થાય છે તે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું નવમું ન આવે ત્યાં સુધી જાણવું.
પહેલું જે જઘન્ય પરિત્ત અનંત છે તેમાં જેટલા દાણાની સંખ્યા છે તેટલા દાણા જેટલા તેટલા ઢગલા કરવા અને તે દરેક ઢગલાને પરસ્પર ગુણાકાર કરવા. જે છેલ્લે સંખ્યા આવે તે ચોથું જઘન્ય યુક્ત અનંતુ પ્રાપ્ત થાય છે. તે ચોથા અનંતા જેટલી સંખ્યા જેટલા જગતમાં અભવ્ય જીવોની સંખ્યા હોય છે. એટલે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે અભવ્ય જીવો ચોથા અનંતાની સંખ્યા જેટલા સદા માટે હોય છે.
એ પહેલું જઘન્ય પરિત્ત અનંત જે છે તેમાં એક દાણો ઉમેરતાં બીજું મધ્યમ પરિત્ત અનંત શરૂ થાય છે અને ચોથું જે જઘન્ય યુકત અનંત છે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ પરિત્ત અનંત, પ્રાપ્ત થાય છે.
હવે ચોથું જઘન્ય યુકત અનંતુ જે છે તેમાં જેટલી સંખ્યા છે એટલી સંખ્યાવાળા તેટલા દાણા જેટલા તેટલા ઢગલા કરવા. પરસ્પર ગુણાકાર કરવો. છેલ્લે જે સંખ્યા આવે તે સાતમું અનંતાનંત આવે છે.
ચોથા જઘન્ય યકત અનંતામાં એક દાણો અધિક કરીએ એટલે મધ્યમ યુકત અનંતાની શરૂઆત થાય છે અને સાતમા અનંતાનંતની સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ એટલે છઠું ઉત્કૃષ્ટ યુકત અનંત આવે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમું મધ્યમ યુકત અનંત આવે છે. એ પાંચમા મધ્યમ અનંતે એટલે અભવ્ય જીવોની સંખ્યા કરતાં અનંતગુણા અધિક સમતિથી પડેલા જીવો હોય છે અને તેનાથી અનંત ગુણા અધિક સિધ્ધ પરમાત્માના જીવો સદા માટે હોય છે. ગમે ત્યારે ગમે તેટલા જીવો મોક્ષમાં જતાં હોય કે ભવિષ્યમાં જવાના હોય તો પણ આ સંખ્યાથી કદી વધવાના નહિ માટે કોઈ વાંધો આવતો નથી કારણકે આ મધ્યમ અનંતાના અનંતા ભેદો હોય છે.
Page 76 of 325