________________
દાણો દ્વીપ અને સમુદ્રમાં નાખી નાંખીને ખાલી કરવો જ્યાં ખાલી થાય ત્યાં તેટલા માપનો બીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરવો અને એક દાણો શલાકામાં નાંખવો. હવે અનવસ્થિત પ્યાલો ઉપાડી આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાંખી ખાલી કરવો. બીજો દાણો શલાકામાં નાંખવો તથા તેવો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરી આગળ ખાલી કરતાં જવો. આ રીતે અનવસ્થિત પ્યાલા નવા બનાવી ભરી ખાલી કરી કરીને એક એક દાણો શલાકામાં નાંખી નાંખીને શલાકા સંપૂર્ણ ભરવો જ્યારે ભરાઇ જાય ત્યારે અનવસ્થિત ભરેલો રાખવો અને શલાકાને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાંખી ખાલી કરવા અને બીજો દાણો પ્રતિશલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત ભરી ખાલી કરી કરીને શલાકા ભરવો, અનવસ્થિત શલાકા ભરી ભરી ખાલી કરી કરીને પ્રતિશલાકા ભરવો, અનવસ્થિત શલાકા-પ્રતિશલાકા ઉપર મુજબ પ્રક્રિયા કરી ભરી ભરી ખાલી કરી કરીને મહાશલાકા પ્યાલો આખો ભરવો મહાશલાકા ભરાઈ જાય એટલે તેને રાખી મુકવો ત્યાર પછી અનવસ્થિત ભરી ભરી ખાલી કરી કરીને શલાકા ભરવો. અનવસ્થિત-શલાકા ભરી ભરી ખાલી કરી કરીને પ્રતિશલાકા ભરવો જ્યારે સંપૂર્ણ પ્રતિશલાકા ભરાઇ જાય ત્યારે મહાશલાકાની સાથે રાખી મુકવો ત્યાર બાદ અનવસ્થિત નવા બનાવી બનાવી સરસવથી ભરી ભરી ખાલી કરી કરીને શલાકા પ્યાલો સંપૂર્ણ ભરવો જ્યારે શલાકા સંપૂર્ણ ભરાઇ જાય એટલે મહાશાલાકાની સાથે રાખી મુક્વો હવે જે છેલ્લા દ્વીપ કે સમુદ્રમાં દાણો પડ્યો છે તેટલો મોટો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવના દાણાથી શીખા સાથે ભરીને શલાકાની સાથે મુકવો આ રીતે ચારે પ્યાલાના દાણા એક ઢગલા રૂપે ખાલી કરવા તેમાં જેટલા દ્વીપ સમુદ્રમાં દાણા નાંખ્યા છે તે બધા ભેગા કરીને દરેક લઇ આવવા અને ઢગલામાં નાંખવા આ ઢગલામાં જેટલા દાણા થાય તે પહેલું જઘન્યપરિત્ત અસંખ્યાતું થાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ તે ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહેવાય છે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ તે મધ્યમ સંખ્યાનું કહેવાય છે જઘન્ય સંખ્યાતા રૂપે બેનો આંક ગણાય છે. ત્રણની સંખ્યાથી મધ્યમ સંખ્યાતાની શરૂઆત થાય છે તે મધ્યમ-ઉત્કૃષ્ટ સંખ્યા સુધીનાં આંક આવે તે બધાય મધ્યમ-સંખ્યાતા રૂપે ગણાય છે. હવે જે પહેલું જઘન્ય પરિત્ત અસંખ્યાતું થયું તેમાં જેટલા દાણા છે એટલા દાણાવાળા એટલા એટલા ઢગલા કરવા અને તે દરેક ઢગલાને પરસ્પર ગુણાકાર કરવો જે છેલ્લો ગુણાકારનો આંક આવે તે ચોથું જઘન્ય યુકત અસંખ્યાતું આવે છે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતું આવે છે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ તે મધ્યમ પરિત્ત અસંખ્યાતું થાય છે. મધ્યમ પરિત્ત અસંખ્યાતાની શરૂઆત પહેલું જઘન્ય પરિત અસંખ્યાત જે છે તેમાં એક દાણો ઉમેરતાં શરૂ થાય છે. આ રીતે જે ચોથું જઘન્ય યુકત અસંખ્યાતુ પ્રાપ્ત થયું તેટલા એક આવલિકા કાળ જેટલા સમયો થાય છે. તેના અસંખ્યાતમા ભાગ રૂપ જે સૂક્ષ્મ કાળ તે એક સમય કહેવાય છે. એવા સમયના કાળમાં ગતમાં રહેલા અનંતા અરૂપી દ્રવ્યોને-અનંતા રૂપી દ્રવ્યોને-તેના ભુતકાળના અનંતા પર્યાયોને-વર્તમાન કાળના પર્યાયોને તથા ભવિષ્યકાળના અનંતા પર્યાયોને જોવાની અને જાણવાની શકિત પેદા થાય છે તે કેવલજ્ઞાન કહેવાય છે. આ કેવલજ્ઞાનને આવરણ કરનાર કમ તે કેવલજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
આ સમયને જાણવા માટે સ્થલદ્રષ્ટિથી બે દાખલાઓ જ્ઞાની ભગવંતોએ આપેલા છે.
(૧) કોઇ જુવાન નિરોગી માણસ કમલના સો પાંદડાને એક ઉપર એક મૂકીને તીક્ષ્ણ ભાલાની અણીથી ઘોંચીને એક સાથે સો પાંદડાને ભેદીને ભાલાની અણી બહાર કાઢીને દહાડે તેમાં જેટલો કાળ જાય છે તેમાં એક પાંદડાથી બીજ પાંદડું ભાલાની અણીથી ભેદાતા અસંખ્યાતા સમય પસાર થાય છે તેનો
Page 75 of 325