________________
આ જ્ઞાન આત્મપ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. જ્યારે સઘળાંય જ્ઞાનાવરણીય કર્મના પુદગલોનો નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પેદા થાય છે. કારણકે કેવલજ્ઞાનાવરણીય જોરશોરથી આવરણ કરનાર હોવાથી તે સર્વઘાતી રૂપે કહેવાય છે. માટે સંપૂર્ણ ક્ષય થાય ત્યારેજ આ જ્ઞાન પેદા થાય છે. આ જ્ઞાન ભયોપશમ ભાવે હોતું નથી પણ સાયિક ભાવે હોય છે અટલે પેદા થયા પછી તેના ઉપર જ્ઞાનનું આવરણ થઇ શકતું જ નથી. આથી જ્ઞાન પેદા થયા પછી સાદિ-અનંત કાળ સુધી આ જ્ઞાન આત્મામાં સદા માટે રહે છે જ. આ જ્ઞાનથી લોકમાં અને અલોકમાં રહેલા સઘળાંય દ્રવ્યોને તથા તેના સઘળા પર્યાયોને જોઇ શકે છે અને જાણી શકે છે. લોકને વિષ રૂપી દ્રવ્યો તેમજ અરૂપી દ્રવ્યો એમ બે પ્રકારના દ્રવ્યો રહેલા છે તે દરેક દ્રવ્યોનાં ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણ પ્રકારના તેઓનાં પર્યાયોને એક જ સમયમાં જોઇ શકે છે અને જાણી શકે છે. એક સમય કોને કહેવાય ? એ જાણવા માટે જૈન શાસનમાં જે વર્ણન આપેલ છે તે જણાવાય છે.
સંખ્યાતા-અસંખ્યાતા તથા અનંતાનું વર્ણન ત્રણ સંખ્યાતા- નવ અસંખ્યાતા અને નવ અનંતા હોય છે. તેમાં જંબુદ્વીપ જેવડા માપના એટલે એક લાખ યોન લાંબા પહોળા અને એક હજાર યોક્ત ઉંડા એવા ચાર પ્યાલા બનાવવાના. તેમાં ક્રમસર એક એકના નામ આ પ્રમાણે રાખવા.
(૧) અવસ્થિત પ્યાલો (૨) શલાકા (૩) પ્રતિશલાકા અને (૪) મહાશલાકા પ્યાલો બનાવવો.
કોઇ દેવને બોલાવીને પહેલો અવસ્થિત પ્યાલો સરસવના દાણાથી શીખા સાથે ભરી દેવો પછી તેને હાથમાં લઇને એક દાણો એક દ્વીપમાં બીજો દાણો સમુદ્રમાં, ત્રીજો એક દાણો દ્વીપમાં, ચોથો દાણો સમુદ્રમાં એમ એક એક દ્વીપ અને સમુદ્રમાં દાણો નાંખતા ક્વો જ્યારે અવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં નાંખવામાં આવે તે દ્વીપ કે સમુદ્ર જેટલા લાખ યોનનો લાંબો, પહોળો હોય તેટલા લાખ યોનનો લાંબો, પહોળો અને એક હજાર યોજન ઉંડો પ્યાલો બનાવવો આ પ્યાલાને સરસવથી શીખા સાથે ભરવો. આ પ્યાલાનું નામ અનવસ્થિત રૂપે કહેલ છે તે પછી પ્યાલાને ઉપાડીને જે છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં નાંખેલો છે તે દ્વીપ કે સમુદ્ર પછીના દ્વીપ સમુદ્રમાં આગળ આગળ એક એક દાણો નાંખતા જવો અને અનવસ્થિત પ્યાલો ખાલી કરવો. જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો નખાય તે દ્વીપ અને સમુદ્રના માપવાનો બીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી શીખા સાથે ભરવો હવે એક અનવસ્થિત પ્યાલો ખાલી કર્યો છે તે જાણવા સાક્ષી રૂપે બીજો એક દાણો શલાકા પ્યાલામાં નાંખવો. આથી ફલિત થાય છે કે પ્રતિશલાકા, મહાશલાકા ખાલી છે. શલાકામાં એક દાણો છે અને અન પ્યાલો ભરેલો છે. હવે અનવસ્થિત પ્યાલાને ઉપાડી એક દ્વીપ સમુદ્રને વિષે આગળ આગળ એક એક દાણો નાંખી નાંખીને પ્યાલો ખાલી કરવો. જ્યાં ખાલી થાય તે જેટલા લાખ યોજનાનો દ્વીપ કે સમુદ્ર હોય તેટલા માપનો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરવો અને બીજો દાણો શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત નવા બનાવી ભરી ખાલી કરતાં કરતાં એક એક દાણો શલાકામાં નાંખતા નાંખતા આખો શલાકા પ્યાલો શિખા સાથે ભરવો હવે જ્યારે શલાકા ભરાઇ જાય ત્યારે અનવસ્થિત પ્યાલો ભરેલો છે તે રાખી મુક્યો અને શલાકાને ઉપાડી આગળના દ્વીપ અને સમુદ્રમાં એક એક દાણો નાંખી નાંખીને ખાલી કરવો જ્યારે ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિશલાકામાં નાંખવો. આ વખતે મહાશલાકા ખાલી છે. પ્રતિશલાકામાં એક દાણો છે. શલાકા ખાલી છે. અનવસ્થિત ભરેલો છે.
હવે આગળના દ્વીપ અને સમુદ્રને વિષે જે અનવસ્થિત પ્યાલો ભરેલો છે તેને ઉપાડી એક એક
Page 74 of 325