________________
અમૂર્ત એટલે અરૂપી એવા પદાર્થોનું જ્ઞાન કરી શકતા નથી. અરૂપી પદાર્થોનું જ્ઞાન માત્ર એક કેવલજ્ઞાની જીવો જ કરી શકે છે.
આ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ આત્માના કોઇપમ પ્રદેશ ઉપર થઇ શકે છે. આથી આ જ્ઞાનનાં ભેદો અસંખ્ય થાય છે. ક્ષેત્રને આશ્રયીને- દ્રવ્યને આશ્રયીને-કાલને આશ્રયીને અને રૂપી દ્રવ્યના પર્યાયોના ભાવને આશ્રયીને તરતમતા ભેદે અસંખ્યાતા ભેદો થઇ શકે છે. વધારેમાં વધારે આ અવધિજ્ઞાનના ક્ષયોપશમથી લોક જેવડા અલોમાં અસંખ્યાતા લોક હોય અને તેમાં જેટલા રૂપી પદાર્થો રહેલા હોય તે સૌને જોવાની અને જાણવાની શક્તિ પેદા થઇ શકે છે. ઘન્યથી આ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ અંગુલના સંખ્યાતમા ભાગમાં રહેલા રૂપી પદાર્થોને જોઇ શક્વાનો હોય છે અને ઉત્કૃષ્ટથી પરમાવધિ અધિ જ્ઞાન રૂપે એટલે લોક્નાં રૂપી દ્રવ્યો તથા અલોક્ના એક આકાશ પ્રદેશ પર રહેલ રૂપી દ્રવ્યને જોવાનો ક્ષયોપશમ થાય છે. આ અવધિજ્ઞાનને આવરણ કરનાર કર્મ તે અવધિજ્ઞાનાવરણીય કર્મ વ્હેવાય છે.
કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અવધિજ્ઞાન જોઇએજ એવો નિયમ નથી.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનથી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનથી એમ કોઇપણ પ્રકારોના જ્ઞાનથી કેવલજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે.
મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ
ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ સંજ્ઞિ પંચેન્દ્રિય મનોગત ભાવજ્ઞાપકાત્મ પ્રત્યક્ષ જ્ઞાનાવરણ સાધના કર્મ મન:પર્યાવાવરણમ્ ।
ઇન્દ્રિય-અનિદ્રિય નિરપેક્ષ સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવને જ્માવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના હેતુરૂપ કર્મ મન: પર્યવજ્ઞાનાવરણ કહેવાય છે. અહીં પણ સંજ્ઞી પંચેન્દ્રિય ભાવમાત્ર એમ માત્ર પદ સમજ્યું નહીં તો આ લક્ષણ કેવલજ્ઞાનાવરણીયમાં અતિવ્યાપ્ત થઇ જાય.
આ મન:પર્યવજ્ઞાન સાતમા ગુણસ્થાનમાં રહેલા અપ્રમત્ત યતિઓને જ પેદા થઇ શકે છે અને છઠ્ઠા ગુણસ્થાનમાં ટકી શકે છે. આથી છથી બાર ગુણસ્થાનક સુધી જ આ જ્ઞાનનો ક્ષયોપશમ હોય છે. અઢીદ્વીપમાં જેટલા સંજ્ઞી પર્યાપ્તા જીવો રહેલા હોય તે જીવોએ મનથી જે પદાર્થોની વિચારણા કરી તે પુગલોને છોડેલા હોય, વર્તમાનમાં વિચારાતા પુદ્ગલોને અને ભવિષ્યમાં વિચારણામાં લેશે એવા પુદ્ગલોને જોવાની અને જાણવાની શક્તિ પેદા થાય છે. આ સિવાયના બીજા રૂપી પુદ્ગલોને જોવાની તેમ જાણવાની શક્તિ પેદા થતી નથી. અઢી દ્વીપમાં અને બે સમુદ્રોમાં સંજ્ઞી જીવો તરીકે પંચેન્દ્રિય તિર્યંચો-મનુષ્યો-વ્યંતરજાતિના દેવો-જ્યોતિષના દેવો આવી શકે છે તથા ભવનપતિ અને વૈમાનિકના જે દેવો ભગવાનના સમવસરણમાં આવેલા હોય અથવા તે સિવાય કોઇ દેવો અઢીદ્વીપમાં આવેલા હોય તેઓ આદિનાં મનરૂપે વિચારેલા પુદ્ગલોર્ન જોઇ અને જાણી શકે છે.
આ જ્ઞાનને રોક્નાર-પેદા નહીં થવા દેનાર કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ જ્ઞાનનો ક્ષયોપશમ જોઇએજ એવો નિયમ નથી.
કેવલજ્ઞાનાવરણીય કર્મ
લોકાલોક તિ સક્લ દ્રવ્ય પર્યાય દર્શક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ સાધનં કર્મ કેવલજ્ઞાનાવરણમ્ । લોકાલોકમાં રહેલા સક્લ દ્રવ્ય પર્યાયોને બતાવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણનું સાધન કર્મ
કેવલજ્ઞાનાવરણ વ્હેવાય છે.
Page 73 of 325