________________
જીવ અપુનબંધક પણાના પરિણામને પામે ત્યારથી જ્ઞાનરૂપે ગણાય છે. આવા જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
- શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શબ્દ સંસ્કૃષ્ટ અર્થ ગ્રહણાવરણ કારણે કર્મ શ્રુતજ્ઞાનમ્ |
શબ્દ - વર્ણ દ્વારા વાચ્ય, વાચક ભાવના વિચારથી ઉત્પન્ન થતું જ્ઞાન શ્રુતજ્ઞાન છે અને તેને રોનાર કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
જગતને વિષે અભિલાય (બોલી શકાય એવા) પદાર્થો અને અનભિલાણ (ન બોલી શકાય પણ અનુભવી શકાય એવા) પદાર્થો રહેલા છે. જેમકે ઘીનો સ્વાદ, ગોળની મીઠાશ કેવા પ્રકારની હોય છે તે શબ્દોથી કહેવાય નહિ પણ અનુભવી શકાય તે અનભિલાપ્ય પદાર્થો કહેવાય છે.
એ અભિલાપ્ય પદાર્થો ગતમાં જ રહેલા છે તે અનભિલાપ્ય પદાર્થો કરતાં અનંતમા ભાગ જેટલા હોય છે એટલે સૌથી વધારે પદાર્થો અનભિલાય છે. એ અભિલાપ્ય પદાર્થોના અનંતમા ભાગ જેટલા પદાર્થો સૂત્રોને વિષે ગણધર ભગવંતો ગુંથે છે એટલે કે ગણધર ભગવંતોના આત્મામાં ગતમાં રહેલા જેટલા પદાર્થોનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તેના અનંતમા ભાગ જેટલા જ પદાર્થોને સૂત્રો રૂપે રચી શકે છે. સઘળાય પદાર્થોને સૂત્રો રૂપે રચી શકતા જ નથી. આથી કહેવાય છે કે એક એક સૂત્રોનાં અનંતા અર્થો થાય છે. એક એક શબ્દના પણ અનંતા અનંતા અર્થો થઇ શકે છે. તે સૂત્રરૂપે ગુંથાયેલું જે જ્ઞાન છે તેના અનંતમા ભાગ જેટલું શ્રુતજ્ઞાન અર્થાત તેના બિંદુ જેટલ શ્રુતજ્ઞાન અત્યારે વિદ્યમાન છે. એનાથી અધિક નથી. આથી સૂત્રરૂપે રહેલું શ્રુતજ્ઞાન તે મધ્યમ જ્ઞાન કહેવાય છે. જઘન્ય શ્રુતજ્ઞાન એક અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ હોય તે. ઉત્કૃષ્ટ બારમા ગુણસ્થાનક્તા અંતે જે ક્ષયોપશમ હોય તે. આ શ્રુતજ્ઞાનને આવરણ કરનાર કર્મ તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
અવધિજ્ઞાનાવરણીય ર્મ ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષમૂર્ત દ્રવ્ય વિષયક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ નિદાન કર્મ અવધિજ્ઞાનાવરણમ્ |
પાંચ ઇન્દ્રિયો અને મનની અપેક્ષા વગર રૂપી દ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષ જ્ઞાનને રોકનાર કર્મને અવધિજ્ઞાનાવરણ કહ્યું છે. રૂપી દ્રવ્યને વિષય કરનાર મતિજ્ઞાન પણ છે. તેના આવરણમાં લક્ષણ ન ચાલ્યું જાય તે માટે લક્ષણમાં ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ એવું વિશેષણ મુક્વામાં આવ્યું છે. કેવલજ્ઞાનાવરણીયમાં લક્ષણ ન ચાલ્યુ જાય માટે મૂર્તદ્રવ્યથી માત્ર મૂર્તદ્રવ્ય સમજવું. કેવલજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્યને વિષય નથી કરતું પરંતુ મુર્તામર્તને વિષય કરે છે. અહીં માત્ર શબ્દ સક્લાર્થ વાચી હોવાથી મન:પર્યવ જ્ઞાનાવરણીયમાં પણ લક્ષણ જઇ શકતું નથી.
જ્ઞાન બે પ્રકારે હોય છે. (૧) પરોક્ષ જ્ઞાન અને (૨) પ્રત્યક્ષ જ્ઞાન.
પરોક્ષ જ્ઞાન એટલે બીજાની સહાયથી આત્મામાં જે જ્ઞાન પેદા થાય છે. કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયથી આત્મામાં પેદા થાય તે પરાક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને જ્ઞાનો ઇન્દ્રિય ની મદદથી પેદા થતાં હોવાથી પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન એને કહેવાય છે કે જે જ્ઞાન આત્મામાં પેદા થાય તેમાં ઇન્દ્રિયની કે મનની સહાયની જરૂર હોતી નથી એવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનો ત્રણ હોય છે. અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ગતમાં રહેલા જેટલા પદાર્થો છે તેમાંથી મર્યાદિત મૂર્ત એટલે રૂપી પદાર્થોને જ જોવાની શકિત હોય છે એટલે એ પદાર્થોનું જ જ્ઞાન કરી શકે એવી તાકાત હોય છે પણ
Page 72 of 325