________________
ઉત્પન્ન થાય છે. આથી દુ:ખોને ઉત્પન્ન કરનાર હોવાથી પાપ પ્રકૃતિ હેવાય છે.
આ મતિજ્ઞાનાવરણીયનું આવરણ જે થાય છે તે જોરદાર રસે આવરણ થતું નથી માટે દેશઘાતિ પ્રકૃતિઆ કહેવાય છે. દેશઘાતી રૂપે રહેલી છે માટે તેના ઉદયકાળમાં સંપૂર્ણ જ્ઞાનનો અભાવ કરતો નથી. પણ કાંઇક જ્ઞાનને પેદા કરી શકે છે. આ મતિજ્ઞાનના દેશઘાતી રસના બે ભેદ છે.
(૧) અલ્પ રસવાળા પુદ્ગલો (૨) અધિક રસવાળા પુદ્ગલો. તેમાં જ્યારે જીવોને અલ્પરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય છે. ત્યારે તે જીવોને મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે અને જ્યારે અધિક રસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય તો મતિજ્ઞાન પેદા થવાને બદલે જ્ઞાનનો અભાવ કરતાં જાય છે. આથી આ મતિજ્ઞાનનાં સ્કુલ દ્રષ્ટિથી જ્ઞાનીઓએ છ ભેદ હાનિરૂપે અને વૃધ્ધિ રૂપે કહ્યાં છે.
(૧) સંખ્યાત ભાગ હીન. (૨) અસંખ્યાત ભાગ હીન. (૩) અનંત ભાગ હીન. (૪) સંખ્યાત ગુણ હીન. (૫) અસંખ્યાત ગુણહીન. (૬) અનંત ગુણ હીન. છ વૃધ્ધિનાં સ્થાનો હોય છે. (૧) સંખ્યાત ભાગ વૃધ્ધિ (૨) અસંખ્યાત ભાગ વૃધ્ધિ (૩) અનંત ભાગ વૃધ્ધિ (૪) સંખ્યાત ગુણ વૃધ્ધિ (૫) અસંખ્યાત ગુણ વૃધ્ધિ (૬) અનંત ગુણ વૃધ્ધિ
આ છ એ પ્રકારની હાનિ અને વૃધ્ધિનાં સ્થાનો જે શ્રુતજ્ઞાન ભણેલા હોઇએ તેનું વારંવાર પરાવર્તન કરતાં કરતાં સ્વાધ્યાય જેટલો સારી રીતે થાય અને તેના સંસ્કાર મજબુત રૂપે પડે તેનાથી આ મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે.
તીર્થંકર પરમાત્માઓનાં આત્માઓને નિનામ નિકાચીત ર્યા પછી તે ભવમાં-બીજા અને ત્રીજા ભવમાં હંમેશા મતિજ્ઞાનનો ક્ષયોપશમ મધ્યમ ભાવે હોય છે પણ તેઓનું મતિજ્ઞાન સ્થિર રૂપ અને નિર્મળ ભાવવાળું હોય છે. એ ક્ષયોપશમ ભાવથી એ જીવોનો વૈરાગ્ય ભાવ પણ એવો ઝળહળતો હોય છે કે જેથી અવિરતિના ઉદયકાળમાં પણ પુણ્યથી મળેલા કોઇ પદાર્થો પ્રત્યે મારાપણાની બુધ્ધિ રૂપે ભાવ પેદા થતો નથી. રાગાદિ ભાવના ઉદયકાળમાં પણ રાગાદિ ન થાય તેની સતત કાળજી રાખે છે એટલે છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયક બુધ્ધિ સ્થિર રૂપે કાયમ રહે છે તે પદાર્થો ઉપાદેય રૂપે એટલે ગ્રહણ કરવા લાયક રૂપે લાગતાં જ નથી.
મિથ્યાત્વના ઉદયકાળમાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ અજ્ઞાન રૂપે ગણાય છે અને સમ્યક્ત્વની હાજરીમાં આ મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવ જ્ઞાનરૂપે ગણાય છે આથી જીવ સમ્યક્ત્વના સન્મુખ થવાનો પુરૂષાર્થ મિથ્યાત્વના ઉદયકાળમાં શરૂ કરે ત્યારથી આ જ્ઞાનનો ક્ષયોપશમ જ્ઞાનરૂપે ગણાય છે. એટલે
Page 71 of 325