________________
જીવોને ખ્યાલ આવે એવો નથી.
સન્ની પર્યાપ્તા જીવોમાં પણ મોટાભાગના જીવો એવા હોય છે કે જે જીવોને પૈસાનો લોભ તથા સુખની લાલસાથી પોતાને મળેલી સામગ્રી અધિકમેળવવા માટે બીજાને ગમે તેટલું કષ્ટ આપવું પડે, કષ્ટ થાય તો પણ એ જીવો પોતાની ફરજ સમજીને આનંદ પામે છે પણ એને ખબર નથી કે મારાથી બળવાન કોઇ પોતાની સામગ્રી વધારવા માટે કદાચ મને આવી રીતે કષ્ટ કે દુ:ખ આપશે તો શું થશે? તે વખતે હું શું વિચાર કરીશ. એ સમજવા માટે પ્રયત્ન કરતો જ નથી. આના કારણે જ્ઞાની ભગવંતો કહે છે કે પાપને પાપ રૂપે માનીને પાપની ભીરૂતા એટલે પાપનો ડર પેદા કરવાનો વિચાર સન્ની પર્યામા બધા જીવોને પેદા થઇ શકતો જ નથી. એ વિચાર પેદા કરવા માટે પેદા થયેલા વિચારને ટકાવવા માટે પણ લઘુ કમિતા જોઇએ છે.
એ લઘુકમિતા કરવા માટે શક્ય હોય તો જીવન જીવતાં જીવતાં કોઇપણ જીવને દુ:ખ ન થાય-પીડા ન થાય એ રીતે જીવવું જોઇએ અને એથી જ આપણા પ્રત્યે કોઇ જવું વર્તન કરે એવું વર્તન બીજા પ્રત્યે ન થઇ જાય તેની સતત કાળજી રાખીને જીવવું જોઇએ. તોજ પાપ ભીરૂતા રૂપી લઘુકસ્મિતા પેદા થઇ શકે છે.
પાપતત્વના ૮૨ ભેદો હોય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુષ્ય-૧, નામ-૩૪, ગોત્ર-૧, અંતરાય-૫ = ૮૨
વેદનીય-૧, આશાતા વેદનીય, ગોત્ર-૧, નીચગોત્ર, નામ-૩૪, પિડપ્રકૃતિ-૨૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧૦ = ૩૪, પિjપ્રકૃતિ-૨૩, નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચહેરીન્દ્રિય જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવર્ણ (કાળો, નીલો) દુર્ગધ. અશુભ રસ (તિખો-કડવો) અશુભ સ્પર્શ (ગુરૂ-શીત-કર્કશ-રૂક્ષ) નરકનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ.
પ્રત્યેક-૧, ઉપઘાત.
સ્થાવર-૧૦, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. મતિજ્ઞાનાવરણીય ' શબ્દ નિરપેક્ષ એટલે શબ્દ જ્ઞાનથી રહિત પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનથી પેદા થનાર જ્ઞાનને રોનાર કર્મ તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. અભિલાપ નિરપેક્ષ એવું જો બોધને એટલે જ્ઞાનને વિશેષણ ન અપાય તો લક્ષણ શ્રુતજ્ઞાનાવરણીયમાં ચાલ્યું જાય છે. કારણકે તે પણ ઇન્દ્રિયાનિન્દ્રીય ન્ય બોધને આવરણ કરનાર છે. પરંતુ, અભિલાષ એટલે શબ્દ નિરપેક્ષ નથી.
આ મતિજ્ઞાન જીવોને હંમેશા ક્ષયોપશમ ભાવે જ હોય છે. જઘન્યથી મતિ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ એક અક્ષરના અનંતમા ભાગ જેટલો હોય છે અને ઉત્કૃષ્ટ ક્ષયોપશમ ભાવ બારમા ગુણસ્થાનક્ના અંતે પ્રતિભજ્ઞાન પેદા થાય છે. એટલો ભયોપશમ હોય છે. અને છટ્ટા-સાતમા ગુણસ્થાનકે ચૌદ પૂર્વના ક્ષયોપશમ ભાવ હોય છે તે સિવાયના મધ્યમ સયોપશમ ભાવે જે મતિજ્ઞાન હોય છે તે મધ્ય ભાવે ગણાય છે. જ્યારે મતિજ્ઞાનાવરણીયનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાનમાં સમાવેશ થઇ જાય છે માટે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ રૂપે ગણાય છે.
આ મતિજ્ઞાનાવરણીયને પાપ પ્રકૃતિ એટલા માટે કહેવાય છે કે જીવોને જ્ઞાનના અભાવથી દુ:ખ
Page 70 of 325