________________
વૈમાનિક નવમા દેવલોથી નવ રૈવેયને વિષે બંધમાં પુણ્યની ૩૨ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓ બંધાય છે.
શાતાવેદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, તૈક્સ, કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ત્રણ-૧૦ = ૩૨
પાંચ અનુત્તરમાં રહેલા દેવો ૩૨ પ્રકૃતિઓમાંથી કોઇપણ પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે. ઉદયમાં આ જીવોને પુણ્યથી ત્રીશ પ્રકૃતિઓમાંથી કોઇપણ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
આ રીતે જીવો શુભાશુભ પરિણામના કારણે પુણ્ય પ્રકૃતિઓનો બંધ કરતાં કરતાં સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
પાપતત્વનાં ભેદોનું વર્ણન આ પાપ નામના ચોથા તત્વથી જ જગતમાં દુ:ખનું સત્વ (અસ્તિત્વ) છે એટલા જ માટે લાક્ષણિજ્જનો તેનું લક્ષણ પણ તેવું જ બાંધે છે.
દુ:ખ ઉત્પત્તિ પ્રયોજક કર્મ પાપમ્ |
દુ:ખની ઉત્પત્તિના કારણ રૂપ જે કર્મ હોય તેનું નામ પાપ તત્વ કહેવાય છે. આ લક્ષણમાં જો કેવલ કર્મ પાપમ્ એવું લક્ષણ કરીએ તો પુણ્ય રૂપ કર્મમાં લક્ષણની અતિવ્યાપ્તિ (એટલે પેશી જાય) થાય માટે દુ:ખ ઉત્પત્તિ પ્રયોજકં વિશેષણ મુક્યું છે. જો દુ:ખ ઉત્પત્તિ પ્રયોજકું એટલું જ કહીએ તો વિષ કંટાદિમાં અતિવ્યાપ્તિ થાય માટે કર્મ વિશેષ્ય પદ મુક્યું છે. આથી સ્પષ્ટ છે કે પાપતત્વથી જ દુ:ખ ઉત્પન્ન થાય છે માટે જો દુ:ખનો ખપ ન હોય તો પાપનો સમૂલ નાશ કરવો જ જોઇએ. પાપના સંપૂર્ણ નાશને લાયક ક્રિયા આવતાં એક પણ કર્મ (શુભાશુભ) રહી શકતું નથી અને તેમ થતા અનંત ચતશ્યને પામી આત્મા શાશ્વત સુખનું ધામ બને છે.
પાપ એટલે = આપણા પ્રત્યે કોઇ જીવ જેવું વર્તન કરે અને આપણને તે વર્તન પસંદ ન પડે તેવું વર્તન એટલે આચરણ બીજા જીવો પ્રત્યે કરવું તે પાપ કહેવાય છે.
અનાદિ કાળથી જીવો અવિરતિના ઉદયના કારણે આ પાપની વિચારણામાં પોતાનું જીવન જીવતાં હોય છે. આ સંસ્કાર એકેન્દ્રિયાદિપણાથી જીવોને પડેલા હોય છે. કારણકે એકેન્દ્રિયપણામાં એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે. તેમાં એક એક જીવ ઉપર ઉપર રહીને અનંતા જીવો ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. તેઓને એક બીજાને પરસ્પર વેદના હોય છે. તેનો આનંદ અંતરમાં ભાવમનથી હોય છે અને સાથે સાથે મળેલા શરીર પ્રત્યે એ અનંતા જીવો મારાપણાની બુધ્ધિ પેદા કરીને પરસ્પરની વેદનાથી આનંદ અનુભવે છે તથા સાથે અંતરમાં ઠેષ પણ હોય છે કે જે મને મળેલું શરીર આ બધાને કેમ મલ્યું આથી એક સાથે આહારના પુગલો ગ્રહણ કરે તેમાંય બધાનો ભાવ મનની વિચારણાઓ ભિન્ન હોય છે. આજ રીતે બેઇન્દ્રિયાદિથી અસત્રી સુધીના જીવોને આ વર્તન પાપરૂપ ગણાય છે એમ સ્પષ્ટપણે સમજાતું ન હોવાથી આ જીવો બીજા જીવોને જેમ વધારે દુ:ખ પડે તેમાં રાજીપો કરે છે અને આથી જ કહેવાય છે કે નાના જીવોને મોટા જીવો હેરાન કરે-દુ:ખી કરે-અનેક પ્રકારના દુ:ખો આપી અંતે મરણ પમાડે છે તેમાં તે જીવોને ખુબ ખુબ આનંદ પેદા થતો જાય છે. તેનાથી પોતાનો સંસાર વધી રહ્યો છે. એમ પણ તેઓને સમજ હોતી નથી અને એના કારણે એ પણ વિચાર આવતો નથી કે મારા પ્રત્યે, મને કોઇ નાનો સમજીને મોટો મને પણ દુઃખ આપીને મારી નાંખશે તો શું થશે ? આથી મારાથી આ વર્તન ન થાય એમ એ
Page 69 of 325