________________
વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અને શુભ.
પંચેન્દ્રિ તિર્યંચોને વિષે ૩૯ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પુણ્ય પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે. ૪૨ પ્રકૃતિઓમાંથી આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ કર્મ સિવાયની ૩૯. વેદનીય-૧, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧ = ૩૯
નામ-૩૪. મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, વૈકીય, તૈક્સ, કામણ શરીર, ઔદારીક, વૈકીય અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ-૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ-ત્રણ-૧૦ = ૩૪
સન્ની પંચેન્દ્રિય તિર્યંચોને વિષે ૩૨ પુણ્ય પ્રવૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોઇ શકે છે.
શાતા વેદનીય, તિર્યંચાય, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રીય, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારીક, વૈકીય અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ-૪, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂ લઘુ, નિર્માણ, ત્રણ-૧૦ = ૩૨ વૈકીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ઉત્તર વૈક્રીય શરીર બનાવે ત્યારે હોય છે.
મનુષ્યોને વિષે ૪૨ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે.
ઉદયમાં ૩૬માંથી કોઇને કોઇ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય હોઇ શકે છે. શાતાવેદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ત્રસ-૧૦ = ૩૬
ભવનપતિ-વ્યંતર જ્યોતિષને વિષે આ જીવો ૩૪ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે.
શાતાવેદનીય, તિર્યંચાયુ, મનુષ્યાય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, તૈક્સ, કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ઉગુરૂલઘુ નિર્માણ, ત્રણ-૧૦ = ૩૪.
ઉદયમાં ૩૦ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોય છે.
શાતાવેદનીય, દેવાય, ઉચ્ચ ગોત્ર, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂ લઘુ નિર્માણ, ત્રસ-૧૦ = ૩૦
વૈમાનિકના પહેલા બીજા દેવલોક્ત વિષે ભવનપતિની જેમ ૩૪+ જિનનામ સાથે ૩૫ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. ઉદયમાં પુણ્યની ૩૦ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોય છે.
વૈમાનિના ૩ થી ૮ દેવલોકને વિષે. વૈમાનિક્ના પહેલા બીજા દેવલોકમાં જે ૩૫ બંધાય છે તેમાંથી આતપ નામકર્મ બાદ કરતાં ૩૪ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે.
ઉદયમાં પુણ્યની ૩૦ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
Page 68 of 325