________________
કાલકાવ્ય
આ દ્રવ્ય ગતમાં છે તે એક સમય રૂપ કાલ પસાર થતો જાય છે. સમયે સમયે કાલ પસાર થાય છે તે અનુભવાય છે પણ જોઇ શકાતો નથી. આ મનુષ્ય જ્ન્મમાં આપણે જ્યારથી આવ્યા ત્યારથી જેટલા વર્ષો થયા એટલો કાળ પસાર થયો એમ અનુભવાય છે પણ તે કાલને જોવાય છે ખરો ? જોઇ શકીએ છીએ ખરા ? શાથી ? કારણકે એ કાળ અરૂપી રૂપે રહેલો હોવાથી જોઇ શકાતો નથી. આથી નિશ્ચિત થાય છે કે ગતમાં જે કોઇ પદાર્થો જોઇએ છીએ તે રૂપી પદાર્થો જ જોવાય છે તે રૂપી પદાર્થો સચિત્ત રૂપે હોય એટલે જીવવાળા હોય અથવા અચિત્ત રૂપે એટલે જીવ વગરના હોય છે તે જોવાય છે. રૂપી પાર્થોનાં તત્વોનાં ઉત્તર ભેઘે
જીવ-૧૪ + અજીવ-૪ + પુણ્ય-૪૨ + પાપ-૮૨ + આશ્રવ-૪૨ + બંધ-૪ = ૧૮૮ ભેદો થાય છે. અરૂપી તત્વોના ઉત્તર ભે
અજીવ-૧૦ + સંવર-૫૭ + નિર્જરા-૧૨ + મોક્ષ-૯ = ૮૮ ભેદો અરૂપીનાં થાય છે. આ રીતે ૧૮૮ + ૮૮ = ૨૭૬ ભેદો થાય છે.
જીવતત્વનું વર્ણન
જૈન શાસ્ત્રોમાં ગતમાં રહેલા સઘળા જીવોને જુદી જુદી અપેક્ષાએ જાણવા માટે જુદા જુદા પ્રકારો રૂપે ગ્ણાવ્યા છે. તેમાં એક એક પ્રકારોમાં પણ અનેક ભેદો જુદી જુદી રીતે જ્ગાવેલા છે તેમાંથી અહીં સંસારી જીવોના ચૌદ ભેદોનું વર્ણન કરવાનું હોવાથી એક પ્રકારવાળા જીવોથી શરૂ કરીને સાત પ્રકાર રૂપે જીવો બતાવેલા છે અને તે સાતમાંથી ચૌદ કરેલા છે.
એક પ્રકારવાળા જીવો. ચેતનાવાળા હોય તે.
આત્માની સિધ્ધિ માટે પૂર્વના મહર્ષિઓ અનુમાન કરે છે કે “ ઇદં શરીરં વિદ્યમાન કર્તૃકં પ્રતિનિયત આકારત્વાત્ ઘટવત્ ॥ આ શરીરનો કર્તા હોવો જોઇએ પ્રતિનિયત આકાર હોવાથી ઘટની જેમ. અર્થાત્ ઘડો નીયત આકારવાળો છે તો તેનો કર્તા કુંભાર છે જ. તો આ દેહનો ર્તા જરૂર હોવો જ જોઇએ અને તેજ આત્મા છે અને આ વિષયમાં બીજું અનુમાન એ છે કે જેમ લોઢું આઠેય એટલે ગ્રહણ કરવા લાયક છે અને માણસો આદાન (જે વડે પકડી શકાય તે) છે તો ત્રીજો આદાતા (ગ્રહણ કરનાર) લુહારને માન્યા વગર છુટકો નથી તેવી જ રીતે શબ્દ રૂપ રસ, ગંધ અને સ્પર્શ રૂપ પાંચે વિષયો આદેય છે અને કાન, આંખ, જીભ, નાક અને ત્વચારૂપ ઇન્દ્રિયો એના આદાન છે તો ત્રીજો આદાતા (ગ્રહણ કરનાર) આત્મા જરૂર છે જ. આથી આત્માની સિધ્ધિ થાય છે.
ચેતનાવાળા જે હોય તે આત્મા અથવા જીવ કહેવાય છે આ લક્ષણથી જગતના બધા જ જીવો ચેતના લક્ષણવાળા છે માટે બધાનો સમાવેશ થઇ જાય છે. આ ચેતના સામાન્યથી બે પ્રકારની વ્હેલી છે.
(૧) દર્શન ચેતના (૨) જ્ઞાન ચેતના
દર્શન ચેતના એટલે ગતમાં રહેલા પદાર્થોનો સામાન્ય બોધ એટલે કે સામાન્ય જ્ઞાનથી પદાર્થોની જાણકારી થવી તે દર્શન ચેતના હેવાય છે.
જ્ઞાન ચેતના એટલે ગતમાં રહેલા પદાર્થોને વિશેષ રીતે જાણવા એટલેકે વિશેષ રીતે પદાર્થોનો બોધ થવો અર્થાત્ તે તે પદાર્થોને વિશેષ રીતે જાણવા તે જ્ઞાન ચેતના હેવાય છે.
આ દર્શન અને જ્ઞાન આત્માના અભેદ રૂપે રહેલા ગુણો છે માટે તેનો ઉપયોગ તે ચેતના હેવાય
છે.
Page 7 of 325