________________
શાસકરોએ અપેક્ષા વિશેષથી ચેતનાના ત્રણ પ્રકારો પણ કહેલા છે. (૧) જ્ઞાન ચેતના (૨) કર્મ ચેતના અને (૩) કર્મફલ ચેતના.
જ્ઞાન ચેતના :- એટલે જગતમાં રહેલા ઘટ પટાદિ પદાર્થોનો જ્ઞાનરૂપે પરિણામ થવો તે જ્ઞાન ચેતના કહેવાય.
કર્મચેતના :- સમયે સમયે જીવોને પૌદ્ગલિક કર્મના નિમિત્તથી ક્રોધાદિ પરિણામ પેદા થવા તે કર્મ ચેતના હેવાય.
કર્મફલ ચેતના :- એટલે કર્મના ફળ સ્વરૂપ સુખ દુઃખનો અનુભવ થવો એટલેકે શુભ કર્મના ઉદયે સુખનો અનુભવ થવો અને અશુભ કર્મના ઉદયે દુ:ખનો અનુભવ થવો તે કર્મફલ ચેતના કહેવાય છે. - આ ત્રણેય પ્રકારની ચેતના ગતના સર્વ જીવોમાં હોય છે. આથી ચેતનાના એક પ્રકારથી ગતમાં રહેલા પાંચસો ત્રેસઠ જીવોનો સમાવેશ થાય છે.
આ રીતે ચેતનાના ત્રણ પ્રકારો શ્રી આનંદધનજી મહારાજાએ શ્રી વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં હેલા છે. આ રીતે એક પ્રકારે જીવો કહેવાય છે.
ગતમાં રહેલા સઘળાય જીવોનો સમાવેશ બે પ્રકારમાં પણ થઇ શકે છે. તે બે પ્રકારોના ભેદો અનેક રીતે થઇ શકે છે. છતાંય અહીં દાખલા રૂપે એક ભેદ જણાવે છે. (૧) ત્રસકાય રૂપે જીવો અને (૨) સ્થાવરકાય રૂપે જીવો હોય છે. આ બે પ્રકારમાં જગતનાં સઘળા જીવોનો સમાવેશ થઇ જાય છે. ત્રસરૂપે પાંચસો ત્રેસઠ જીવોમાંથી પાંચસો એકતાલીશ જીવો આવે છે. તેમાં બેઇન્દ્રિયના-બે, તેઇન્દ્રિયના-બે, ચઉરીન્દ્રિયના-બે, પંચેન્દ્રિય જીવોનાં પાંચસો પાંત્રીશ. તેમાં નાના-ચૌદ, પંચેન્દ્રિય તિર્યચના-વીશ, મનુષ્યના-ત્રણસો ત્રણ અને દેવતાના-એકસો અટ્ટાણું હોય છે. = પાંચસો એકતાલીસ થાય છે. સ્થાવર જીવોનાં બાવીશ ભેદો હોય છે. તેમાં પૃથ્વીકાયના-ચાર, અપકાયના-ચાર, તેઉકાયના-ચાર, વાયુકાયના-ચાર. આ દરેક સૂક્ષ્મ અપર્યાપ્તા-સૂક્ષ્મ પર્યામા-બાદર અપર્યાપ્તા અને બાદર પર્યાપ્તા રૂપે હોય છે તથા વનસ્પતિકાયના છ ભેદો તેમાં સાધારણ વનસ્પતિકાયના-ચાર અને પ્રત્યેક વનસ્પતિકાયના-બે. બાદર અપર્યાપા તથા બાદર પર્યાપ્તા રૂપે હોય છે. આ રીતે બાવીશ થાય છે.
સંસારમાં મોટાભાગના જીવો સૂક્ષ્મ નિગોદ રૂપે રહેલા હોય છે. જ્યારે જેટલા જીવો મોક્ષે જાય ત્યારે જે જીવો એક્વાર સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે તે જીવો બાદરપણાને પામી સત્રીપણાને પામી પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય છે છતાં તે જીવોને તેમાંથી બાદર રૂપે ઉત્પન્ન થવામાં કે સન્ની રૂપે ઉત્પન્ન થવામાં કોઇ જીવ મોક્ષે જાય પછી જ નીકળે એવો નિયમ હોતો નથી. તે જીવો પોતાના કર્માનુસારે ગમે ત્યારે બહાર નીકળી શકે છે. અત્યારે હાલ ચૌદપૂર્વનો અભ્યાસ કરી પ્રમાદને આધીન થઇ ચૌદ પૂર્વના જ્ઞાનને ભૂલીને સૂક્ષ્મ નિગોદમાં ગયેલા-બેઠેલા જીવો અનંતા વિદ્યમાન છે. આ જીવોમાંથી કેટલાક સંખ્યાતા કાળ-કેટલાક અસંખ્યાતા કાળે કેટલાક અનંતી ઉત્સરપિણી-અનંતી અવસરપિણી રૂપ અનંતા કાળે અને કેટલાક જીવો પોતાનો અર્થ પુગલ પરાવર્ત કાળમાં એકમવ બાકી રહેશે પછી બહાર નીકળશે. તે એક ભવ બાકીવાળા જીવો મનુષ્યમાં આવી કેવલજ્ઞાન પામી તે ભવમાં મોક્ષે જશે. આથી એ સમજવાનું કે જે ત્રસપણું અને સન્નીપણું મળેલ છે તે પ્રમાદને આધીન થઇને ચાલ્યુ ન જાય અને બાદરપણામાંથી સૂક્ષ્મપણામાં જવું ન પડે તેની કાળજી રાખીને જીવન જીવવું જોઇએ. જીવોના ભેદની અપેક્ષાએ ત્રસજીવોનાં ભેદો અધિક છે પણ કાળની અપેક્ષાએ વિચારીએ તો ત્રસપણા કરતાં સ્થાવરપણાનો કાળ ઘણોજ હોય છે માટે ચેતવાનું છે.
Page 8 of 325