________________
જ્ઞાનીઓ જોઇ શક્તા નથી પણ માત્ર કેવલજ્ઞાની ભગવંતો જ જોઈ શકે છે. ઇમરnકાય.
એક જ દ્રવ્ય છે. ચૌદ રાજલોક્ની આકૃતિની જેમ આકાર રૂપે રહેલું દ્રવ્ય છે અને જીવ તથા પુદગલોને લોકને વિષે ગતિ કરવામાં સહાયભૂત થાય છે. એક સ્થાનેથી બીજા સ્થાને જીવોને વામા તથા પુદગલોને જવામાં સહાય કરનાર આ દ્રવ્ય હોય છે. સહાય કરે છે અને જીવ તથા પુદગલ એક સ્થાનેથી બીજા સ્થાને જતાં જોઇએ છીએ અનુભવીએ છીએ માટે જણાય છે પણ તે દ્રવ્ય જોઇ શકાતું નથી. અધમnિકાય
આ દ્રવ્ય પણ લોકની આકૃતિ રૂપે ગતમાં એક આખું દ્રવ્ય છે અરૂપી રૂપે છે. આ દ્રવ્ય જીવ અને પુદગલને લોકને વિષે સ્થિર રહેવામાં સહાયભૂત થાય છે. આપણે પણ એક સ્થાનેથી બીજા સ્થાને જેમ જઇ શકીએ છીએ અને જ્યાં ઉભા રહેવું હોય-બેસવું હોય ત્યાં ઉભા રહી શકીએ કે બેસી શકીએ છીએ તે આ દ્રવ્યની સહાયથી થાય છે.
જેમ આગળના કાળમાં દેશી નળીયાવાળા મકાનો હતા તેમાંથી સૂર્યના કિરણોનો પ્રકાશ ઘરમાં પડે તો એક સરખી લીંટીની જેમ પ્રકાશ પડતો દેખાય તેમાં ધારી ધારીને જોતાં પુદગલોની એક ગોઠવાયેલી શેર દેખાય તેમાં કેટલાક પુદગલો ચાલે, કેટલાક ઉભા રહે. ચાલતા પુદગલો થોડું ચાલી ઉભા રહે ઉભા રહેલા યુગલો થોડીવાર ઉભા રહી ચાલે તે જોઇ શકાય પણ તે પુદગલો પકડવા જઇએ તો પકડી શકાતા નથી. એવા પુદગલો પણ જે ચાલે છે અને ઉભા રહે છે તે આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્યોની સહાયથી બને છે. જીવInકાય
ચૌદ રાજલોક રૂપ જગતમાં જીવો અનંતા રહેલા છે. આ દરેક જીવોનું મલ સ્વરૂપ અરૂપી છે એટલે એ સ્વરૂપને જોઇ શકાતું નથી વર્તમાનમાં જે જીવોને જોઇએ છીએ તે કર્મથી યુકત જીવોને જોઇએ છીએ માટે રૂપી સ્વભાવવાળા જીવોને જોઇ શકીએ છીએ જીવનું અરૂપી સ્વરૂપ કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી. માટે ઇન્દ્રભૂતિજી જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસે વાદ કરવા આવ્યા ત્યારે ભગવાનને જેટલા પ્રશ્નો પૂછયાં તેના જવાબો આપ્યા. છેલ્લે પુછયું છે કે આત્મા જગતમાં છે એમ જે કહો છો તો શું તે વાસ્તવિક છે ? ત્યારે ભગવાને કહ્યું છે કે જરૂર છે ! ત્યારે કહ્યું કે જો હોય તો હું કેમ દેખી શક્તો નથી. ત્યારે ભગવાને કહ્યું કે તું જેટલું જૂએ એટલું જ માને છે કે બીજા જૂએ તે પણ માને છે ત્યારે કહ્યું કે બીજા જૂએ એ પણ માનું છું ત્યારે ભગવાને કહાં હું જોઉં છું તું પણ મારા જેવો થઇશ ત્યારે તું જરૂર જોઇ શકીશ. તરતજ માન્ય કર્યું છે અરૂપી એવા જીવને કેવલી સિવાય કોઇ જોઇ શકતું નથી. આકાશiરિnકાય
આ આખાય જગતમાં એક મોટો ગોળો રહેલો છે તે ગોળાની બરાબર મધ્યભાગમાં ચૌદ રાજલોક ઉંચાઇવાળો લોની આકૃતિ જેવો આખો લોક રહેલો છે કે જે આકૃતિના પ્રદેશોની સાથેને સાથે પાંચ અસ્તિકાય દ્રવ્યો રહેલા છે આ લોકની આકૃતિમાં જે આકાશ પ્રદેશો રહેલા છે તે લોકાકાસ્તિકાયના પ્રદેશો રૂપે કહેવાય છે અને તે સિવાયના ગોળાના ભાગમાં જે પ્રદેશો રહેલા છે તે અલોકાકાસ્તિકાયના પ્રદેશો રૂપે કહેવાય છે એમ આકાશાસ્તિકાયના બે વિભાગ પડે છે આથી લોકાકાસ્તિકાય રૂપે પ્રદેશો જ રહેલા છે તે જગ્યા આપવામાં સહાય કરે છે. આકાશાસ્તિકાય એટલે જગ્યા આપવી તે.
આ દ્રવ્ય પણ અરૂપી છે માટે કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી.
Page 6 of 325