________________
રૂપી એટલે જે પદાર્થોને વિષે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય તે રૂપી પદાર્થો કહેવાય છે અર્થાત્ જે પદાર્થો રૂપવાળા હોય તે રૂપી કહેવાય છે આ પદાર્થોમાં જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ એમ છ તત્વો નો સમાવેશ થાય છે.
આ જગતમાં આપણે જે કંઇ દેખીએ છીએ, જોઇએ છીએ તે રૂપી પદાર્થોને જ દેખી શકીએ છીએ તે રૂપી પદાર્થો ક્યાં ચેતના યુકત એટલે સચેતન હોય એટલે કે જીવવાના હોય છે અને ક્યાં અચેતન એટલે જડ અર્થાત્ જીવ વગરના અચિત્ત રૂપે પદાર્થો હોય છે. આજ રૂપી પદાર્થોને વિષે ગતના જીવો રાગાદિ પરિણામ કરી મારા તારા પણાની બુધ્ધિ પેદા કરીને જીવો પોતાનો જન્મ મરણ રૂપ બાહા સંસાર વધારી રહેલા છે. અનાદિકાળથી જીવ આ રૂપી પદાર્થના સંયોગવાળો હોવાથી પોતાનું મૂળ સ્વરૂપ શું છે અને અત્યારે હું ક્યાં સ્વરૂપ વાળો છું એનો વિચાર સરખો પણ કરવા તૈયાર નથી અને રૂપી પદાર્થની પરતંત્રતાના કારણે વિભાવ દશાથી જે જે સ્વરૂપો પેદા કરતો જાય છે તેને જ પોતાના મૂળભૂત સ્વરૂપો માનતો જાય છે. આ દશાના પરિણામોથી આત્મા બાહા સંસાર કે જે જન્મ મરણ રૂપ છે તેમાં પરિભ્રમણ કરી રહેલો હોય છે.
એ પરિભ્રમણથી છૂટવા માટે જ જ્ઞાની ભગવંતોએ મનુષ્ય જન્મને ઉત્તમ કહાો છે. અર્થાત્ વખાણ્યો છે. જો આ જન્મમાં દેવ, ગુરૂ અને ધર્મની આરાધના આ રૂપી પદાર્થોના વળગાડથી છૂટવા માટે કરવામાં આવે તો, એટલે રાગાદિ પરિણામ ઓછા થવા માંડે તોજ રૂપીના સંસર્ગથી જલ્દી છૂટી શકાય. જીવના ચૌદ ભેદો, સંસારીના ભેદ રૂપે હોવાથી, સંસારી જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોવાથી, અહીં રૂપી તરીકે ગણેલ છે. બાકી કર્મ રહિત આત્માનું મૂળ સ્વરૂપ તો અરૂપી રૂપે રહેલું છે છતાં અહીં રૂપી તરીકે ગણેલ છે.
અજીવ તત્વના ચૌદ ભેદોમાં દશ ભેદો અરૂપી રૂપ છે અને બાકીના ચાર ભેદો પુદગલના રૂપી રૂપે હોય છે માટે અહીં રૂપીમાં ચાર ભેદની અપેક્ષાએ ગણેલ છે. પુણ્યતત્વ કર્મના પુગલોમાં શુભ પુદ્ગલો રૂપે રહેલા હોવાથી રૂપી રૂપે હોય છે. - પાપતત્વ-પાપ રૂપે બંધાયેલા કર્મના પુગલો અશુભ રૂપે રહેલા હોવાથી તે પણ રૂપી રૂપે ગણાય
છે.
આશ્રવ dવ
કર્મના પુદગલોને આત્મામાં લાવનાર હોવાથી તે કર્મના પુદગલોને નાશ કરવાના હોવાથી તે રૂપી રૂપે ગણાય છે. બંધ
આત્મા અરૂપી છે તે અરૂપી આત્માની સાથે રૂપી કર્મનો બંધ થઇ આત્માને રૂપારૂપી બનાવે છે. માટે તે રૂપીનો સંયોગ તે રૂપી ગણાય છે.
અરૂપી પદાર્થોનું વર્ણન અરૂપી પદાર્થોમાં ચાર તત્વો આવે છે. અજીવ-સંવર-નિર્જરા અને મોક્ષ તત્વ. અજીવ તત્વમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય અને કાલદ્રવ્ય અરૂપી હોય છે. જે પદાર્થોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોતા નથી તે પદાર્થો અરૂપી કહેવાય છે. આ અરૂપી પદાર્થોને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની એટલેકે ચૌદપૂર્વીઓ- અવધિજ્ઞાનીઓ મન:પર્યવ
Page 5 of 325