________________
ગુણો પેદા કરવામાં જે પુણ્યની સામગ્રી હોય છે તે પુણ્યની સામગ્રી પુણ્યાનુબંધી પુણ્યવાળી ગણાય છે અને તે સામગ્રીના ઉદયકાળમાં જીવને વૈરાગ્ય ભાવ જળહળતો રહે છે એટલે પુણ્યથી મળેલી સામગ્રીમાં લીનતા પેદા કરાવતું નથી આટલા પુરતીજ એ સામગ્રી ઉપાદેય કહેવાય છે. અને અંતે એ સામગ્રી મોક્ષ જતાં પણ છોડવી જ પડે છે બાકીની પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી વૈરાગ્ય ભાવ પેદા કરાવવામાં સહાયભૂત થતી નથી તેમજ લીનતા પેદા કરાવ્યા વગર રહેતી નથી માટે ત સામગ્રીને હેય એટલે છોડવા લાયક કહેલ છે. આથી પુણ્યતત્વ છોડવા લાયક કહેવાય છે.
પાપ તત્વ છોડવા લાયક એટલા માટે છે કે સામાન્ય રીતે ગતમાં રહેલા સઘળા જીવોમાંથી કોઇ જીવને દુ:ખ એટલે અશુભ અથવા ખરાબ પસંદ હોતુ નથી સૌ સુખને જ ઇચ્છે છે આથી દુ:ખ આપનાર અશુભ ભેદો જે પાપરૂપે કહેવાય છે તે છોડવા લાયક છે.
આશ્રવ તત્વ-આત્માને વિષે કાર્મણ વર્ગણાના પગલો આવી ર્મરૂપે પરિણમાવવાનું કામ કરે છે માટે તેનાથી કર્મને આવવાનું દ્વાર ગણાય છે આથી જીવ જેટલો કર્મથી છૂટે એવો પ્રયત્ન કરવાનો હોવા છતાં કર્મનું આવવું બને છે માટે હેય ગણાય છે.
બંધ તત્વ-આત્માની સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી દૂધ અને પાણીની જેમ એક મેક કરાવે છે માટે તે હેય ગણાય છે. આ કારણોથી આ ચાર તત્વો હેય ગણાય છે
ઉપાદેય તત્વોનું વર્ણન. ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક રૂપે ત્રણ તત્વો ગણાય છે. સંવર-નિરા અને મોક્ષ.
સંવર એટલે આવતા કર્મોનું રોકાણ કરવું તે ગણાય છેઆથી કર્મ રહિત આત્માને બનાવવાનો હોવાથી આવતાં કર્મોનું રોકાણ જેટલું થતું જાય, કે જેના કારણે આત્મા કર્મથી અલગો થતો જાય માટે તે ઉપાદેય રૂપે તત્વ ગણાય છે.
નિર્જરા એટલે આત્મામાં જુના કર્મો જ આવેલા છે તેનો નાશ કરવો, એટલે અત્યાર સુધીમાં આત્માએ કેટલાય ભવોમાં ફરી ફરીને આત્માની સાથે કર્મનો સમુદાય એકઠો કરેલો છે તેનો જે નાશ કરવો તે નાશ ત્યારે જ થાય કે પહેલા આવતા કર્મોનું રોકાણ થાય પછી પૂરાણા કર્મોનો નાશ થાય (થઇ શકે છે) ત્યારે જ આત્મા પોતાના શુધ્ધ સ્વરૂપવાળો બની શકે છે. આ ક્રિયા પણ કર્મોના નાશ માટે ઉપયોગી હોવાથી ઉપાદેય ગણાય છે.
આવતા કર્મોનું સંપૂર્ણ રોકાણ ચૌદમા ગુણસ્થાનકે% થાય છે માટે સંપૂર્ણ સંવર ચારિત્રની પ્રાપ્તિ જીવને ચૌદમા ગુણસ્થાનકે થાય છે એવી જ રીતે તેરમાં ગુણસ્થાનકમાં જીવ યોગનો નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનકે અયોગી બને છે ત્યાં આવતાં કર્મોનું સંપૂર્ણ રોકાણ થયેલું હોવાથી જુના રહેલા કર્મોનો ત્યાં જ નાશ થાય છે માટે સંપૂર્ણ નિર્જરાતત્વ (ચારિત્ર) ત્યાંજ પ્રાપ્ત થાય છે. મોક્ષdવ.
જીવની સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા તે મોક્ષ કહેવાય છે. આ અવસ્થા ગ્રહણ કરવા લાયક હોવાથી તથા આ અવસ્થા ચૌદમા ગુણસ્થાનકે ચાર અઘાતી કર્મો, વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રનો નાશ થાય ત્યારે જીવ સકલ કર્મોથી રહિત બને છે તે મોક્ષ કહેવાય છે. એક્વાર સલ કર્મોથી રહિત થયા પછી જીવ કર્મ યુકત બનતો નથી માટે તે ગ્રહણ કરવા લાયક છે આથી ઉપાદેય ગણાય છે.
નવતત્વોના બીજી રીતે બે પ્રકારો કહ્યા છે. (૧) રૂપી રૂપે (૨) અરૂપી રૂપે.
Page 4 of 325