________________
હજાર સાગરોપમ કાળસુધી પરિભ્રમણ કર્યા કરે છે.
ચહેરીન્દ્રિય જીવો વિક્લેન્દ્રિય રૂપે ન્મ મરણ કરતાં કરતાં પરિભ્રમણ કર્યા કરે તો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણનો કાળ ઉત્કૃષ્ટ જાણવો. જઘન્યથી એકમવ રૂપે પણ હોઇ શકે છે એટલેકે વિક્લેન્દ્રિયપણામાં કોઇપણ એકમાં જાય અને થોડા કાળમાં પાછો મનુષ્ય રૂપે તે તિર્યંચ પંચેન્દ્રિય બહાર પણ આવી જાય. - અસન્ની પંચેન્દ્રિય રૂપે એટલે એક ભવ તિર્યંચનો અને એક ભવ મનુષ્યનો એમ કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ સુધી પણ ભમ્યા કરે છે. સન્ની સન્ની રૂપે પણ, જો પરિભ્રમણ કર્યા કરે એટલેકે તિર્યંચ અને નારકી અથવા તિર્યંચ અને દેવ અથવા મનુષ્યને નારકી અથવા મનુષ્યને દેવ તથા તિર્યંચ અને મનુષ્ય રૂપે અથવા મનુષ્ય અને તિર્યંચ રૂપે પરિભ્રમણ કરે તો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. એક હજાર સાગરોપમ કાળમાં જીવ મોક્ષે ન જાય તો એક ભવ બેઇન્દ્રિયનો કરી તિર્યંચ કે મનુષ્ય થઇ પાછો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કરે છે તેટલા કાળમાં મોક્ષે ન જાય તો બે હજાર સાગરોપમ કાળપૂર્ણ થાય એટલે જીવ એકેન્દ્રિયમાં અવશ્ય જાય છે. એકેન્દ્રિયમાં ગયા પછી જો અધિક કાળ જીવ રહે તો અસંખ્યાત કાળ અથવા અનંત કાળ સુધી પણ રહી શકે છે. આ રીતે જીવોની રખડપટ્ટીનું જ્ઞાન અથવા પરિભ્રમણનાં જ્ઞાનનો જાણકારી જીવોના ભેદને જાણવાથી મળે છે. આથી આ જે જીવોના ભેદ હેવાશે તે વાસ્તવિક રીતિએ આપણા પોતાનું સ્થાન છે તે છોડીને છોડીને આપણે આવેલા છીએ. પાછું ફરીથી પ્રાપ્ત કરીએ છીએ. કાળપૂર્ણ થયે તે સ્થાન છોડીએ છીએ. એમ અનંતા કાળથી એ પ્રવૃત્તિ કર્યા જ કરીએ છીએ એમ આ ભેદોના જ્ઞાનથી આ રીતે જાણકારી મલતી જાય છે. તેવીજ રીતે અજીવ તત્વના ભેદોને જાણવાથી ક્યાં ક્યાં કયા કયા ક્ષેત્રોમાં ફરીએ છીએ કેટલો કેટલો કાળ ક્યા ક્ષેત્રોમાં રહીએ છીએ એટલે સ્થિર રૂપે રહીએ છીએ પાછા ચાલીએ પાછા સ્થિર રહીએ એમ ચાલ્યા જ કરે છે. તેમાં જ્યાં જ્યાં જે જે ક્ષેત્રોમાં જગ્યા મલે છે તે તે ક્ષેત્રોમાં એક્વાર-અનેક્વાર કે અનંતીવાર રહા કરીએ છીએ તેમજ એ ક્ષેત્રોને વિષે સ્થિર રહેવામાં, ત્યાંથી ચાલવામાં તથા ગ્યા આપવામાં જેમ પદાર્થો કામ કરે છે એવી જ રીતિએ તે પરિભ્રમણ કરવામાં આત્માની સાથે જ કર્મ પુદગલોનો સંયોગ કરેલો છે તેમાં સમયે સમયે પરિવર્તન કરતાં તેમાં રાગાદિ પરિણામો કરતાં કરતાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ માટે પરિભ્રમણનો અંત આવતો નથી એ અંત લાવવા માટે રાગવાળા પુદગલોમાં રાગ થવા ન દેવો અને દ્વેષ થાય તેવા પુદગલોમાં વેષ થવા ન દેવો એવી સ્થિતિ પેદા થવા માંડે તોજ પરિભ્રમણ ઓછું થતાં થતાં સંપૂર્ણ પરિભ્રમણ અટકી શકે. આ જ્ઞાન અજીવતત્વના ભેદોને જાણવાથી પેદા થાય છે માટે આ બે તત્વોને જ્ઞાની ભગવંતોએ જાણવા લાયક રૂપે કહેલા છે.
ગતમાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓના જે પુદગલો હોય છે તેમાં છેલ્લી ગ્રહણ યોગ્ય વર્ગણા કાર્પણ વર્ગણા રૂપે પુદગલો હોય છે તે અજીવ છે તેને સમયે સમયે જીવ ગ્રહણ કરીને આત્માની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક કરે છે તે કર્મ કહેવાય છે. એ કર્મના સંયોગના કારણે જીવ પોતાની શકિતથી સ્વતંત્ર રૂપે કાર્ય કરી શકતો નથી આથી કર્મના ઉદયના કારણે જીવો પર પદાર્થમાં રાગાદિ પરિણામ કરતો કરતો પોતાનો સંસાર વધારી પરિભ્રમણ કરી રહેલો હોય છે. આ જાણકારી જેમ જેમ જીવ અને અજીવ તત્વોને જાણતો તેની વિચારણા કરતો જાય તેમ પેદા થાય છે આથી આ બે તત્વો જાણવા લાયક કહેલા છે.
હેય-છોડવા લાયક. પદાર્થોનું સામાન્ય વર્ણન. છોડવા લાયક શાથી? હેય પદાર્થોમાં પૂણ્ય-પાપ આશ્રવ અને બંધ આ ચાર તત્વો આવે છે. સામાન્ય રીતે આત્મિક
Page 3 of 325