________________
બંધને અજીવતત્વમાં સમાવેશ કરેલ છે આમ જીવ અને અજીવ બે ભેદરૂપે પણ નિરૂપણ કરેલ છે.
આ રીતે જુદા જુદા આચાર્યોએ જુદા જુદા ગ્રંથોમાં આવી રીતે જે વર્ણન કરેલ છે તે જોવા મળી શકે છે.
નવે તત્વોનાં ઉત્તર ભેદો ૨૭૬ થાય છે.
જીવ તત્વના-૧૪, અજીવતત્વ-૧૪, પુણ્યતત્વ-૪૨, પાપતત્વ-૮૨, આશ્રવતત્વ-૪૨, સંવરતત્વ-૫૭, નિર્જરાતત્વ-૧૨, બંધતત્વ-૪ અને મોક્ષ તત્વ-૯ આ રીતે ૨૭૬ ભેદો થાય છે.
તત્વની વ્યાખ્યા- તત્ એટલે તે-તે પ્રકારે અથવા તેવા તેવા પ્રકારે એટલે શું ? જેવા જેવા પ્રકારે કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી પદાર્થોને જોયા છે તેવા તેવા પ્રકારે વિશેષે કરીને એટલે તે પદાર્થોને વિશેષે કરીને જાણવા, બોધ કરવો તે તત્વ હેવાય છે.
આ નવતત્વોનાં ત્રણ વિભાગ કરાય છે.
૧ શેય- એટલે જાણવા લાયક રૂપે. ૨ હેય- એટલે છોડવા લાયક રૂપે અને ૩ ઉપાદેય- એટલે ગ્રહણ કરવા લાયક રૂપે. તેમાં શેય એટલે જાણવા લાયક રૂપે બે તત્વો ગણાય છે.
૧ જીવ અને ૨ અજીવ. હેય રૂપે ચાર તત્વો ગણાય છે પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ. ઉપોદય રૂપે ત્રણ તત્વો ગણાય છે. સંવર-નિર્જરા અને મોક્ષ.
જીવ અને અજીવ આ બે તત્વોમાં છોડવા લાયક કે ગ્રહણ કરવા લાયક કોઈ છે નહિ એટલે જાણવા લાયક કહાા છે. અહીં સંસારી જીવોની વિવલા હોવાથી જગતમાં અનાદિકાળથી જીવો એક સ્થાનેથી બીજા સ્થાને પરિભ્રમણ કર્યા જ કરે છે. જે જીવભેદના સ્થાનમાં જેટલો કાળ રહેવાનો નિયત કરેલો હોય તેટલો કાળ પૂર્ણ થાય એટલે જીવ બીજા જીવભેદમાં જાય છે ત્યાંનો કાળ પૂર્ણ થતાં જીવ ભેદમાં જાય છે એમ અનાદિ કાળથી જીવો એક બીજા જીવોના ભેદોને વિષે પરિભ્રમણ કર્યા જ કરે છે. આ પરિભ્રમણ શેનાથી ? શા કારણથી થાય છે તે જીવ જેમ જેમ જાણતો થાય તેમ તેમ જેનાથી પોતાનું પરિભ્રમણ થઇ રહેલું છે તે કારણને જાણીને શકય એટલું કારણને દૂર કરવા માટે પ્રયત્ન કરતો જાય એ માટે જીવતત્વ જાણવા લાયક કહે છે.
સૂક્ષ્મ જીવો સૂક્ષ્મરૂપે પરિભ્રમણ કર્યા કરે તો અસંખ્યાત પુગલ પરાવર્તકાળ સુધી ભમ્યા કરે છે અને બાદર જીવો બાદર રૂપે પરિભ્રમણ કર્યા કરે તો અસંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. સૂક્ષ્મ રૂપે એકભવ અને બાદર રૂપે એકભવ એમ પરિભ્રમણ કર્યા કરે તો અનંતા કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. બે ઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચહેરીન્દ્રિય જીવોમાં બેઇન્દ્રિય, બેઇન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો સુધી ફર્યા કરે છે. તેવી જ રીતે તે ઇન્દ્રિય, તેઇન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો સુધી પરિભ્રમણ કર્યા કરે છે. એવી જ રીતે ચઉરીન્દ્રિય જીવો ચઉરીન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો રૂપે પરિભ્રમણ કર્યા કરે છે પણ બેઇન્દ્રિય જીવો-તે ઇન્દ્રિય રૂપે કે ચઉરીન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે.
તેઇન્દ્રિય જીવો બેઇન્દ્રિય આદિ રૂપે પાછા તેઇન્દ્રિય રૂપે એમ વારંવાર પરિભ્રમણ કર્યા કરે તો એક
Page 2 of 325