________________
નવતત્વ વિવેચન મુનિ શ્રી નરવાહનવિજયજી
શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓને છેલ્લે ભવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે વખતે જ્ઞાનથી ગતમાં રહેલા સઘળા પદાર્થોને જેવા સ્વરૂપે રહેલા હોય છે તેવા સ્વરૂપે જુએ છે. તે પદાર્થોનું જ્ઞાન ગતના જીવોને થાય તે હેતુથી શ્રી ગણધર ભગવંતોના આત્માઓ ત્યાં હાજર થતાં પહેલી દેશના તે જીવોને ઉદ્દેશીને આપે છે. તે દેશનાને સાંભળીને તે આત્માઓ સંયમનો સ્વીકાર કરે છે અને સ્વીકાર કર્યા બાદ શ્રી તીર્થંકર પરમાત્માઓની પાસેથી તત્વ જાણવા માટે ત્રણવાર પ્રશ્નો પૂછે છે તેના જવાબમાં તીર્થકરના આત્માઓ જવાબ આપે છે. તે જ્વાબથી જગતમાં રહેલા પદાર્થોનું જ્ઞાન ક્ષયોપશમ ભાવે શ્રી ગણધર પરમાત્માઓના આત્મામાં પેદા થાય છે તે જ્ઞાન યથાર્થ છે એટલે જેવા સ્વરૂપે મારે જગતના જીવોને આપવું છે તે રીતે પેદા થયેલું છે એમ જાણી તે ગણધરના આત્માઓને તે જ્ઞાન તેમની પાસે જે જીવો આવે તેમને આપવા માટેની અનુજ્ઞા આપે છે તે ગણધર પદની સ્થાપના કહેવાય છે.
આ પેદા થયેલા જ્ઞાનથી ગતમાં જેટલા પદાર્થો રહેલા છે તેના નવ વિભાગ કરી તે પદાર્થોનું જ્ઞાન ગતના જીવોના અંતરમાં થાય તે પ્રમાણે નિરૂપણ કરે છે તે નવતત્વ રૂપે કહેવાય છે.
આ તત્વોનું જ્ઞાન ગણધર ભગવંતોએ પોતાના શિષ્ય-પ્રશિષ્યાદિઓને મૌખિક રીતે આપ્યું આ રીતે મૌખિક રૂપે ઘણાં વર્ષો સુધી પરિપાટી ચાલી. જ્યારે જીવોનો જ્ઞાનનો ક્ષયોપશમ ઓછો થવા માંડ્યો, બલ ઘટવા માંડ્યું, એટલે લેખન રૂપે શરૂ થયું અને પુસ્તક રૂપે આ પદાર્થો લખાયા તેમાંથી પણ
જ્યારે એ લખાણ પણ સમજવા અને જાણવા માટે કઠણ પડવા માંડ્યું એટલે મહાપુરૂષોએ ભાવિના જીવોના ઉપકાર માટે પ્રકરણોની રચના કરી તેમાંનું આ એક નવતત્વ પ્રકરણ છે કે જે મહાપુરૂષે આ રચેલ છે તેમના નામનો ઉલ્લેખ મળતો નથી. એ રચેલા પ્રકરણોને મહાપુરૂષોએ પ્રાણના ભોગે સાચવીને આપણા સુધી પહોંચાડ્યું છે કે જે આપણને જાણવા સાંભળવા અને સમજવા મલે છે.
બીજા કેટલાક ગ્રંથોને વિષે આ નવતત્વોનો સાતતત્વોમાં સમાવેશ કરીને પણ વર્ણન કરેલા રૂપે મળે છે કે જે નવતત્વોમાંથી પુણ્ય અને પાપ આ બે તત્વો આશ્રવ તત્વમાં દાખલ કરીને સાત તત્વો કરે છે અને તે રૂપે નિરૂપણ પણ થઇ શકે છે તે સાતના નામો- જીવ-અજીવ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ.
કેટલાક આચાર્યોએ એ નવતત્વોનાં પાંચ ભેદ પાડીને પાંચ તત્વ રૂપે નિરૂપણ પણ કરેલ છે તેમાં પુણ્ય અને પાપને આશ્રવમાં દાખલ કરેલ છે તથા સંવર અને નિર્જરાને મોક્ષમાં દાખલ કરવાથી પાંચ તત્વો રૂપે પણ નિરૂપણ થઇ શકે છે.
જીવ-અજીવ-આશ્રવ-બંધ અને મોક્ષ.
કેટલાક આચાર્યોએ એ નવતત્વોના ટુંકામાં વર્ણન કરતાં બે પ્રકાર પણ પાડેલા છે કે જે બે ભેદમાં બધાનો સમાવેશ કરેલ છે. તેમાં સંવર-નિર્જરા અને મોક્ષને જીવતત્વમાં તથા પુણ્ય-પાપ-આશ્રવ અને
Page 1 of 325