________________
કર્ણપ્રિય સ્વર યોજનાર કર્મ સુસ્વર નામ. આદેચ નામ
આદેય નામની પ્રકૃતિથી જીવનું વચન આદરણીય થાય છે અને લોકો તેનો સારો સત્કાર કરે છે. ચાનામ
જે કર્મથી યશ તથા કીતિનો ઉદય થાય તે યશકીતિ નામનું પુણ્ય કર્મ કહેવાય છે. એક દિશામાં ગમન કરનાર કીર્તિ કહેવાય છે અને સર્વ દિશામાં વ્યાપક યશ: કહેવાય છે. અથવા દાનપુણ્યથી ઉત્પન્ન થનારી કીર્તિ કહેવાય છે અને શૌર્યપણાથી ઉત્પન્ન થતો યશ કહેવાય છે. દેવ-મનુષ્ય-તિર્યંચાય- જે કર્મોના ઉદયથી દેવ, મનુષ્ય અને તિર્યંચના આયુષ્યો મળે એ દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુ નામની પુણ્ય પ્રકૃતિઓ કહેવાય છે. તેમાં તિર્યંચગતિના આયુષ્યને પુણ્ય પ્રકૃતિમાં લેવાનું કારણ એટલું જ છે કે તે આયુષ્ય પ્રાપ્ત થયા પછી છોડવાનું મન થતું નથી કીડાને પણ મરવું ગમતું નથી. dીથR નામકર્મ
અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશય પ્રાદુર્ભવન નિમિત્ત કર્મ તીર્થકર નામકર્મ 1
આઠ મહાપ્રાતિહાર્યાદિ અતિશયોને પેદા કરાવનાર કર્મ તીર્થકર નામકર્મ કહેવાય છે. જેના ઉદયથી ત્રણ ભુવનને પણ માન્ય થાય છે. યોજન ગામિની દેશના વડે ગતનું પરમ લ્યાણ કરનાર આ કર્મ પરમ પુણ્ય પ્રકૃતિ છે કારણકે એકતાલીશ પ્રકૃતિઓ પામ્યા છતાંય સંસારની રખડપટ્ટીથી દૂર થવાતું નથી ત્યારે આ પુણ્ય પ્રકૃતિનો વિપાથી અનુભવ કરનાર તેજ ભવમાં મુકિત પામે છે. આ પુણ્ય પ્રકૃતિનું વીશ સ્થાનક તપ કારણભૂત છે. મહાન તપસ્વીઓ આ પદને મેળવી શકે છે એજ એના પરમપણામાં કારણ છે. પુણ્યના બેંતાલીશ ભેદોમાંથી :
એકેન્દ્રિય જીવો ૩૪ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. વેદનીય-૧, શાતાવેદનીય. ગોત્ર-૧ ઉચ્ચગોત્ર. આયુષ્ય-૨ તિર્યંચાય. મનુષ્યાય.
નામ-૩૦ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન,
શુભવર્ણ
ગંધ-રસ અને સ્પર્શ-મનુષ્યાનુપૂર્વી-શભવિહાયોગતિ-પરાઘાત, આતપ-ઉદ્યોત-અગરૂલઘ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શભસુભગ-સુસ્વર-આદેય-યશ.
આ ૩૪ માંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ સમયે સમયે કર્યા જ કરે છે. તેમાં શાતા વેદનીય પરાવર્તમાન રૂપે બંધાયા કરે છે. ઉચ્ચગોત્ર મનુષ્યગતિની સાથે બંધાય છે.
એકેન્દ્રિય જીવોને ઉદયમાં પુણ્ય પ્રકૃતિઓ ૨૩ હોય છે. શાતાવેદનીય, તિર્યંચાયુષ્ય, ઔદારિક શરીર, તૈજસ, કર્મણ શરીર, શુભવર્ણ-ગંધ-રસ-સ્પર્શ-પરાઘાત-ઉચ્છવાસ. આતપ-ઉદ્યોત-અગર લઘ-નિર્માણ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ અને યશ. તથા આદેય નામકર્મ. આ ૨૩ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય ચાલુ જ હોય છે.
બેઇન્દ્રિય જીવો ૩૪ પ્રકૃતિઓમાંથી કોઇપણ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૦, ગોત્ર-૧ = ૩૪. શાતાવેદનીય, તિર્યંચાય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ આ તપ, ઉદ્યોત, અગર લઘુ,
ઉચ્છવાસ
Page 66 of 325