________________
પ્રકૃતિઓ કહેવાય તે સ્વત: સિધ્ધ છે.
બસ દશક પ્રવૃતિઓનું વર્ણન ઉષ્ણાદિ અભિમાનામુ સ્થાનાન્તર ગમન હેતભૂતં કર્મ ત્રસનામ ! ચક્ષુર્વેદ્ય શરીર પ્રાપકે કર્મ બાદર નામ | સ્વયોગ્ય પર્યામિ નિર્વર્તન શકિત સંપાદકં નામકર્મ પર્યાપ્ત નામ પ્રતિ જીવં-પ્રતિ શરીરનકં કર્મ પ્રત્યેક નામ | શરીરાલયવાદીનાં સ્થિરત્વ પ્રયોજકે કર્મ સ્થિર નામનું ઉત્તર કાયનિષ્ઠ શુભત્વ પ્રયોજક કર્મ શુભનામ | અનુપારિત્ર્યપિ લોકપ્રિયતાપાદક કર્મ સૌભાગ્યનામ 1 કર્ણ પ્રિય સ્વરવત્વ પ્રયોજકે કર્મ સુસ્વર નામ | વચન પ્રામાણ્યાખ્યુત્થાનાદિ પ્રાપકંકર્મ આદેય નામ | યશ: કીતિ ઉદય પ્રયોજકે કર્મ યશ: કીર્તિનામાં એકદિગ ગમનાત્મિક કીતિ સર્વદિગગમનાત્મકં યશ: દાનપુણ્યન્યા કીતિ શૌર્ય ન્ય યશ ઇતિ વા |
ત્રસનામ - તડકો, ટાઢ અને ભયાદિના કારણે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરવામાં હેતુભૂત જે કર્મ તે ત્રસનામ કર્મ કહેવાય છે. દુઃખથી સુખભણી પ્રેરક હોવાથી આ પુણ્ય પ્રકૃતિ છે.
ચક્ષુથી જોઇ શકાય તેવું શરીર જે કર્મથી મળે તે બાદર નામકર્મ કહેવાય છે.
પોત પોતાને યોગ્ય પર્યામિની શકિતનું સંપાદક કર્મ પર્યાપ્ત નામનું પુણ્ય છે કારણકે અપર્યાપ્તાવસ્થામાં જલ્દી મરણ આવે અને અહીં પર્યામિ પૂર્ણ કર્યા સિવાય આવે જ નહિ એટલે તેની અપેક્ષાએ દીર્ધાયુષી છે. એટલે પુણ્ય પ્રકૃતિ હોય તે સ્વાભાવિક છે. પર્યાપ્ત નામકર્મના બે ભેદો છે.
(૧) લબ્ધિ પર્યાપ્ત. (૨) કરણ પર્યાપ્ત.
લબ્ધિ પર્યાપ્ત - જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે. તે પૂર્ણ કર્યા પછી મરણ પામે તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે તેના અવસ્થાના ભેદ થી બે ભેદો હોય છે.
(૧) અપર્યાપ્તાવસ્થામાં રહેલા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે અને
(૨) જે જીવોને જેટલી જેટલી પર્યામિઓ હોય છે તે પૂર્ણ કર્યા પછી મરણ પામનારા જીવોનો બીજો ભેદ ગણાય છે.
કરણ પર્યાપ્ત - જે જીવોને જેટલી પર્યાયિઓ કહેલી છે તે પૂર્ણ કરીને પોતાના આયુષ્ય મુજબ જીવન જીવે છે તે કરણ પર્યાપ્ત જીવો કહેવાય છે. પ્રત્યેક નામકર્મ
- દરેક જીવને જુદા જુદા શરીર આપનાર જે કર્મ હોય તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે. રિસ્થર નામકર્મ
શરીરના અવયવો આદિ જે વડે સ્થિર થાય તે સ્થિર નામકર્મ પુણ્યમાં ગણાય તે વ્યાજબી છે. શુભનામ
શરીરના ઉપરના ભાગમાં શુભપણું સ્થાપનાર કર્મ શુભનામ છે અને તેમાં પુણ્યપણું પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કોઇ આદમી પગમાં મસ્તક ઝુકાવે ત્યાં ખોળામાં મૂકે તે ઇષ્ટ ગણાય છે. જ્યારે અધ:કાયના પગ વગેરે અવયવો લગાડે તો અનિષ્ટ લાગે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરના ઉપરના અવયવો પુણ્ય પ્રકૃતિમાં ગણાય તો વાંધો નથી. સભાનામ
કોઇપણ પ્રકારનો ઉપકાર નહિ કરનાર હોવા છતાંયે લોકપ્રિય બનાવનાર કર્મ સુભગ નામકર્મ છે. રાવરનામ
Page 65 of 325