________________
કાર્પણ-પાંચ શરીર ઔદારીક અંગોપાંગ, વૈક્રીય અંગોપાંગ, આહારક અંગોપાંગ, વૃષભનારાચ સંઘયણ, સમચતુરસ સંસ્થાન-શુભવર્ણ (લાલ-પીળો-સફેદ) સુરભિગંધ, શુભરસ (તુરો-ખાટો અને મીઠો રસ) શુભ સ્પર્શ (લઘુ-ઉષ્ણ-સ્નિગ્ધ અને મૃદુ) મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી-શુભ વિહાયોગતિ. પ્રત્યેક-૭ પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત-અગુરૂ-લઘુ નિનામ અને નિર્માણ. ત્રસ-૧૦, ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આર્દય-અને યશ. ગોત્ર-૧, ઉચ્ચ ગોત્ર.
(૧) શાતા વેદનીય - અનુકૂળતાથી અનુભવાય તેનું નામ શાતા વેદનીય કર્મ કહેવાય છે.
અનુકૂળ પદાર્થોની સામગ્રી લાભાંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી જીવને મલે છે. ભોગવાય અને વારંવાર ભોગવાય છે તે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી તે ભોગવતાં કે વારંવાર ભોગવતાં જીવને અનુભવાય છે એટલે સુખ રૂપે જે અનુભવાય ત શાતા વેદનીય વ્હેવાય છે. આ શાતાવેદનીય પહેલાથી છટ્ઠા ગુણ સ્થાનક સુધી એક-એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે અશાતા વેદનીયની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. સાતમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાનક સુધી રસરૂપે એક શાતા વેદનીયજ બંધાય છે અને ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે યોગથી પ્રકૃતિ અને પ્રદેશ રૂપે શાતા વેદનીય બંધાય છે. એક્થી તેર ગુણસ્થાનક સુધી એક એક અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે શાતા અને અશાતા ઉદયમાં અનુભવાય છે. ચૌદમા ગુણસ્થાનકે જે જીવો તેરમાના અંતે અશાતાનો અનુભવ કરતાં પામે તો ચૌદમે તે જીવોને અશાતા અનુભવાય છે અને જે જીવો તેરમાના અંતે શાતાનો અનુભવ કતાં ચૌદમા ગુણસ્થાનક્ને પામે તો તે જીવો શાતાનો અનુભવ કરે છે.
(૨) ઉચ્ચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ સારા કુલમાં ઉત્પન્ન થાય છે તે ઉચ્ચ ગોત્ર હેવાય છે. જે ગોત્ર ગૌરવને લાયક હોય અર્થાત્ દુનિયામાં વખાણવા લાયક હોય તેવા ગોત્રથી આનંદને સ્થાન મળ છે અને ખેદનો વિષય ન રહે તેથી તે પુણ્ય પ્રકૃતિ હેવાય છે. પહેલા ગુણસ્થાનકે દેવગતિ બંધાતી હોય તો નિયમા ઉચ્ચ ગોત્ર બંધાય છે. મનુષ્યગતિ બંધાતી હોય ત્યારે બન્ને ગોત્રમાંથી કોઇપણ પરાવર્તમાન રૂપે બંધાય છે. નરકગતિ અને તિર્યંચગતિની સાથે નિયમા ઉચ્ચ ગોત્ર બંધાતું જ નથી.
બીજા ગુણસ્થાનકે દેવગતિ બંધાતી હોય તેની સાથે નિયમા ઉચ્ચ ગોત્ર બંધાય છે. મનુષ્યગતિ બંધાતી હોય તેની સાથે બે ગોત્રમાંથી કોઇપણ પરાવર્તમાન રૂપે બંધાય છે. તિર્યંચગતિની સાથે નિયમા ઉચ્ચ ગોત્ર બંધાતું નથી.
ત્રીજા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાનક સુધી નિયમા ઉચ્ચ ગોત્ર જ બંધાય છે.
(૩) મનુષ્ય ગતિ- (૪) મનુષ્યાનુપૂર્વી - મનુષ્યની ગતિથી ખિન્નતા નથી હોતી ઉલ્ટી તે ગતિ મુક્તિ સુધીનું કારણ બને છે માટે તે પુણ્ય પ્રકૃતિ હેવાય છે અને તે ગતિમાં દાખલ કરી આપનાર તે ગતિની આનુપૂર્વી એટલે મનુષ્યાનુપૂર્વી છે તે પણ પુણ્યથી ઉપાર્જિત થાય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેંજ્ડ અને કાર્પણ શરીર એ પાંચે પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિઓ રૂપે મનાય છે. તેમાં ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. વૈક્રીય શરીર-દેવતા અને નારકીના જીવોને હોય છે તથા ઉત્તર વૈક્રીય શરીર બનાવે તો ચારે ગતિના સન્ની પર્યામા (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને હોય
છે)
આહારક શરીર ચૌદ પૂર્વધર મહાત્માઓને હોય છે. વૈજ્સ અને કાર્પણ શરીર જ્ગતના સર્વ સંસારી જીવોને હોય છે.
Page 62 of 325