________________
જમવા બેઠા છે તે ભિખારી જુએ છે અને અંતરમાં વિચાર આવે છે કે આ બધા જમે છે અને મને કોઇ કાંઇ આપતા નથી આથી આ પથ્થર ગબડાવીને બધાને મારી નાંખ. આ વિચાર કરીને પથ્થર ગબડાવવા જાય છે તેમાં તે પથ્થર ગબડતાં ગબડતાં જતાં તેની નીચે એ આવી જતાં પોતે જ ચગદાઇને મરી જાય છે અને તે મારી નાખવાના અધ્યવસાયના પરિણામમાં સાતમી નારકીનું આયુષ્ય બાંધી મરીને સાતમી નારકીમાં જાય છે. આથી અહીંયા પણ પાપના ઉદયથી દુ:ખી હતો અને ભવાંતરમાં પણ તેત્રીશ સાગરોપમના ભયંકર દુ:ખને પામ્યો માટે દુ:ખના કાળમાં પણ ખુબ સાવચેતી રાખવા જેવી છે.
આ રીતે પરિણામની વિચિત્રતાના પ્રતાપે પુણ્ય પ્રકૃતિઓનો રસ બંધાય છે તે એક સરખો બંધાતો નથી પણ તરતમતા ભેદે મંદ રસ-મંદતર રસ-મંદતમ રસ-તીવ્ર રસ-તીવ્રતર રસ અને તીવ્રતમ રસે બંધાય છે. આ દરેક બંધમાં પણ પરિણામની તરતમતા ભેદે એક એકમાં અસંખ્યાતા અસંખ્યાતા ભેદો હોય છે એટલે તે ભેદો રૂપે બંધાય છે.
આ પુણ્ય પ્રકૃતિનો રસ, શેરડીના રસ જેવો કહ્યો છે. અને તેના સ્વરૂપમાં જ્ઞાનીઓ જણાવે છે કે એક શેર શેરડીનો કાઢેલો સ્વાભાવિક જ રસ હોય છે તેમાં જેવી મીઠાશ હોય છે તેવી મીઠાશવાળો પુણ્યપ્રકૃતિઓનો રસ તે એક ઠાણીયો રસ કહેવાય છે
એક શેર શેરડીના રસને ઉકાળીને એક ભાગ ઉકાળી ત્રણ ભાગ જેટલો રાખવામાં આવે તે બે ઠાણીયો રસ કહેવાય છે. આવો રસ જે પુણ્ય પ્રકૃતિઓનો બંધાય તે બેઠાણીયા રસવાળી પ્રકૃતિઓ ગણાય છે.
એક શેર શેરડીના રસને બે ભાગ ઉકાળી બે ભાગ રાખવામાં આવે એવો જે પુણ્ય પ્રકૃતિઓનો રસ બંધાય તે ત્રણ ઠાણીયો રસ કહેવાય છે.
એક શેર શરડીના રસના ત્રણ ભાગ ઉકાળી એક ભાગ રાખવામાં આવે એવી મીઠાશવાળો જે પ્રકૃતિઓનો રસ બંધાય તે ચાર ઠાણીયો રસ કહેવાય છે.
એક ઠાણીયા રસને જઘન્ય રસ કહેવાય છે. (મંદરસ) બે ઠાણીયા રસને મધ્યમ રસ અથવા તીવ્ર રસ કહેવાય. ત્રણ ઠાણીયા રસને મધ્યમ રસ (તીવ્રતર) રસ કહેવાય છે. ચાર ઠાણીયા રસને ઉત્કૃષ્ટ રસ (તીવ્રતમ) રસ કહેવાય છે. પુણ્યપ્રકૃતિઓનો એક ઠાણીયો રસ બંધાતો નથી કારણકે જો તે બંધાય તો જીવોને જે રસ અનુભવ રૂપે જણાવવો જોઇએ તે જણાતો નથી એટલે કે અનુભવાતો નથી આથી બંધાતો નથી. બે ઠાણીયો રસ, તીવ્ર સંક્લેશ એટલે કષાયના અધ્યવસાયમાં જીવ રહેલો હોય ત્યારે બાંધે છે. ત્રણ ઠાણીયો રસ કાંઇક મંદ સંક્લેશ અધ્યવસાયમાં જીવો રહેલા હોય ત્યારે બાંધે છે. અને ચાર ઠાણીયો રસ જીવો વિશુધ્ધિમાં વિદ્યમાન હોય એટલે મંદ સંક્લેશમાં હોય ત્યારે બાંધે છે. આ બે-ત્રણ-ચાર ઠાણીયા રસમાં તરતમતા ભેદે અસંખ્યાતા ભેદો હોય છે. માટે દરેક જીવોને ભોગવાતી પુણ્ય પ્રકૃતિઓમાં રસના કારણે ફેર પડે છે.
આ પુણ્ય પ્રકૃતિઓ ૪૨ પ્રકારે હોય છે. વેદનીય-૧- આયુષ્ય-૩, નામ-૩૭, ગોત્ર-૧ = ૪૨. વેદનીય-૧ શાતા વેદનીય. આયુષ્ય-૩- તિર્યંચાયુ. મનુષ્યાય, દેવાયુષ્ય. નામ-૩૭- પિડું-૨૦, પ્રત્યેક-૭, ત્રસ-૧૦ = ૩૭ પિઝં-૨૦-મનુષ્યગતિ-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રીય, આહારક, તૈક્સ,
Page 61 of 325