________________
લગભગ મોટા ભાગના જીવોને મળેલી સામગ્રી આવા પ્રકારની છે કે જેમ જેમ પુણ્યના ઉદયથી સામગ્રી વધતી જાય છે તેમ તેના પ્રત્યેનો રાગ પણ વધતો જાય છે અને એ રાગ આત્માને દુ:ખ આપનારો છે અહીં પણ દુ:ખ આપે છે. ભવિષ્યમાં પણ દુ:ખ આપશે અને જન્મ મરણની પરંપરા દુ:ખની જ વધારશે એ જ્ઞાન પેદા થવા દેતું નથી. આથી રાગથી સાવચેતી રાખીને વિરાગ ભાવ પેદા થવા દેતો નથી આથી એમ કહેવાય કે જ્યાં સુધી જીવોને આ પુણ્યનો ઉદય ચાલતો હોય છે ત્યાં સુધી મિથ્યાત્વના ઉદય કાળના કારણે ગ્રંથીની ઓળખ થવા દેતું નથી અને ગ્રંથીની ઓળખાણ ન થાય ત્યાં સુધી તેનાથી સાવચેતી રાખીને જીવન જીવવાનો વિચાર પણ આવે નહિ. આથી કહયું છે કે અભવ્ય જીવો મનુષ્ય જન્મ પામી-સંયમ લઈ- નિરતિ ચાર ચારિત્રનું પાલન કરે તો પણ અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી સાડા નવપૂર્વ સુધીનું જ્ઞાન ભણે તો પણ આ જીવોને નિયમા પાપાનુબંધિ પુણ્ય બંધાય છે કારણકે આ જીવો સુખ મેળવવાના રાગના કારણે સંયમનું પાલન કરે છે. આથી કાળ કરી નવમા સૈવેયકમાં ઉત્પન્ન થાય તો પણ ત્યાં પર્યાપ્ત થતાંની સાથે ત્યાંના સુખનો આનંદ આવવાને બદલે બીજાઓને આ સુખ મલ્યું છે એમ જોઇ જાણીને અંતરમાં ઇર્ષ્યા ભાવની આગ ચાલુ થઇ જાય છે કે મેં મહેનત કરેલી મને એકલાને મળવું જોઇતું હતું છતાં આમને કેમ મલ્યું ? આવા વિચાર કરી ઇર્ષ્યા ભાવનો વિચાર એકત્રીશ સાગરોપમ સુધી ટકાવી રાખે છે કે જેના કારણે મળેલા સુખને સુખ રૂપે ભોગવી શકતો નથી અને ત્યાંથી આ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધીને અનાર્ય ક્ષેત્ર આદિમાં મ્લેચ્છ જાતિ-માછીમાર વગેરે જાતિઓમાં ઉત્પન્ન થઇ દુર્ગતિમાં ફરવા માટે જાય છે.
દુર્ભવ્ય જીવો જ્યાં સુધી દુર્ભવ્ય રૂપે હોય છે ત્યાં સુધી અનુકૂળ પદાર્થોને મેળવવાની ઇચ્છાથી જ ધર્મ કરતાં હોય છે આથી પાપાનુબંધિપુણ્ય બાંધે છે. ભારેકર્મી ભવ્ય જીવો પણ જ્યાં સુધી ભારે કર્મી હોય છે ત્યાં સુધી અનુકૂળ પદાર્થોની ઇચ્છાથી જ ધર્મ કરતાં હોય છે. આથી આજ પુણ્ય બાંધે છે જ્યારે એક લઘુકર્મી ભવ્ય જીવો જ એવા હોય છે કે જે આ જાણીને પોતાના આત્માને દુ:ખી ન બનાવવા માટે મિથ્યાત્વની મંદતા કરી પોતાની ગ્રંથીને ઓળખી તેનાથી સાવધ રહી તેનો નાશ કરવાનો પ્રયત્ન કરી શકે છે કે જેથી સંસારમાં દુ:ખી થવા લાયક પુણ્યનો બંધ કરતા નથી.
(૪) પાપાનુબંધી પાપ- પાપના ઉદયકાળમાં પાપના ફળને ભોગવતાં રોતાં રોતાં ભોગવતાં પાપનો અનુબંધ પેદા કર્યા કરવો તે પાપાનુબંધિ પાપ કહેવાય છે.
જીવને સુખના કાળમાં વચમાં વચમાં જ્યારે વારંવાર દુ:ખ આવે ત્યારે બીજા અનેક જીવોને સુખ ભોગવતા જુએ અને પોતાનાથી ન ભોગવાય એટલે મનમાં વિચાર લગભગ આવ્યા કરે કે મને જ કેમ દુ:ખ આવ્યા કરે છે ? દવાઓ લેવા છતાંય દુ:ખ કેમ જતું નથી. ઉપરથી દુ:ખ વધતું જાય છે. આવું કેમ બન્યા કરે છે? જ્યારે આ દુ:ખ જશે? એવી વિચારણા કરતાં કરતાં દુ:ખના રોદણાં રોઇ રોઇને દુઃખને ભોગવ્યા કરવું તે પાપનો અનુબંધ પેદા કરાવનારો વિચાર જ્ઞાની ભગવંતોએ હેલો છે. આથી અહીં પણ દુઃખી છે અને ભવાંતરમાં પણ દુ:ખી થયા કરશે. જેમ રાજગૃહી નગરીનો ભિખારી ખાધા, પીધા વિના સાતમી નારકીમાં ગયો એની જેમ જાણવું.
રાજગૃહી નગરીને વિષે એક ભિખારી ત્રણ દિવસ સુધી ભુખ્યો અને તરસ્યો ઘરે ઘરે ભોજનની ભીખ માંગે છે પણ પાપનો ઉદય એવો જોરદાર છે કે તેને કોઇ કાંઇ આપતું નથી. એ આવે એટલે બારણા બંધ કરી દે છે. આ રીતે ત્રણ દિવસ પસાર કરી કોઇ બગીચામાં ઉચી શીલા હતી તેના ઉપર બેઠો છે તે બગીચામાં ઉજાણી કરવા માટે અનેક લોકો ભેગા થયા છે અને પોત પોતાની ખાવાની સામગ્રી ખોલીને
Page 60 of 325