________________
પુણીયો વેચવાનું બંધ કરી ઘરે આવી સામાયિક લઇને ધર્મના પુસ્તકોનું વાંચન કરતો હતો. પાપના ઉદયથી સંપત્તિ ગઇ. ગરીબાઇ આવી છતાંય સંતોષ રાખીને ધર્મને પામી પોતાનું જીવન શાંતિથી જીવતો હતો. જે રાગૃહી નગરીને વિષે મોટે ભાગે લોકો બંગલાવાળા અને સારી સમૃધ્ધિવાળા હતા. લગભગ મોટા ભાગના ઘરે સોના મહોરો નો વ્યવહાર હતો. તે કાળમાં દોકડા તે પણ સાડાબાર વેપાર કરવા અને માવા પુરતાં હતાં. વધારે સુખની ઇચ્છા થતી નથી અને બન્ને જણા સુંદર રીતે ભગવાનના શાસનને પામીને આરાધના કરતાં કરતાં પુણ્યનો અનુબંધ કરતાં હતા એટલે પાપના ઉદયને સમાધિપૂર્વક સમતા રાખીને ભાગવતાં કે જેના કારણે ઉદયમાં આવેલું પાપ ભોગવાઇને નાશ પામે છે અને નવું પુણ્ય અનુબંધ રૂપે બાંધી રહ્યા છે.
આજ રીતે અત્યારના કાળમાં પાપના ઉદયથી દુ:ખ આવે તો તે દુ:ખના નાશ માટે દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરનારા જીવોને પુણ્યના અનુબંધ રૂપે પુણ્ય બંધાય નહિ પણ પાપના અનુબંધ થાય જો પુણ્યનો અનુબંધ કરવો હોય તો દેવની ભકિત કરતાં કરતાં એ ભાવ રાખવાનો કે હે ભગવાન્ ! તેં પણ કરેલા કર્મનો ભોગવટો કર્યો કે જેથી જે પાપો કર્યા હતા તે પાપોને સારી રીતે સમતાભાવે વેઠી ને પાપ કર્મોનો નાશ કર્યો તેમ તેના હિસાબમાં મને દુ:ખ કાંઇ જ નથી છતાં મને સમતા કે સમાધિ રહેતી નથી માટે તારી ભક્તિ કરતાં કરતાં દુ:ખને ભોગવવાની શક્તિ માંગુ છું કે જેથી સમતા ભાવ અને સમાધિ રાખીને ભોગવી લઉં કે જેથી ભવાંતરમાં ફરીથી દુ:ખ ભોગવવું પડે નહિ. આવી વિચારણા કરીને ભગવાનની ભકિત કરતાં પુણ્યનો અનુબંધ થાય અને પાપનો ભોગવાઇને નાશ થાય. બાકી દુ:ખ નાશ કરવાની ભાવનાથી ભક્તિ કરવામાં આવે તો કદાચ અહીં પુણ્યોદય પેદા થવાનો હશે તો કદાચ દુ:ખ નાશ જરૂર પામશે. સુખ પણ મલશે પણ ભવાંતરમાં જે સુખ મલશે તેમાં પાપના અનુબંધના ઉદયના કારણે સુખનો રાગ વધી જશે કે જેથી અનેક પ્રકારના પાપ કરાવી દુર્ગતિમાં લઇ જશે. આથી આવા ટાઇમે ભગવાનના શાસનને પામવાનો પ્રયત્ન કરી દુ:ખ વેઠવાની તાકાત કેળવી સુંદર રીતે આરાધના કરવી એજ ખરેખરૂં કર્તવ્ય છે.
આવી રીતે આ કાળમાં પણ ઘણા જીવો આરાધના કરનારા હોય છે પણ ધર્મ કરનારા જીવોની અપેક્ષાએ હંમેશા ઓછા હોય છે. આ પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે.
પાપાનુબંધિ પુણ્ય - જે પુણ્યના ઉદયકાળમાં જીવો અનેક પ્રકારના પાપનું આચરણ કરી-વચનો બોલી-મનથી વિચારણાઓ પાપની કરીને પાપનો અનુબંધ કરે તે પાપાનુબંધિ પુણ્ય કહેવાય છે.
જેમકે બ્રહ્મદત્ત ચક્વર્તી વગેરે
ચક્વર્તીના આત્માઓ પૂર્વ ભવે સંયમની સુંદર રીતે આરાધના કરીને ચવર્તીપણાને પામે છે, પણ તે આરાધના કરતાં કરતાં નિયાણુ કરીને ચવર્તીપણાને પામે છે તો તે ચક્રવર્તીપણાના ભવમાં મરીને નિયમા નરકે જાય છે. સંયમની આરાધનાથી બાંધેલું પુણ્યાનુબંધિ પુણ્ય-પાપાનુ બંધિ રૂપે થઇ જાય છે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે ચક્વર્તી-ચક્રવર્તીની રાજ્ગાદી ઉપર મરણ પામે તો નરકે જ જાય. જો રાજ્યાદી છોડીને સંયમનો સ્વીકાર કરે તો ક્યાં દેવલોક્માં જાય અને કાંતો મોક્ષમાં જાય છે.
બ્રહ્મદત્ત ચક્વર્તી નિયાણુ કરીને ચક્વર્તી રૂપે થયેલા છે માટે રાજ્ગાદી પર મરણ પામી નરકે ગયેલા છે.
આ પુણ્યના ઉદયકાળમાં પાપના અનુબંધના ઉદયના કારણે જીવને મળેલી સામગ્રીમાં રાગ તીવ્ર બને છે અને રાગ છોડવાની ભાવના થતી નથી. એટલે કે તેમાં વિરાગ ભાવ પેદા થતો નથી. આજે
Page 59 of 325