________________
મજબૂત બનાવે છે. એટલે કે એ સામગ્રીઓથી નિર્ભયતાને મજબૂત બનાવે છે. આ રીતે જીવ આ પુણ્યાનુબંધિ પુણ્યથી આત્મિક ગુણોનું ઉત્તરોત્તર દર્શન કરી પ્રાપ્ત કરતો ધીમે ધીમે સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ કરી શકે છે માટે આ પુણ્યાનુબંધી પુણ્યને જ્ઞાની ભગવંતોએ ઉપાદેય તરીકે જણાવેલ છે.
સંસારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદયકાળ એટલે પુણ્યાનુબંધિ પણ્યનો ઉદય કાળ શ્રી તીર્થકર પરમાત્માઓના આત્માઓને છેલ્લે ભવે હોય છે કે જે ઉંચામાં ઉંચી કોટિની સામગ્રીનો ભોગ કાળ હોવા છતાં વ્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી કોઇપણ પદાર્થમાં રાય રાગ ન થઇ જાય તેની સતત કાળજી રાખીને પોતાનું જીવન જીવી વૈરાગ્યને ઝળહળતો જાળવી રાખીને ભોગાવલી કર્મને ખપાવે છે. એ અપેક્ષાએ આજના કાળમાં આપણા સંઘયણ બળમાં જે સામગ્રી પુણ્યોદયથી મળેલ છે તેમાં વૈરાગ્ય ભાવ કેટલો જણાય છે એ ખાસ વિચારવાનું છે ! એવી જ રીતે કૃષ્ણ મહારાજા ત્રણ ખંડના માલિક હતા. અંતરમાં વિષયની વાસનાની આતશ એટલી ભયંકર રૂપે ઉદયમાં ચાલે છે કે ના કારણે જે કોઇ રૂપવાન કન્યા દેખે પોતાને ગમે કે તરત જ તેમના મા-બાપ પાસે માગુ કરે, ન આપે તો યુધ્ધ કરીને લગ્ન કરીને લઇને આવે આવી તો રાગની-વિષય વાસનાની આતશ રહેલી છે અને બીજી બાજુ શ્રી નેમનાથ ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય ભાવ પેદા થયેલો છે કે જેના પ્રતાપે વિરતિ પ્રત્યેનો અત્યંત રાગ પેદા કર્યો છે કે જાણે આવી રીતે લગ્ન કરીને ઘરે લઇ આવતા હોય અને સમાચાર મલે કે શ્રી નેમનાથ ભગવાન પધાર્યા છે તો છેડાછેડી બાંધેલી હોવા છતાંય દેશના સાંભળવા જાય. દેશના સાંભળી આવેલી કન્યા એટલે પત્ની એમ કહે કે સ્વામિનાથ ! મારે સંયમ લેવું છે તો તરત જ કહેતા કે જાઓ આત્માનું કલ્યાણ કરો ! વિચારો જેને હાથ લગાડ્યો નથી છતાં સંયમની વાત કરે તો તરત જ રજા ! આ કાંઇ નાની સુની વાત છે આ ક્યારે બને ? પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કાળ હોય-વૈરાગ્ય અંતરમાં રાગ કરતાં વિશેષ હોય તો ને ? ચોથા અવિરતિ ગુણસ્થાનકમાં અવિરતિના ઉદયકાળમાં આ વિચારણા જીવોને હોય તો પહેલા ગુણસ્થાનકમાં અપનબંધક દશાના પરિણામમાં કાંઇ ન હોય? તેમજ આગળના છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ કેવી દશા હોય આના ઉપરથી વિચાર કરવા જેવો લાગે છે ને !
આ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયકાળનો ભોગવટો કહેવાય છે કે જેના ભોગવટાથી અવિરતિનો નાશ થતો જાય અને ભોગાવલી કર્મ ભોગવીને ખપાવતા જાય. આ વિચારણાઓ કરતાં કરતાં એ વિચારવાનું કે દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરતાં આવો વૈરાગ્ય ભાવ રાગની નિર્લેપતા અને નિકાચીત અવિરતિનો નાશ થઇ રહ્યો છે કે નહિ તથા આવો પુણ્યોદય બંધાય છે કે નહિ એની વિચારણા કરતાં પરિણામ શુધ્ધ બનાવવા પ્રયત્ન કરવો જોઇએ. આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યાનુબંધિ પુણ્યનો પ્રકર્ષ આત્મિક ગુણોનું ઉત્થાન કરાવી સંપૂર્ણ ગુણોને પેદા કરાવી એ પુણ્ય પણ છૂટી જાય છે. (૨) પ્રસ્થાનબંધિ પ્રાપનું વર્ણન
સામાન્ય વ્યાખ્યા એ છેકે વર્તમાનમાં જીવોને પાપનો ઉદય ચાલતો હોય તે પાપના ઉદયકાળને સમાધિથી ભોગવતાં પુણ્યનો અનુબંધ પેદા કરે તે પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે. જેમ કે પુણીયોશ્રાવક.
પુણીયા શ્રાવક્ત રહેવાની એક ઝુંપડી હતી. ઘરમાં પોતે અને પોતાની ધર્મપત્ની હતી. બન્ને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળી ધર્મ પામ્યા પછી રોજ સવાર સાંજનું પ્રતિક્રમણ કરે છે. બપોરના મધ્યાન કાળને વિષે, પોતાની પાસે સાડાબાર દોકડા ની મૂડી છે તે લઇ બજારમાં જઇ રૂની પણીયો ખરીદી તે વેચવા માટે નીકળતો. તેમાં એક દિવસનું બન્ને ને ભોજન પુરતું મળી જાય એટલે
Page 58 of 325