________________
દુ:ખી ન થાય, આથી તેનો રાગ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે વધતો જાય છે અને સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ ઓછો થતો જાય છે તે ભવનો નહિ અનુરાગ કહેવાય છે.
(૩) ઔચિત્ય વ્યવહારનું પાલન - આ રીતે સુખના રાગને ઓળખીને તેનાથી સાવધ રહી જીવન જીવતાં તીવ્રભાવે પાપ કરવાના પરિણામ હોતા નથી. આના કારણે અત્યાર સુધી પોતાના જીવનમાં જે સ્વાર્થીપણાનો વ્યવહાર હતો તે નષ્ટ પામતાં ઔચિત્ય રૂપે એટલે ઉચિત વ્યવહારના પાલનવાળો બને છે. આથી મારા તારાપણાની અંતરમાં જે દ્રષ્ટિ હતી તે નષ્ટ પામતાં બધાય મારા છે અને બધાય પ્રત્યે મારાપણાની બુધ્ધિ પેદા થતી જાય છે. આવા પરિણામથી વ્યવહારથી જીવન જીવતા જોઇને બીજા જીવોને પણ એમ થાય છે કે કેવું ઉંચી કોટિનું જીવન છે ! ખરેખર આ પ્રકારનું જીવન જરૂર જીવવા લાયક છે એવો અહોભાવ પેદા થાય છે. આ પરિણામને જ્ઞાનીઓએ વિશુધ્ધ પરિણામને લાવનાર હોવાથી બીજરૂપે કહેલ છે. આવા પરિણામો અને પ્રવૃત્તિથી જીવો પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે.
(૬) ન્યાય વૃત્તિ - પોતાનું જીવન ન્યાયપૂર્વનું હોય. ન્યાયવૃત્તિના પરિણામથી જીવતો હોય છે. ન્યાય વૃત્તિ = નીતિ પૂર્વનું જીવન.
નીતિ એટલે જે માથે સ્વામિ હોય તેનો વિશ્વાસ ઘાત ન કરવો. સ્નેહી, સંબંધી જે હોય તેઓનો વિશ્વાસ ઘાત ન કરવો, મિત્ર વર્ગનો વિશ્વાસઘાત ન કરવો અને જે ભદ્રિક માણસ-ભોળો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકે તેનો વિશ્વાસઘાત ના કરવો એ નીતિ કહેવાય છે. એવું જ જીવન જીવવું તે ન્યાયવૃત્તિ વાળું જીવન કહેવાય છે. આથી આર્ય દેશમાં જન્મેલા મનુષ્યો પોતાનું જે જીવન જીવતાં હોય છે તે નીતિપૂર્વક્ત હોય છે એટલે એ જીવોના અંતરમાં અનીતિથી ઘર-પેઢી-કુટુંબ પરિવાર પૈસો ટકો મળતો હોય તો તે હરગીજ લેવા ઇચ્છતો નથી. નીતિથી ભલે તે લેવા ઇચ્છે છે અને રાખવા ઇચ્છે છે. જ્યારે જૈન તે કહેવાય છે કે નીતિથી મલતાં ઘર આદિ સામગ્રીઓ પણ લેવા જેવી નહિ અને રાખવા જેવી નહિ. તાકાત આવેતો છોડી દેવા જેવી જ છે એવી માન્યતાવાળા તે જૈન કહેવાય છે.
આવી ન્યાયવૃત્તિથી જીવનાર પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકે છે.
(૭) બીજાને પરિતાપ પેદા થાય તેવા જીવનનો ત્યાગ એટલે કે પોતાનું જીવન જીવતાં બીજા જીવને ખેદ થાય-ક્રોધ થાય-દ્વેષ થાય-ઇર્ષ્યા થાય-દુ:ખ થાય અથવા કોઇપણ પ્રકારની પીડા થાય તેવા જીવનનો ત્યાગ કરવો એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ છે.
(૮) બીજાના અનુગ્રહથી જીવવું તેનો ત્યાગ એ પણ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ કહ્યાં છે એટલે કે બીજાને અનુગ્રહ કરવો તે.
(૯) પોતાના ચિત્તનું દમન કરવું એટલે કે અશુભ અને સાવદ્ય વ્યાપારવાના ચિત્તનું દમન કરવું એ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવાનું કારણ કહ્યું છે.
આવા અનેક કારણોથી જીવો પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. એ પુણ્યાનુબંધિ પુણ્ય પણ અનેક પ્રકારનું હોય છે. તેની શરૂઆત બીજા રૂપે ગણીએ તો આત્મિક ગુણના ઉત્થાનમાં જે અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ અને ગાઢ વેષ રૂપ જે ગ્રંથી હોય છે તેની ઓળખ પેદા કરીને તેનાથી સાવચેતી રખાવીને જીવન જીવતાં એટલે કે દુશ્મનને દુશ્મન રૂપે ઓળખીને સાવચેત રખાવે તેનાથી જે પુણ્ય બંધાય છે કે જેના ઉદયકાળમાં જીવ પુરૂષાર્થ કરીને અપુનબંધક દશાના પરિણામને પામી શકે છે ત્યાર પછી એ પરિણામોથી જે જે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું જાય છે તેનાથી ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરાવનારું અને મળેલી અનુકુળ સામગ્રીમાં વૈરાગ્ય ભાવ એટલે કે નિર્લેપતા વિશેષ રીતે પેદા કરાવી અભય ગણને
Page 57 of 325