________________
મળી શકે છે.
(૩) વૈરાગ્ય ભાવ - વૈરાગ્ય એટલે પુણ્યના ઉદયથી ગમે તેટલા અનુકૂળ પદાર્થો મલ્યા હોય તો પણ તેનો પોતાને માટે ભોગવવા ઉપયોગ કરવાની ભાવનાને બદલે બીજા ઉપયોગ કરી ભોગવે તો આનંદ થાય એટલે કે એ પદાર્થોમાં રાગ થવાને બદલે રાગ ન થાય તેમાં લીનતા પ્રાપ્ત ન થાય એવી રીતે જીવન જીવી એ સામગ્રીનો જેટલો બને એટલો સારો ઉપયોગ કરી આત્મ લ્યાણ કરવામાં ઉપયોગી બને એવો પુરૂષાર્થ પેદા કરાવે તે વૈરાગ્ય કહેવાય છે.
(૪) વિધિ પૂર્વક ક્લેિશ્વર પરમાત્માનું પૂજન કરવું તે પણ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ છે. વિધિપૂર્વક જિનપૂજન ન થતું હોયતો તેનું દુ:ખ રાખીને વિધિપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે વિધિપૂર્વક એક પ્રતિમાજીને પૂજન થાય તો એટલું જ કરવું પણ અવિધિપૂર્વક અનેક પ્રતિમાજીને પૂજન કરવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આ જિનપૂન આત્મકલ્યાણના હેતુપૂર્વક કરવું જોઇએ તો પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવાનું કારણ છે. જો આત્મ કલ્યાણ સિવાય દુનિયાના કોઇ અનુકૂળ પદાર્થો મેળવવાના આશયથી અથવા આવેલી પ્રતિકૂળતાના નાશના આશયથી કરવામાં આવે તો તે પુણ્યાનુબંધિ પુણ્ય બંધનું કારણ બનતું નથી.
જિનેશ્વર પરમાત્માનું પુજન એટલા માટે છે કે એ આપણા નિકટના ઉપકારી છે કારણકે અનંતા માતા પિતા આ સંસારમાં રખડપટ્ટી કરતાં કરતાં કર્યા. તેઓએ આપણા આત્માની જે ચિતા કરવી જોઇએ તે નથી કરી એ માતા પિતાઓએ તો જે જે ભવમાં હતા ત્યા દિકરો સુખી થાય સુખમાં જીવે અને મને સુખી કરે એવી આશા સેવેલી હતી જ્યારે આ શ્રી જિનેશ્વરના આત્માઓએ તો સવિ જીવ કરૂં શાસન રસીની ભાવનાથી આપણા આત્માને માટે ચિતવ્યું છે કે જો મારી તાકાત આવે તો ગતના સર્વ જીવોના અંતરમાં રહેલા સુખના રસને નીચોવીને નાશ કરી શાસનનો રસ પેદા કરી દઉં કે જેથી પુરૂષાર્થ કરી એ જીવો મારી જેમ જલ્દી સુખને પામે. આથી એ આપણા નિકટના ઉપકારી તરીકે ગણાય છે માટે શકિત હોય ત્યાં સુધી તેમનું પૂજન તેમના જેવા બનવાની ભાવનાથી કરવામાં આવે તો જીવ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે છે.
(૫) વિશુધ્ધ પરિણામી જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. કષાય અને રાગ દ્વેષના મંદ પરિણામવાળા જીવો અને આત્માનું શુધ્ધ સ્વરૂપ જે છે તેને પેદા કરવા માટેના જે પરિણામો તે વિશુધ્ધ પરિણામ કહેવાય છે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા આત્માઓ જ્યારે અપુનબંધક અવસ્થાના પરિણામને પામે છે તે વિશુધ્ધ પરિણામ પેદા કરાવવાનું કારણ હોવાથી વિશુધ્ધ પરિણામ કહેવાય છે. આ અપુનબંધક અવસ્થાના પરિણામથી જીવોને અનુકૂળ પદાર્થો માટે તીવ્ર ભાવે પાપ કરવાના પરિણામો પેદા થતા હતા તે નષ્ટ થઇ જાય છે અર્થાત હવે આ જીવોને તે સામગ્રી માટે તીવ્ર ભાવે પાપ કરવાના વિચારો પેદા થતાં નથી તે હવે રહે તોય શું? અને ચાલી જાય તોય શું? એની હવે ઝાઝી ચિંતા-પરવા હોતી નથી.
ભવનો અનુરાગ આ જીવોને હોતો નથી એટલે કે આત્માને અનંતા જન્મ મરણની પરંપરા કરાવે એવો અનુકૂળ પદાર્થોનો રાગ અને અનુરાગ હોતો નથી એટલે કે પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થોમાં એવો રાગ હોતો નથી કે જે સંસારમાં જન્મ મરણની પરંપરાના અનુબંધો પેદા કરાવે. અર્થાત હવે આ જીવો સંસારના અનુકૂળ પદાર્થોથી સદા માટે સાવધ હોય છે એને ઓળખે છે કે રાગ કરવાથી અનંતોકાળ દુ:ખી થયો માટે રાગ કરવાની ભાવના થાય તો ત્યાં રાગ કરવો જોઇએ કે જેથી આત્મા
Page 56 of 325