________________
જે પુણ્યના ઉદયકાળમાં જીવો સારા કાર્યો કરીને નવું પુણ્ય ઉપાર્જન કરતા હોય તે પુણ્યાનુબંધિ
પુણ્ય કહેવાય છે.
અનાદિ કાળથી ગતમાં જીવ જે ફરે છે તેમાં એકેન્દ્રિયાદિપણામાં વિશેષ કાળ પરિભ્રમણ કરી રહેલો છે તો એ પરિભ્રમણ કરતાં કરતાં જે દુ:ખો એટલે કષ્ટ પડે છે તે દુ:ખોને સ્વેચ્છાએ કે સ્વેચ્છા વગર સહન કર છે તેનાથી અકામ નિર્જરા કરે છે એટલે કે થોડા ઘણાં બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા કરે છે અને સાથે સાથે પુણ્યબંધ એટલે શુભ પ્રકૃતિઓનો બંધ પણ કરે છે. આ અશુભ કર્મોની નિર્જરા વિશેષ થાય અને શુભ પ્રકૃતિઓનો બંધ કાંઇક વિશેષ થાય ત્યારે એ વિશેષ પુણ્ય બાંધેલું હોય તો સત્રીપણાને પામે છે.
આ સત્રી પણાની પ્રાપ્તિ જીવને થાય એટલે અનાદિના સ્વભાવ મુજ્બ આ જીવ સુખના પદાર્થોનો રાગ અત્યંત વિશેષ કરતો જાય છે તથા પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે અત્યંત દ્વેષ કરતો જાય છે. આ રીતે પ્રયત્ન કરતાં તે અનુકૂળ પદાર્થો માટે જે કાંઇ પાપ કરવા પડે તો ત કરવા તૈયાર થઇ જાય છે અને તેના પ્રતાપે પોતાને મળેલ સત્રીપણાને ગુમાવી દે છે. તેમાંય અનુકૂળતા મેળવવા માટે તીવ્ર અશુભ કર્મોનો ઉદય લઇને જીવ આવેલો હોય તો મળવાને બદલે દુ:ખ આવી પડે, આપત્તિ આવી પડે અને સુખ મલે નહિ ઉપરથી મેળવેલું સુખ પણ તેમાં ગુમાવી દે છે. તેમાં કોઇની પાસેથી સાંભળવા મલે કે આ ધર્મ કરવાથી સુખ મળે અને મળેલું સુખ ટકી શકે તો તેના કહ્યા મુજબ દેવ ગુરૂની અને ધર્મની આરાધના પણ તેના માટે કરે તેનાથી પુણ્ય બંધાય-સુખપણ મલે પણ તે સુખ મળ્યા પછી તે પદાર્થોનો રાગ ઘટવાને બદલે તેના જીવનમાં એ પદાર્થોનો રાગ વધતી જાય છે અને તે રાગના સંસ્કાર સાથે લઇને દુર્ગતિમાં ફરવા જાય છે અને પાછું સત્રીપણાને પામી શકતો નથી અને સુખના પદાર્થોની સામગ્રીને બદલે દુ:ખના પદાર્થોની સામગ્રીને પામે છે. માટે જ્ઞાની ભગવંતો વ્હે કે સુખના પદાર્થોને પણ ઉત્તરોત્તર પ્રાપ્ત કરવા હોય તો જે પદાર્થો મલ્યા હોય તેના પ્રત્યે રાગ કરવો-રાગ વધારવો જોઇએ નહિ. તોજ જીવને ઉત્તરોત્તર સારી સામગ્રી મલી શકે. આથી મહાપુરૂષો કહે છે કે મળેલા પદાર્થોમાં જેટલો નિ:સ્વાર્થ ભાવ પેદા થતો જાય તેનાથી જીવો સારૂં પુણ્ય બાંધી શકે છે માટે કહ્યું છે કે જ્ન્મદાતા માતા પિતાની નિ:સ્વાથ ભાવે સેવા કરવામાં આવે તેનાથી પુણ્યના અનુબંધ પૂર્વનું પુણ્ય બંધાય છે. એટલે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે કે જે પુણ્ય । તે ભવમાં ઉદયમાં આવે તો અથવા બીજા ભવમાં દેવ ગુરૂ ધર્મની સારી સામગ્રી પ્રાપ્ત કરાવે અને સાથે પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રીમાં રાગ થવા ન દે એવું પુણ્ય બંધાય. પુણ્યાનુબંધિ પુણ્ય પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો કઇ રીતે બાંધી શકે તે માટે ગ્ણાવે છે કે પ્રાણીઓ પ્રત્યે દયા કરવાથી એટલે જે જીવોના અંતરમાં અબોલ પશુઓને દુ:ખી જોઇને તેનું દુ:ખ દૂર કરવાની ભાવનાથી જેટલો બને તેટલો પ્રયત્ન કરતા હોય છે તે જીવો આવા કરૂણાવાળા સ્વભાવથી એટલે કે દયાના પરિણામથી પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે છે.
(૨) દીન-અનાથ વગેરે જીવોને જોઇને નિ:સ્વાર્થ ભાવે તેમનો ઉધ્ધાર કરવાની ભાવના તેમના માટે જેટલું બને એટલું તન-મન-ધનથી ભોગ આપી દીન-અનાથ વગેરેનું દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરવો તે. આમાં નિ:સ્વાર્થ ભાવથી માનવ સેવા એ પ્રભુ સેવા માનીને મનુષ્યોને સુખી કરવા પ્રયત્ન કરવો. તેઓના દુ:ખોને સાંભળીને દુ:ખો દૂર કરવા પ્રયત્ન કરવો એ આમાં આવી જાય છે પણ આ સેવા કરતાં સ્વાર્થવૃત્તિ કે કોઇ જાતનો દંભ ન જોઇએ સરલ સ્વભાવ સાથે હોય તો જીવો જરૂર પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શક છે કે જેથી બીજા ભવમાં આત્માનું ઉત્થાન (કલ્યાણ) જલ્દી થઇ શકે એવી સામગ્રી સુલભતાથી
Page 55 of 325