________________
(૧૨) સર્વગત- અસર્વગત
સર્વગત રૂપે એટલે સર્વવ્યાપી રૂપે અહીં સર્વવ્યાપીનો અર્થ એકલો લોક ગ્રહણ કરવાનો નથી પણ લોક-અલોક બન્નેને ગ્રહણ કરવાના છે તે અર્થમાં વિચાર કરવાનો છે. માટે છ દ્રવ્યમાંથી એક આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોક એ બન્નેમાં રહેલું હોવાથી સર્વગત રૂપે ગણાય છે. બાકીના પાંચ દ્રવ્યો ધર્મા-અધર્મા-જીવા-પુદગલાસ્તિકાય આ ચાર લોકમાં રહેલા છે અને કાલ દ્રવ્ય પણ લોકમાં થોડા ભાગમાં રહેલો છે. આથી આ પાંચે દ્રવ્યો અસર્વગત કહેવાય છે.
(૧૩) સપ્રવેશી- અપ્રવેશી
સપ્રવેશી એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જાય એક મેક થઇ જાય તે રીતે રહે તે સપ્રવેશી કહેવાય.
છ એ દ્રવ્યો હંમેશા સદા માટે અપ્રવેશી રૂપે હોય છે. એક આકાશ પ્રદેશ ઉપર છએ દ્રવ્યો એક સાથે રહેલા હોવા છતાં પરસ્પર એક બીજામાં કોઇ કાળે ભણતાં નથી માટે અપ્રવેશી કહેવાય છે.
આ રીતે જીવ અને અજીવ તત્વને જાણવાનો ઉદ્દેશ એ જણાય છે કે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે કયાં કયાં કયી રીતે કેટલા કાળ સુધી જીવો પુદગલના સંયોગથી ફર્યા કરે છે તે જ્ઞાન પ્રાપ્ત થાય. પુદગલના સંયોગમાં જેટલો રાગ વધારે કરતો જાય અને દ્વેષ વધારે કરતો જાય તેમ જીવ જીવના ભેદોને વિષે વિશેષ કાળ સુધી જન્મ મરણ કરતો કરતો ભટકતો જાય છે તે રખડપટ્ટી અટકાવવા માટે જ જ્ઞાની ભગવંતોએ, એ પુદગલ સંયોગને ઓળખીને રાગ-દ્વેષાદિ પરિણામ કેમ ઓછા કરીને જીવાય તથા તેના સંયોગથી છૂટવા માટે કઇ રીતે પ્રયત્ન કરી શકાય તે માટે આ અજીવ તત્વને પણ જાણવા યોગ્ય કહેલ છે એમ જણાય છે. આ સમજણ પણ જીવોને સન્નીપણું પામ્યા પછી જ જણાય છે. તે સન્ની સિવાયના જીવોને આ સમવા જોગો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોતો નથી તે બિચારા જીવો તો દયા ખાવા લાયક છે માટે સાવચેતી એ રાખવાની કે સન્નીપણું પ્રાપ્ત કર્યા પછી અસત્રીપણામાં-સૂક્ષ્મપણામાં કે બાદરપણામાં-બેઇન્દ્રિયાદિમાં ન ચાલ્યા જવાય કે જેથી સમજણ શકિત થોડી ઘણી થયેલ છે તે નાશ પામી ન જાય તેની કાળજી રાખીને જીવન જીવવું જોઇએ. આ પ્રયત્ન જેટલો કરતાં રહીશું એનાથી સન્નીપણાને પામતાં પામતાં એક દિવસ પુગલના સંપૂર્ણ સંયોગથી છૂટા થઇને આત્માના શુધ્ધ સ્વરૂપને સારી રીતે પ્રાપ્ત કરી શાશ્વત સ્થાનને પામી શકીશું. તો આ રીતે જીવ-અજીવ તત્વને જાણી સૌ વહેલામાં વહેલા શાશ્વત સ્થાનને પામો એમ જ્ઞાનીઓ જણાવે છે.
જીવ-અજીવ તત્વ સમાપ્ત
(3) પુણ્ય તત્વનું વર્ણન જેના ઉદયે પ્રાણી (જીવ) હું સુખી છું, હું નિરોગી છું, એવો અનુભવ કરે છે તે પુણ્ય કહેવાય છે. જ્ઞાની ભગવંતોએ પુણ્ય-અને પાપની ચર્તભંગી આ પ્રમાણે જણાવેલી છે. (૧) પુણ્યાનુબંધિ-પુણ્ય (૨) પુણ્યાનુબંધિ-પાપ (૩) પાપાનુબંધિ પુણ્ય અને
(૪) પાપાનુબંધિ-પાપ. (૧) પુણ્યાનુબંધિ પુણ્યનું વર્ણન
Page 54 of 325