________________
છ દ્રવ્યોમાંથી એક પુદગલાસ્તિકાય દ્રવ્ય રૂપી હોય છે. રૂપી એટલે જે દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય છે. અને બાકીના પાંચ દ્રવ્યો અરૂપી હોય છે કે જેમાં વર્ણાદિ હોતા નથી.
(૫) સપ્રદેશ-અપ્રદેશી નું વર્ણન
સપ્રદેશી એટલે પ્રદેશોના સમુદાયથી યુકત હોય તે. અપ્રદેશી = પ્રદેશોના સમુદાય રહિત હોય તે. છ દ્રવ્યોમાંથી એક કાળ નામનું દ્રવ્ય અપ્રદેશી હોય છે કારણકે તેને પ્રદેશ હોતા નથી જ્યારે બાકીના પાંચ દ્રવ્યો સપ્રદેશી હોય છે.
(૬) એક-અનેક રૂપે વર્ણન
છ દ્રવ્યમાંથી જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાય અનેક છે કારણક જગતમાં જીવો અનંતા હોય છે અને તેજ રીતે પુદગલો પણ અનંતાનંત હોય છે જ્યારે બાકીના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય એ સ્વતંત્ર રૂપે એક એક જ હોય છે.
(૭) ક્ષેત્ર અને ક્ષેત્રનું વર્ણન
ક્ષેત્ર એટલે આધાર આપે અથવા ગ્યા આપે તે ક્ષેત્ર અને ક્ષેત્રી એટલે એ ગ્યામાં જે દ્રવ્યો રહે તે ક્ષેત્રી કહેવાય છે.
છ દ્રવ્યમાંથી આકાશસ્તિકાય એક દ્રવ્ય ક્ષેત્ર રૂપે હોય છે અને બાકીના પાંચ દ્રવ્યો ક્ષેત્રી રૂપે હોય
છે
કે
(૮) સક્રિય અને અજ્યિ વર્ણન
સક્રિય એટલે ક્રિયાથી યુકત હોય તે અર્થાત જે દ્રવ્યો ક્રિયાવાનું એટલે ક્રિયા કરવાવાળા હોય તે દ્રવ્યો સક્રિય કહેવાય છે અને અજ્યિ એટલે જે દ્રવ્યોમાં કોઇપણ પ્રકારની ક્રિયા ન હોય તે.
છ દ્રવ્યોમાંથી જીવ અને પુગલ એ દ્રવ્યો સક્રિય હોય છે જીવ ક્રિયા કરનારો હોય છે. તેમ યુગલ પણ એક બીજાના સંયોગથી ક્રિયા કરનારો હોય છે અચેતન-અચેતન મુગલો એક બીજા અથડાવાથી બીજા નવા પુદગલો ઉત્પન્ન થાય છે તેથી તે સક્રિય કહેવાય છે અને બાકીના ધર્મ-અધર્મ- આકાશાસ્તિકાય અને કાલ તે દ્રવ્યો અક્રિય હોય છે.
(૯) નિત્ય - અનિત્ય વર્ણન નિત્ય એટલે કાયમ એ સ્થિતિમાં રહે તે.
અનિત્ય = પોતાની સ્થિતિ બદલાયા કરે છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુગલ આ બે દ્રવ્યો નિત્યાનિત્ય રૂપે છે. પોતાના સ્વરૂપે શુધ્ધ રૂપે રહેલો જીવ તે નિત્ય અને પુદગલના સંયોગથી યુકત છે તે સંયોગ થાય છે નાશ પામે છે માટે અનિત્ય. એ બન્નેનો સંયોગ તેને નિત્યાનિત્ય કહેવાય છે. જ્યારે બાકીના ચાર દ્રવ્યો- ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યો નિત્ય રૂપે છે.
(૧૦) સકારણ-અકારણ કારણ એટલે હેત. છ દ્રવ્યોમાંથી જીવ અકારણ છે બાકીના પાંચ દ્રવ્યો સકારણ હોય છે. (૧૧) કર્તા- અર્તાનું વર્ણન કર્તા એટલે કાર્ય રૂપે હોય તે.
જીવ દ્રવ્ય કર્તા રૂપે છે બાકીના પાંચ દ્રવ્યો અકર્તા રૂપે હોય છે. એટલે ધર્મા-અધર્મા-આકા-પુદગલાસ્તિકાય અને કાળ આ પાંચ દ્રવ્યો કોઇ કાર્ય રૂપે હોતા નથી. પોત પોતાની સ્થિતિમાં સદા માટે રહેલા હોય છે જ્યારે જીવ તો કર્તા રૂપે અનુભવાય છે.
Page 53 of 325