________________
અજીવ તત્વનાં ૫૬૦ ભેદ આ રીતે થાય છે.
છ દ્રવ્યોનાં નામો - (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) કાલ દ્રવ્ય.
આ છ દ્રવ્યોને વિષે રૂપી-જીવ-ક્ષેત્ર આદિ દ્વારોનું વર્ણન.
(૧) રૂપી-અરૂપી દ્વારનું વર્ણન.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય આ ચાર અરૂપી છે તથા અનાદિ પારિણામી છે.
પરમાણુઓ અને સ્કંધો આદિ પરિણામવાળા છે કારણકે અસંખ્યાત કાળે સ્કંધમાં રહેલા બધા જ પુદ્ગલો વિખૂટા પડે છે એટલે છૂટા પડતાં હોય છે એટલે પરમાણુ રૂપે બને અથવા બીજા સ્કંધ રૂપે પરિણામ પામે અને જે છૂટા પરમાણુઓ હોય છે તે પણ અસંખ્યાત કાળે કોઇને કોઇ સ્કંધ રૂપે પરિણમે છે માટે આદિ પરિણામ વાળા કહેવાય છે.
જીવ અરૂપીમાં યોગ અને ઉપયોગ રૂપ પરિણામ આદિમય છે કારણકે જીવો એક સ્થાનેથી મરીને બીજા સ્થાનમાં જાય છે ત્યાં નવા નવા યાગના વ્યાપાર શરૂ કરે છે. આથી ત્રણયોગ વાળા જીવો ક્યાં બે યોગના વ્યાપારવાળા ક્યાં એક્યોગ ના વ્યાપારવાળા બની શકે છે ! વચનયોગ અને કાયયોગ એ બે યોગવાળા જીવો ક્યાં ત્રણ યોગવાળા અથવા એક યોગવાળા અથવા બે યોગવાળા ફરીથી બની શકે છે આથી જ્યારે જ્યારે નવા નવા યાગો પ્રાપ્ત કરે ત્યારે તે યોગની આદિ થાય છે માટે યોગથી જીવ આદિમય કહેવાય છે. એવી જ રીતે હંમેશા જીવનો ઉપયોગ જ્ઞાનરૂપે અને દર્શન રૂપે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે ચાલુ હોય છે. આથી કોઇ વાર ઘન્ય જ્ઞાનના ઉપયોગ રૂપે-કોઇવાર મધ્યમ જ્ઞાનના ઉપયોગ રૂપેકોઇવાર ઉત્કૃષ્ટ જ્ઞાનના ઉપયોગ રૂપે-એટલે ચૌદ પૂર્વના જ્ઞાનનાં ઉપયોગ રૂપે બને છે. તેમાંથી પાછો જીવ ઘન્ય જ્ઞાનના ઉપયોગ રૂપે-મધ્યમ જ્ઞાનના ઉપયોગ રૂપે પણ બને છે આથી આદિમય વ્હેવાય છે. એ યોગ અને ઉપયોગના પરિણામની તરતમતા એટલે ઉપયોગની ફેરફારી તે યોગ પરિણામ અથવા ઉપયોગ પરિણામ રૂપે વ્હેવાય છે.
પુદ્ગલાસ્તિકાય રૂપી એટલે રૂપવાળા હોય છે. કાળદ્રવ્ય એક સમય રૂપ (વર્તના રૂપ) હોય છે માટે તેમાં રૂપ હોતું નથી.
(૨) પરિણામી- અપરિણામીનું વર્ણન
પરિણામી એટલે તે તે રૂપે બનવું અર્થાત્ પરિણામ પામવું તે પરિણામી હેવાય છે અને જે નવા નવા સ્વરૂપે થતું નથી તે અપરિણામી હેવાય છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યો પરિણામી હોય છે કારણકે નવા નવા એટલે જુદા જુદા સ્વરૂપે પરિણામ પામ્યા જ કરે છે જ્યારે બાકીના ચાર-ધર્મા-અધર્મા-આકાશાસ્તિકાય અને કાલ દ્રવ્ય અપરિણામી હોય છે કારણકે તે બીજા નવા નવા સ્વરૂપે પરિણામ પામતાં નથી પોતાના સ્વરૂપને એ છોડતા નથી માટે અપરિણામી છે પણ પોત પોતાના સ્વભાવમાં પણ સ્થિર રહેતા ન હોવાથી તેમાં પરિણામ પામતા હોવાથી એ અપેક્ષાએ છએ દ્રવ્યો પરિણામી કહેવાય છે.
(૩) જીવ-અજીવ દ્રવ્યોનું વર્ણન
છ દ્રવ્યોમાંથી એક જીવાસ્તિકાય દ્રવ્ય જીવ રૂપે છે બાકીના પાંચ દ્રવ્યો અજીવ રૂપે હોય છે. (૪) રૂપી-અરૂપી રૂપે વર્ણન
Page 52 of 325