________________
તૈક્સ અને કર્મણ શરીરને અંગોપાંગ ન હોવાથી પહેલા ત્રણ શરીરના અંગોપાંગ હોય છે એ પણ શરીરની સાથે રહેલા અને ઉત્પન્ન થતાં હોવાથી તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. ઔદારિક અંગોપાંગ. વૈક્રીય અંગોપાંગ અને આહારક અંગોપાંગ.
અંગોપાંગમાં અંગ-ઉપાંગ અને અંગોપાંગ ત્રણ શબ્દો ભેગા થઇને બનેલો છે. માટે અંગ-૮ હોય છે. ઉપાંગ આંગળીઓ વગેરે ગણાય છે અને અંગોપાંગમાં હાથ અને પગમાં રહેલી રેખાઓ ગણાય.
સંઘયણ- વઋષભ નારાચ સંઘયણ. નારાચ એટલે વાંદરીનું બચ્ચું, એની માની સાથે જબરી પક્કડથી બાઝી પડે છે જેથી એક ઝાડથી બીજા ઝાડ ઉપર એની માતા કુદી પડે છે છતાંય તે બચ્ચે વળગી રહે છે તેવી જ રીતે જેના હાડકાનો બાંધો મજબુત હોય છે તે નારાજ કહેવાય અને તેના ઉપર પાટા જેવું મજબુત બંધન હોય તે ઋષભ કહેવાય અને તેમાં વજ એટલે ખીલો ઠોક્યો હોય તેવી રીતની મજબૂતી હોવાથી વજ શબ્દ ચરિતાર્થ થઇ શકે છે તેથી વઋષભ નારાચ સંઘયણ કહેવાય છે. જેનો સદુપયોગ કરવાથી મુકિત મેળવી શકાય છે અને દુરૂપયોગ કરવાથી સાતમી નારકી પણ મળે છે. જેમ લાખના હીરાને વટાવવાથી લક્ષાધિપતિ થવાય અને તેજ જો ચૂસવામાં આવે તો મરી જવાય તેથી હીરો ગતને અનિષ્ટ છે એમ ન કહેવાય તેવી જ રીતે વ્રજ ઋષભ નારાચ સંઘયણ પોતે પાપ પ્રકૃતિ ન જ કહેવાય.
આજ પ્રમાણે આપણે નિમૂર્તિ સંબંધી પણ વિચાર કરી શકીએ કે ત્રણલોકના નાથ જિનેશ્વર ભગવાનની પાવન મૂર્તિ શ્રધ્ધાળુ ભવ્યાત્માઓને પાવન કરે છે અને કેવલજ્ઞાન પમાડી યાવત્ મુકિત સુધી પહોંચાડી શકે છે પહોંચાડવામાં નિમિત્ત થઇ શકે છે. છતાંયે કોઇક હતભાગી મનુષ્યો તેજ ત્રણ લોકના નાથની મૂર્તિની અવગણના કે આશાતના કરવાથી અધોગતિને પામે છે પણ આથી એ મૂર્તિને પોતાને તો કોઇ રીતે દૂષિત ન ગણી શકાય ! - પુણ્ય પ્રકૃતિ જીવના વિચારથી ઉત્પન્ન થયેલ છતાં સુખાસ્વાદ આપી શકે છે. દૈવી વૈભવો વસાવી શકે છે અને તે વઋષભ નારાજ સંઘયણ પંચેન્દ્રિય જાતિ-મનુષ્ય આયુષ્ય આદિ મુકિતના સાધન રૂપે બની શકવાથી કથંચિત્ ઉપાદેય ગણાય છે. બ્રાહ્મી-બુટ્ટી-સરસ્વતી ચૂર્ણ વગેરે જડ છતાં બુધ્ધિને વિશારદ બનાવે છે અને મદીરા જેવી જ વસ્તુ કેફ આપી અચેતન બનાવે છે તેવી રીતે પ્રભુ મૂર્તિના દર્શન પણ આત્માને નવચેતન સમર્પે છે. આમ છતાં જે વર્ગ હંમેશા પ્રભુ દર્શનનો-પ્રભુ મૂતિનો વિરોધી બન્યો છે તે વર્ગ પર અમને અત્યંત દયા ઉપજે છે. એવી ખોટી બુમરાણ મચાવી જગતને ઠગવા જતાં પોતાની જાતને ઠગે છે.
દૂર્લીન જડ હોવા છતાં વીશ માઇલ દૂર રહેલા પદાર્થોને જણાવી શકે છે. વીસ માઇલ દૂર રહેલા પદાર્થોને ચેતન યુકત આંખ નથી જોઇ શકતી આથી જડસંગી પ્રાણીઓને જવાનું સાધન અતીવ અવલંબન રૂપે હોય છે તેમ શું સ્પષ્ટ નથી થતું ? જે સ્થાનકવાસી જડમાળા-જડ કટાસણા-ચરવળા અને મહા ધર્મનું અંગ માને છે તેજ સ્થાનકવાસીને પ્રભુભૂતિને જોઇને આત્મોલ્લાસ ન થાય તે જોઇને કોને ખેદ ન થાય ? ઘડી પહેલાનો ગૃહસ્થ મુખપર મુહપત્તિ અને હાથમાં રજોહરણ લઇ સાધુનો વેશ પહેરી લે તો તેને વંદન કરનાર સ્થાનકવાસી વર્ગને તેમાં જડ પૂજા નથી જણાતી અને પ્રભુ પૂજાને જડપૂજા માને છે. તે તેમની કમ સમનું જ પરિણામ છે. અસ્તુ.
આ પહેલું સંઘયણ પહેલા ગુણસ્થાનકે છ સંઘયણની સાથે પરાવર્તમાનરૂપે બંધાય છે. બીજા ગુણસ્થાનકે પાંચ સંઘયણની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે જ્યારે ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે રહેલા દેવતા અને નારકીના જીવો સતત બાંધ્યા જ કરે છે. આ પહેલું સંઘયણ સન્ની પર્યાપા મનુષ્ય કે
Page 63 of 325