________________
પોતાના અંગુલ સન્નતિકા પ્રકરણમાં બીજો પક્ષ ગ્રહણ કરેલ છે. તત્વકેવલી ગમ્ય.
શ્રી ઋષભદેવ તથા ભરત મહારાજાનો આત્માગુંલ પ્રમાણાંગુલ તુલ્ય છે વીર પરમાત્માનો અંગુલ ઉત્સેધાંગુલથી બમણો અને ભરત મહારાજાથી ૨૦૦ મા ભાગે છે.
પલ્યોપમનું માપ
ઉત્સેધાંગુલનાં માપે ૧ યોજન લાંબો ૧ યોજન પહોળો ૧ યોન ઉંડો પ્યાલો ક્લ્પવો તેમાં કુરૂક્ષેત્રના માનવીના વાલાચ ઠાંસી ઠાંસીને ભરવા (ચવર્તીનું આખું સૈન્ય ઉપરથી ચાલે તો પણ ઢીલા ના પડે તેવી રીતે ભરવા) ૧ અંગુલ પ્રમાણ ૧ વાલાચની શ્રેણીમાં ૨૦૯૭૧૫૨ વાલાચ સમાય છે આખા પ્યાલામાં ૩૩૦૭૬૨૧૦૪૯૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વાલાચ સમાય છે એક એક સમયે એક એક વાલાચ કાઢતાં આખો પ્યાલો ખાલી થાય તેટલા કાળને બાદર ઉદ્વાર પલ્યોપમ વ્હેવાય છે. સો સો વરસે એક એક વાલાગ્ર કાઢતાં પ્યાલો ખાલી થાય તેટલા કાળને બાદર અધ્ધા પલ્યોપમ કહેવાય છે. ૩૩૦૭૬૨૧૦૪૪૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ (આટલા સંખ્યાતા ક્રોડ વર્ષ) વર્ષો થાય છે.
આ વાલાચો જે આકાશ પ્રદેશોને સ્પર્શેલા છે તે આકાશ પ્રદેશોને સમયે સમયે એક એક કાઢતાં જેટલો કાળ લાગે તેને બાદર ક્ષેત્ર પલ્યોપમ હેવાય છે. અસંખ્ય કાલચક્ર થાય છે.
બાદર ના ત્રણે પ્રકાર ફક્ત સમજ્યાં પુરતાં જ છે શાસ્ત્રમાં ઉપયોગમાં લીધાં નથી. એક વાલાગ્નનાં અસંખ્ય ભાગ ક્ખીને (પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના શરીરનાં માપ જેવડા) તેવા વાલાગ્રંથી પ્યાલો ઉપર પ્રમાણે ઠાંસીને ભરવો. ઉપર મુજબ ભરેલાં પ્યાલામાંથી એક એક સમયે એક એક ખંડ કાઢતાં જ્યારે ખાલી થાય તેટલા કાળને સુક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ કહેવાય છે. સંખ્યાતા ક્રોડ વર્ષ થાય છે. આનાથી દ્વીપ સમુદ્રોની સંખ્યા શાસ્ત્રોમાં કહેલ છે. અને તે અઢી સાગરોપમનાં સમય જેટલી કહી છે.
સો સો વર્ષે એક એક ખંડ કાઢતાં પ્યાલો ખાલી થાય તેટલા કાળને સુક્ષ્મ અધ્ધાપલ્યોપમ હેવાય છે. અસંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે આનાથી આયુષ્ય સ્વકાય સ્થિતિ કર્મોની સ્થિતિ આદિ કહેલ છે. વાલાગ્નોને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા બધાં આકાશ પ્રદેશોને સમયે સમયે એક એક કાઢતાં જેટલો કાળ લાગે તેટલાં કાળને સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ હેવાય છે. અસંખ્ય-અસંખ્ય કાળચક્રો થાય છે. આનાથી દ્રષ્ટિવાદમાં ત્રસ જીવોની સંખ્યા ણાવેલ છે.
દસ કોટાકોટી પલ્યોપમ = ૧ સાગરોપમ થાય છે ઉપર પ્રમાણે સાગરોપમનાં પણ છએ પ્રકાર જાણી લેવા.
લોપ્રકાશમાં
સંખ્યા
(બાદર ઉદ્વાર પલ્યોપમમાં) વાલાગ્રની ૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે બતાવેલી છે અંગુલની શ્રેણીમાંતો ઉપર મુજ્બ ૨૦૯૭૧૫૨ બરાબર છે. પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ-ક્ષેત્ર-કાળ
પુદ્ગલ પરાવર્ત દ્રવ્ય-ક્ષત્રકાળ અને ભાવ એમ ૪ પ્રકારે છે તે દરેક્નાં બાદર અને સુક્ષ્મ એમ બે ભેદ છે આ રીતે કુલ ૮ ભેદ થયાં તેમાં ૪ બાદર છે તે સુક્ષ્મને સમજ્વા માટે છે. શાસ્ત્રોમાં બાદરનો ઉપયોગ કર્યો નથી. જ્યાં જ્યાં પુદ્ગલ પરાવર્ત આવે ત્યાં સુક્ષ્મ જ જાણવાં આ ૪ પ્રકારનાં સુક્ષ્મ પુદ્ગલ
પરાવર્તો અનંતા કાળચક્રે થાય છે દરેક્નો એટલો કાળ છે.
દ્રવ્યપુદ્ગલ રાવર્તનું વન
સંસારમાં ભ્રમણ કરતાં કોઇ એક આત્મા સઘળાંય અણુઓને એટલે ૧૪ રાજ્યોનાં પુદ્ગલ
Page 49 of 325