________________
વર્તના- પરિણામ-ક્રિયા-પરાપરત્વ રૂપકાળ છે.
વર્તના :દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રયોજક તે વર્તના. પદાર્થોનું તે તે રૂપે હોવાપણું તે વર્તના. પદાર્થો પોતાના સ્વભાવેજ હોય છે છતાં તેમાં જે પ્રયોજક કારણ તે વર્તના છે સર્વભાવોની પ્રથમ સમય આશ્રીત ઉત્પત્તિ-સ્થિતિ અને ગતિને વર્તના કહે છે.
પરિણામ :- પદાર્થની વિવિધ પ્રકારની પરિણતિ તે પરિણામ જેમ કે માટીમાંથી ક્ર્મ કરીને ઘટ અને અંકુરામાંથી વૃક્ષ થાય છે તેમ દ્રવ્યોનું પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ ર્યા વિના રૂપાંતર થવું તે પરિણામ આ પરિણામ ત્રણ પ્રકારે છે. (૧) પ્રયોગપરિણામ (૨) વિશ્રશાપરિણામ (૩) મિશ્રપરિણામ. પ્રયોગ પરિણામ :- જીવના પ્રયત્નથી જે પરિણામ પામે જેમ કે શરીર-આહાર આદિ તે
પ્રયોગ પરિણામ હેવાય છે. વિશ્રશા પરિણામ :
સ્વભાવથી જે પરિણામ તે. પરમાણુ-વાદળ-ઇન્દ્રધનુષ્ય-પરિવેષ (ચંદ્રને ફરતું કુંડાળું) આ વૈશ્રશીક હેવાય છે જે અજીવ પુદ્ગલ દ્રવ્યનો જ થાય છે.
મિશ્ર પરિણામ :- જે જીવનો પ્રયત્ન અચતન પદાર્થના વિષયવાળો છે તે જેમ કે સ્થંભ-કુંભ
વિગેરે.
ક્રિયા :દેશ દેશાંતરની પ્રાપ્તિરૂપ ક્રિયા કહેવાય છે તે અતિત અનાગત-વર્તમાન ત્રણ પ્રકારે છે. તત્ત્વાર્થની ટીકામાં કરણ એટલે કરવું તે ક્રિયા વ્હેલ છે તે દ્રવ્યનાં પરિણામ રૂપ છે. આ ક્રિયા પણ-પ્રયોગ-વિશ્રશા અને મિશ્ર એમ 3 પ્રકારે છે. અને આ ક્રિયાનો અનુગ્રહ કરનાર કાળ છે.
પરાપરત્વ :- પર એટલે મોટો અથવા પહેલો અને અપર નાનો અથવા પછી આ પરાપરત્વ ૩ ઠેકાણે વપરાય છે.
(૧) પ્રશંસા :- પર એટલે શ્રેષ્ઠ અને અપર એટલે તેનાથી ઉતરતો.
(૨) ક્ષેત્ર :- પર એટલે દૂર અને અપર એટલે નજીક.
(૩) કાળ :- પર એટલે મોટો અને અપર એટલે નાનો.
વર્તનાદિ લક્ષણવાળો કાળ તે સમસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ એટલે પર્યાયવ્યાપી છે જ્યારે સમયાદિ રૂપ કાળ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. કાળ પંચાસ્તિકાયના પર્યાય રૂપ છે. જેથી કાળને જીવાજીવ રૂપ કહેલ છે. અગુરુ લઘુ પરિણામ છ એ દ્રવ્યમાં હોય છે. નિશ્ચયનયે છએ દ્રવ્યનિત્યપણ છે અને અનિત્ય પણ
છે.
ધર્માસ્તિકાય :- અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-ધ પર્યાય વડે નિત્ય છે જ્યારે દેશ-પ્રદેશ-અગુરુલઘુપણે અનિત્ય છે. કાળ એ અતિત-અનાગત અને અગુરુલઘુ પર્યાય વડે અનિત્ય છે જ્યારે વર્તમાન પર્યાય વડે નિત્ય છે. જીવદ્રવ્ય અરૂપી-અનવગાહ અવ્યાબાધ આ ૩ પર્યાય વડે નિત્ય છે. અગુરુલઘુ પર્યાય વડે અનિત્ય છે. કાળકલ્પના ૧૧ નિશ્ચેવા છે.
નામ :
(૨) સ્થાપના :
(૩) દ્રવ્ય :- વર્તનાદિક દ્રવ્યથી અભેદ નથી જેથી દ્રવ્ય એજ કાળ છે. દ્રવ્ય અને નિક્ષેપામાં દ્રવ્યકાળ તરીકે ગણેલ છે. અથવા સચિત-અચિત્તાદિની સાદિ-અનાદિ આદિ સ્થિતિ તે દ્રવ્યકાળ.
(૪) અધ્યાકાળ :- સૂર્યાદિની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રમાં વર્તતોકાળ
Page 42 of 325