________________
છે. ત્યાં તો સ્વદ્રવ્યગુણપર્યાય પુણ્યરૂપ છે, પરદ્રવ્યગુણપર્યાય પાપરૂપ છે. જેવી રીતે આપણે પાપ-પુણ્યને જીવનના અગત્યના પ્રશ્નોથી વેગળા રાખી નુકસાન કર્યું છે તેવી રીતે પાપ-પુણ્યને વધુ પડતું મહત્વ આપીને પણ નુકસાન ર્યું છે. પાપનો ડર સારો છે પણ વધુ પડતો ડર તે નુક્સાનકારક છે. પુણ્યનો લોભ સારો છે પણ વધુ પડતો લોભ એ ખરાબ છે. આપણું ધાર્મિક હૃદય પાપના ડર ને પુણ્યના લોભના બે રોગોથી સડી ગયું છે. આપણી સર્વ ક્રિયાઓ પાછળ કાંતો પાપનો ડર હશે ને કાંતો પુણ્યનો લોભ હશે-ધ્યેયનું આકર્ષણ હોવું જોઇએ તે નહીં હોય. આનું નામ આધ્યાત્મિક શૂન્યતા. અરબસ્તાની સ્ત્રી-સંત રાબિયા જેમ આપણે પ્રાર્થવું જોઇએ કે- “ હે પ્રભુ નરના ડરથી મેં તમને પૂજ્યા હોય તો નરક જ મારી ગતિ થાવ. ને સ્વર્ગના લોભથી પૂજ્યા હોય તો સ્વર્ગ મારે હરામ છે. મારે તો તું પોતે જ પૂરતો છે. આપણી સર્વ ધાર્મિક ક્રિયાઓની પાછળ આ ભાવના હશે તો જ આપણે પાપ-પુણ્યથી પર થઇશું. આત્મા તો પાપથીયે દૂર છે ને પુણ્યથી યે ઘણો દૂર છે. બેઉનો પાર પામ્યે જ છુટકો.
35
તત્ત્વાર્થસૂત્રે અશુભ યોગને પાપ ગણાવ્યું છે આ અશુભ યોગ કેવી રીતે ટળે ? બર્ટ્રાન્ડ રસેલ “Sense of sin” “પાપ વૃત્તિ” નામના પ્રકરણમાં આનો ઉપાય બતાવે છે. તે મહાન ફિફ લખે છે
કે
અશુભ યોગ ટાળવા માટેનો ઉપાય વિચારશક્તિ છે. “Rationality” છે. આપણે માનીએ છીએ કે બુદ્ધિથી હૃદયની ઊંડી ને ઉમદા લાગણીઓનો ઘાત થાય છે. આનું કારણ બુધ્ધિ વિષેની ગેરસમજ છે. ખરી રીતે તો બુદ્ધિ એટલે કે સચેત વિચારશક્તિદ્વારા દુર્વાસનાઓ ને અશુભવૃત્તિઓનું તેજ હણી શકાય છે, તેઓનું બળ ઓછું કરી શકાય છે. અશુભયોગની અશુભતા વિચારશક્તિથી હણી શકાય છે. પણ એ વિચારશક્તિ સચેત જોઇએ. એ વિચાર જીવતો-તેજસ્વી જોઇએ. Creative thought જોઇએ. વિચારશક્તિનું ધ્યેય આંતરવિકાસ હોય ત્યારે વિચાર સચેત થાય છે. વિચારશક્તિ સાથે વિકાસની ભાવના ભળવી જોઇએ. આ વિકાસની ભાવનાને બર્નાડ શૉ Erolutionary appetite ઉત્ક્રાંતિની ભૂખ કહે છે. શૉની આવી ઉત્ક્રાંતિની ભૂખ વગરની વિચારશકિત સચેત નહિ પણ નિર્જીવ હોય છે. તેથી કેવળ તર્કશીલ હોય છે. કેવળ તર્કશીલ વિચારશક્તિથી અશુભ યોગની અશુભતા ટળતી નથી. રવિન્દ્રનાથ ટાગોર સાચું લખે છે કે- “ A mind all logic is knife all blade–it bleeds the hand that uses it.''
અર્થ :- કેવળ તર્કશીલ માનસ તે હાથા વગરના ચપ્પુ જેવું છે-જે હાથ તેને વાપરે છે તેમાંથી લોહી નીકળે છે, નિર્જીવ વિચારોથી કાંઇ નહીં થાય. સચેત Creative વિચારશક્તિથી અશુભયોગની અશુભતા ટળશે ને પાપ જીતાશે.
પુદ્ગલાસ્તિકાયનું વર્ણન સમાપ્ત.
કાલદ્રવ્યનું વર્ણન
સામાન્ય રીતે કાળ એ દ્રવ્ય નથી પણ પર્યાય છે ઉપચારથી તેને દ્રવ્ય હેવાય છે. યોગ શાસ્રમાં કહેલ છે કે પદાર્થમાં ફેરફાર કરનારા કાળનાં અણુઓ લોકાકાશ પ્રદેશમાં જુદાં જુદાં રહેલાં છે તે મુખ્યકાળ કહેવાય છે. અને લોકાવકાશનાં પ્રદેશમાં અભિન્ન પણે રહેલા જે કાળનાં અણુઓછે તે ભાવોનું પરાવર્તન કરે છે તેથી તે પણ મુખ્યકાળ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સમયાદિનું જે માન કરવામાં આવ્યું છે તે વ્યવહારિકકાળ વ્હેવાય છે આ વાત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચારિત્રને વિષે શ્રી અનંતનાથ ભગવાનની દેશનામાં કહેલું છે.
Page 41 of 325