________________
છે કે અશુભ તેનો નિર્ણય કેવી રીતે કરવો ? જે ક્રિયા પાછળ શુભ હેતું હોય તે યોગ શુભ. જેની પાછળ અશુભ હેતુ હોય તે યોગ અશુભ. ખરી રીતે તો આ શુભ યોગ તે જ પુણ્ય છે ને અશભ યોગ તે જ પાપ
છે.
માનવી ધાર્મિક બને છે ત્યારે પદાર્થોને ઓળખવાની નવી દ્રષ્ટિ તે મેળવે છે. તે વસ્તુ સુંદર છે કે અસંદર, સુખકારક છે કે દુ:ખારક, પ્રિય છે કે અપ્રિય તે દ્રષ્ટિએ નથી વિચારતો. તે તો જુવે છે કે વસ્તુ પુણ્યમય છે કે પાપમય. પાપમય એટલે વિકાસવિરોધક. પુણ્યમય એટલે વિકાસ સાધક. પણ્ય-પાપનો ખરો આજ અર્થ છે. કપિલવસ્તુના સિદ્ધાર્થ કુમારને જ્યારે રાજ્યેવકોએ વધામણી આપી કે તેને ત્યાં પુત્ર અવતર્યો છે ત્યારે સિદ્ધાર્થ નિ:શ્વાસ નાખી બોલી ઊઠ્યા કે મારે એક વધુ બંધન તોડવું પડશે. સિદ્ધાર્થ માટે તો પુત્રજન્મ પણ બંધનરૂપ-વિકાસરોધકને પાપરૂપ હતો. આનું નામ ધર્મિક વિચારણા. ગ્રીક ફિલ્ફ ડાયોજીનીસને લોકોએ ભવ્ય ને વિરાટ પ્રદર્શન જોવા આમંચ્યો. આખું પ્રદર્શન જોઇ રહ્યા પછી અભિપ્રાય માગતા લોકો સમક્ષ ડાયોજીનીસ બોલ્યો કે- “ આજ સુધી મને ખબર નહોતી કે દુનિયામાં ડાયોજીનીસ માટે તદ્દન નકામી એવી આટલી બધી વસ્તુઓ છે.” તન નકામી એટલે જીવનસાધનમાં પ્રતિકૂળ વસ્તુઓ. જીવનસાધનમાં પ્રતિકૂળ એટલે પાપરૂપ. ડાયોજીનીસ માટે આખું પ્રદર્શન પાપરૂપ હતું. ચૌલાદેવી ભીમદેવ બાણાવળીના પાટણની મહારાણી બની છતાંય તેને તે રાજપાટ પાપરૂપ લાગ્યું અને તે તો સોમનાથ મંદિરની નર્તકીજ બનવાનું પસંદ કરી રહી. ચૌલાદેવીને મહારાણીની વિલાસસમૃદ્ધિ મહાદેવભકિતમાં વિઘ્નરૂપ લાગી તેથી રાજપાટ તેને માટે પાપરૂપ બન્યાં. ધ્યેયસિદ્ધિમાં જે કાંઇ પ્રતિરોધક તત્ત્વો હોય તે પાપરૂપ છે એમ મહાસત્ત્વો સમજે છે. ક્ષિતિમોહનસેને “તંત્રની સાધના' નામની પુસ્તિકા લખી છે તેમાં કુલાર્ણવતંત્ર, ગંધર્વતંત્ર વિ. તંત્રોમાંથી સુંદર વિચારો મૂક્યા છે. તેમાં એક વાક્ય એવું છે કે- “સત્યનું દર્શન થાય પછી સ્ત્રીઓ પણ પુણ્યરૂપ બને છે.” શું સ્ત્રી પુણ્યરૂપ કોઇ પણ માટે બની શકે ખરી ? જ્યારે સત્યનું દર્શન થયું છે પછી પુત્ર કે સ્ત્રીરૂપે નહીં પણ સર્વસામાન્ય આત્મારૂપે જ બધાને જોવાય છે. વિકાસયાત્રામાં સહભાગી તરીકે સ્ત્રીના આત્માને જોવાય છે. એ વચન બહુ સારું લાગતું નથી, છતાં સ્ત્રી પણ પુણ્યરૂપ બની શકે છે. ગૃહસ્થ જીવનમાં સ્વપત્નીએ પુણ્યરૂપ છે. સાધુજીવનમાં સ્વપત્ની પણ પાપરૂપ છે. જેમ ચાલવાનું શીખતા બાળક માટે ચાલગાડી પુણ્યરૂપ છે. તેમ ગૃહસ્થ માટે સ્વપત્ની પુણ્યરૂપ છે તેના વિકાસમાં સહાયક છે.
પણ આજે આપણે પુણ્ય-પાપના બહુ સંકુચિત અર્થ લઇ લીધા છે. ગાયના શીંગડાં વચ્ચે પંપાળવામાં પુણ્ય છે. કોઇ કહેશે પંખી માટે ઠીકરામાં પાણી ભરી રાખવામાં પુણ્ય છે. કોઇ કહેશે ફાનસની ચીમની પર ચઢતા મંકોડા ઉતારવામાં પુણ્ય છે. આવી નાની વાતોમાં આપણે પાપપુણ્ય કલ્પી લીધું પણ
નના આધારભૂત વિશાળ પ્રોને આપણે પાપપુણ્યની ચર્ચાથી પર રાખ્યા છે. ધંધાની લેવડદેવડમાં કે નોકરો સાથેની વર્તણૂકમાં કે એવા હજારો-નાના મોટા પ્રશ્નોમાં આપણે પુણ્ય ને પાપની વાતોમાં મૌન જ સેવ્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ તેમજ વ્યવહારિક દ્રષ્ટિએ પણ સ્વીકાર્ય એવી પાપ-પુણ્યની વ્યાખ્યા લેવી હોય તો તુલસીદાસે લખેલ કડી ઉપયોગની થઇ પડશે :
“પરપીડા સમ અધ નહીં ભાઇ;
પરહિત સમાન ધર્મ નહીં ભાઇ !” અર્થ :- પારકાને પીડા કરવા જેવું પાપ નથી. પારકાનું હિત કરવા જેવું કોઇ પુણ્ય નથી. આ છે તુલસીદાસની પાપ-પુણ્યની વ્યાખ્યા. આત્મવિકાસની ખૂબ ઊંચી ભૂમિકા પર આ વ્યાખ્યા સાંકડી પડે
Page 40 of 325