________________
તે તેજે ઉદઘાત કરંતા ગુચરણે મેં સુણીયા રે. --૬ એકમણાં તસ પાસે મોતી એકસો એઠવીસ દીસે રે, ઝાકઝમાલ કરે તે તેને દેખી સુરમન હીંસે રે. --૭
દોશત ને ત્રેપન મોતી સર્વ થઇને મળીયા રે, ત્રિશલાનંદન વીરજીણંદે કેવલજ્ઞાને કલીયા રે. --૮ વચ્ચે મોતીસું સવિ મુકતાફલ અફલાઇ વાયુ યોગે રે, એણી પરે સુંદર નાદ ઉપજે સુર જે આવે ભોગે રે. ---
તે મુકતાફલ નાદ સુગંતા સુરની પહોંચે ગીશ રે, તેહને નાદે લીલા રહેવે સુરસાગર તેત્રીશ રે. --૧૦
એ સર્વાર્થસિક તણાં સુખ પુણ્ય પાયે પ્રાણી રે,
ધનહર્ષ સ્વામી વીર જિણેશ્વર બોલે ઇણ પરે વાણી રે. --૧૧ આ જે બે ગુરાતી કૃતિમાં ૨૫૩ મોતીની હકીકત રજૂ કરાઇ છે તે માટે કોઇ આધાર છે કે કેમ તેની તપાસ કરતાં વિનયવિજ્યગણિએ વિ.સં. ૧૭૦૮ માં રચેલા લોક પ્રકાશના દ્વિતીય ખંડરૂપ ક્ષેત્રલોક (સર્ગ ૨૭, શ્રો. ૬૨૩-૬૨૯) માં આ હકીકત મળી આવી છે. પ્રશ્નોત્તરસમુચ્ચય (પ્રકાશ ૩, પત્ર ૨૧ આ) મા આ હકીકત સિદ્ધપ્રાભૂતમાં હોવાનો ઉલ્લેખ છે. કોઇ હાથપોથીના એક છૂટક પત્રમાં પણ આ ઉલ્લેખ છે, પરંતુ જે સિદ્ધપ્રાભૃત (સિદ્ધપાહુડ) છપાયેલું છે. તેમાં તો આ બાબત મારા જોવામાં આવી નથી. તો વિ.સં. ૧૭૦૦ કરતાં વિશેષ પ્રાચીન કોઇ ગ્રંથમાં મોતી વિષે ઉપર પ્રમાણેની બીના વણવાઇ હોય તો તે ગ્રંથ ક્યો અને કોણે કયારે રચ્યો છે તે સૂચવવા મારી તજજ્ઞોને સાદર વિજ્ઞપ્તિ છે.
અત્યારે તો હું રાયપાસેeઇજ્જ નામના જૈન આગમ (સુત્ત ૧૫) માં સૂર્યાભદેવની આજ્ઞાથી રચાયેલા વિમાનના સિંહાસન ઉપર વિજયકૂષ્પ વિફર્વાયા બાદ એના બરાબર મધ્યમાં એક મોટો વમય અંકુશ (વાંકો સળિયો) વિકર્વી એ અંકુશમાં એક કુંભ જેવડો મુકતાદામ (મોતીનો ઝમખો) લટકાવાયો અને એની ચારે બાજુ અડધા કુંભ જેવડા અને ઉપર્યુકત મુક્તાદામથી અડધા ઊંચા એવા જે ચાર મુકતાદામ વિદુર્વાયાં તેનો ઉલ્લેખ કરુછું, કેમકે એ પાંચ મુકિતદામમાં મોતીઓ સોનાની પાંદડીવાળાં લખૂસગ (એક જાતના ઘરેણાં) થી અલકૃત હતાં અને એકબીજાથી થોડેક અંતરે હતાં. એ મોતીઓ કોઇ પણ દિશાનો વાયુ વાતાં ધીરે ધીરે હાલતાં અને પરસ્પર અથડાતાં અને એમાંથી કાનને મધુર લાગે તેવો અને મનને શાંતિ મળે એવો મનોજ્ઞ શબ્દ નીકળતો. એ ગંનને લઇને સિંહાસનની ચારે બાજુ ગુંજી ઊઠતી એમ આ આગમમાં કહ્યું છે,
આ ઉપરથી જણાશે કે મોતીઓ અથડાતાં તેમાંથી સંગીતના સૂર સંભળાય એવી માન્યતા પંદરસો વર્ષ જેટલી તો પ્રાચીન છે જ.
આ વર્તમાન યુગમાં હીરાવાળા જે ઝુમ્મરો લટકાવાય છે તેમાં હીરાને બદલે મોતીની સેરવાનાં ઝુમ્મરો બનાવી પ્રયોગ કરાય તો પુદગલનો ખેલ જોવાનો મળે. હવે યુગલ દ્રવ્ય શું ઉપકાર કરે છે તે કહે છે -
स्पर्शरसगन्धवर्णा: शब्दो वंधश्व सूक्ष्मता स्थौल्यम् ।
संस्थानं भेदतमच्छायोद्योतातपश्चेति ।।११६।। कर्मशरीरमनोवाग्विचेष्टितो च्छ्धासदुःखसुखदा: स्युः ।
Page 38 of 325