________________
દોમણ કેરાં ચોસઠ મોતી, ઇગ સંય અડવીસ મણિયાં રે; દો સય ને વળી ત્રેપન મોતી, સર્વે થઇને મળિયાં રે. --૬
એ સઘળાં વિચલા મોતીશું, આફળે વાયુ વેગે રે; રાગ રાગિણી નાટક પ્રગટે, ‘લવસત્તમ' સુર ભોગે રે. --૭
ભૂખ તરસ છીપે રસલીના, સુરસાગર તેત્રીસ રે;
સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીરવિજય જગદીશ રે.” --૮ આ ઉપરથી આપણે નીચે મુજબની બાબતો તારવી શકીએ છીએ :(૧) “સર્વાર્થસિદ્ધ' નામના પાંચમા અનુત્તર વિમાનના દેવો સદાયે શય્યામાં સૂઇ રહે છે. (૨) એ દરેકની શય્યા ઉપર એકેક ચંદરવો હોય છે. (૩) એ ચંદરવો મોતીથી અલંકૃત હોય છે.
(૪) એ મોતીઓની રચના નીચે પ્રમાણે હોય છે :(અ) સૌથી વચમાં ૬૪ મણનું એક મોતી હોય છે અને એ ખૂબ ઝગમગે છે-પ્રકાશે છે. (આ) એની ચારે બાજએ બત્રીસ મણનું એકેક મોતી હોય છે. (ઇ) સોળ મણના આઠ મોતી, આઠ મણના સોળ મોતી, ચાર મણના બત્રીસ મોતી, બે મણિયા ચોસઠ મોતી અને એક મણિયાં એકસો ને અઠ્ઠાવીસ મોતી હોય છે.
(૫) બધાં મળીને મોતી ૨૫૩ (૧+૪+૮+૧૬+૩૨+૬૪+૧૨૮) હોય છે અને એનું કુલ્લે વજન ૮૩૨ (૬૪+૧૨૮+૧૨૮+૧૨૮+૧૨૮+૧૨૮+ ૧૨૮) મણ હોય છે.
(૬) સર્વે (૨૫૨) મોતીઓ વાયુ વાતા વચલા- ૬૪ મણના મોતી સાથે અફળાય છે. (૭) મોતીઓ અફળાવાથી-અથડાવાથી રાગ, રાગિણી અને નાટક ઉદ્દભવે છે. (૮) “લવસત્તમ' દેવો આ પૌદ્ગલિક સુખ ભોગવે છે.
(૯) એ દેવોનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે અને એ દેવો રાગ, રાગિણી અને નાટકના રસમાં લીન રહા હોય તેમ આયુષ્ય પૂર્ણ કરે છે.
ધનહર્ષે જે સવાર્થ સિદ્ધિની સઝાય રચી છે. તેમાંથી પ્રસ્તુત ભાગ ઉધૃત કરવો ઉચિત જણાય
છે.
“સર્વાર્થસિકે ચંદ્રએ મોતી ઝમક સોહે રે, મુખ્ય મોતીશું મુકતાફલ આફલતાં સુર મોસે રે. -૧
તેણે ઝુંબકડે વચલું મોતી ચઉસઠ મણનું જાણો રે, મોતી ચાર વળી તસ પાખલિ બત્રીશ મણનાં વખાણો રે. --૨ તેહને પાખતી(લી)યા અતિનિર્મલ સોલમણા અડમોતી રે, સુંદરતા તેહની શી કહો રે આંખડી હરખે જોતી રે. --૩
આઠમણા મુકતાફલ-સોલસ તેહને પાસે કહીયા રે, નિજ ગુરુ ચરણકમલ સેવતાં ગુમુખથી મેં લહીયા રે. --૪
ચિહંમણ કેરાં તેણે પાખલિ બત્રીશ મોતી દીપે રે, જે જોવતાં સુરવર કેરી ભૂખ તૃષા સવિ છીપે રે. --પ તસ પાખતિયાં દોમણકેરાં ચઉસઠ મોતી મુણીયા રે,
Page 3 of 325